SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ નિવાસ કર્યો હતો અને અનેકને, નાટ્યપ્રવૃત્તિમાં જવા ઇચ્છુક એવા યુવાનોને પ્રેરણા આપતા રહ્યા હતા. સંત જ્ઞાનેશ્વરની ભૂમિકા તેમણે ઈ.સ. ૧૯૫૩માં સંત જ્ઞાનેશ્વર' ગુજરાતી ચલચિત્રમાં કરી હતી, જે ચિત્ર સળ રહ્યું હતું. આમ કમલેશભાઈ ઠાકર એક વ્યક્તિ હતા પરંતુ તેમની પ્રવૃત્તિ અનેક હતી. લોકનાયક સંઘે ઉતારેલા બંગાળના દુકાળગ્રસ્ત ચિત્ર પરની કે લાલ'માં તેમણે સફળ ભૂમિકા કરી હતી. આ ચિત્ર ચીન અને રશિયામાં રજૂ થયું હતું અને પ્રશંસા પામ્યું હતું. તેમણે ૧૫ જેટલાં ગુજરાતી ચિત્રમાં કામ કર્યું હતું તેમજ હિન્દી ચિત્રોમાં પણ અભિનય આપ્યો હતો. રેડિયો અને રંગભૂમિ માટે રૂપક અને નાટક લખ્યાં હતાં. તેમનો જન્મ તા. ૩૦-૧-૧૯૧૨ના રોજ જામનગરમાં થયો હતો. દલસુખરામ ભોજક દલસુખરામનો જન્મ સંવત ૧૯૨૦ના કારતક સુદ અગિયારસને બુધવારે ઈ.સ. ૧૯૬૪માં મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના નાનકડા ગામ સોખડા ખાતે થયો હતો. પિતા રાજ્ય હતા. વસ્તારામ જૂનાગઢ દરબારમાં રાજગાયક મોટાભાઈ ચેલારામ . સંગીતકળામાં નિપુણ હતા. શ્રેષ્ઠ પખવાજી હતા. ઘરમાં સંગીતનો માહોલ હોવાથી દલસુખરામને બાલ્યકાળથી જ સંગીત પ્રત્યે અભિરુચિ કેળવાઈ હતી. માત્ર પાંચ વર્ષની વયમાં પિતા અને મોટા ભાઈ ચેલારામ પાસેથી સંગીતિશક્ષણ લેવાની શરૂઆત કરી. ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ કલાકાર સ્વ. શ્રી જયશંકર (સુંદરી)ના દાદાજી ત્રિભોવનદાસ ભોજક પાસેથી ખાસ બંદિશની ચીજો શીખ્યા. જૂનાગઢના નવાબ બહાદુરખાનજીના દરબારમાં જામનગરના નાગર બ્રાહ્મણ શ્રી આદિત્યરામ જેવા ખ્યાતિપ્રાપ્ત સંગીનદાસી પાસેથી પખવાજવાદન શીખ્યા. જૂનાગઢના નવાબ બર્ડ મહોબ્બતખાનજી જેઓ પોતે એક ઉત્તમ સંગીતકાર હતા, દલસુખરામે તેઓની પાસે સંગીતવિદ્યા પ્રાપ્ત કરવા ગુરુપદે સ્થાપ્યા હતા. નવાબ સાહેબ સાથે એવી તો Jain Education International ધન્ય ધરા પ્રીતિ બંધાઈ ગઈ કે શિકારમાં પણ સાથે લઈ જતા અને તલવાર, બંદુક અને તમંચાની તાલીમ પણ આપી હતી. પડછંદ કાયા, ભરાવદાર ચહેરો, ઘઉંવર્ણો વાન, વિશાળ ભાલ, અણીદાર સીધું નાક, ગાલ પર ધોળિયા, વળવાળી મૂછ, માથે પાઘડી, શરીરે કેડિયું અને ધોતિયું, બુલંદ અવાજ આમ, દલસુખરામનું અનોખું વ્યક્તિત્વ ઊપસી આવતું હતું. એક પ્રસંગ એવો બન્યો કે જૂનાગઢ નવાબ સાહેબ સાથે શિકારે જવાનું હતું. નવાબ સૂતા હતા તે દરમ્યાન હરણાં દેખાયાં. નવાબ સાહેબ હરણાંનો શિકાર કરી મારી નાખશે તેવું લાગતાં દલસુખરામને દયા આવી અને હવામાં ગોળીબાર કરી હરણાં નસાડી મૂકતાં નવાબ સાહેબ ભારે ગુસ્સે થયા. તેમના ખોથી બચવા દલસુખરામે નદીમાં પડતું મૂકી તરી સામે કિનારે પહોંચી ગિરનારના જંગલોમાં અદશ્ય થઈ ગયા. આ અરસામાં નવાબ સાહેબના દરબારમાં બહારગામથી કેટલાક નામી કલાકારો આવ્યા. તેમનું સંગીત સાંભળી નવાબને દલસુખરામની યાદ આવી. તરત જ દલસુખરામની શોધખોળ કરાવી. ગિરનારના ડુંગરની ગુફામાં કોઈ સાધુમંડળીમાંથી તેમને શોધી, અભયવચન આપી પાછા લઈ આવ્યા અને પોતાના મહેલની બાજુમાં જ દલસુખરામના રહેવાની વ્યવસ્થા કરી આપી. દલસુખરામ ફરી રાજદરબારમાં હાજર થયા. નવાબ સાહેબની ફરમાયશથી બુલંદ અવાજે બે કલાક સુધી ગાયું. પેલા બહારથી આવેલા સંગીતકારો એટલા પ્રભાવિત થયા કે ત્યાર પછી તેમણે ગાવાની હિંમત કરી નહીં! ઈ.સ. ૧૮૮૬૬માં પ્રસિદ્ધ નાટક કંપની 'મુંબઈ ગુજરાતી નાટક મંડળી' જૂનાગઢ આવી. સંસ્થાના આગ્રહથી દલસુખરામ તેમાં દિગ્દર્શક તરીકે જોડાયા. બે-ત્રણ વર્ષ કામ કર્યા પછી મોરબી આર્ય સુબોધ નાટક મંડળી'નું આમંત્રણ મળતાં તેમાં જોડાયા. દલસુખરામના નાટકોમાં ‘રાણકદેવી રાખેંગાર', ‘ત્રિવિક્રમ', 'જગદેવ પરમાર', 'વિબુદ્ધવિજય', 'ચંદ્રહાસ', ‘વીરબાળા” વગેરે ખૂબ જ પ્રસિદ્ધિ પામ્યાં હતાં. અમદાવાદમાં બનેલું નવું થિએટર ‘ભારતભુવન' શેઠ અજિતસિંઘ મણિલાલ પાસેથી મોરબી કંપનીએ રૂા. ૨૨૦૦/-ના માસિક ભાડે રાખી તેમાં ભર્તૃહરિ' નાટક રજૂ કર્યું. દલસુખરામ આ નાટકમાં ભર્તૃહરિ રોલ કરતા. ઉત્તમ ગાયકો, ઉત્કૃષ્ટ અભિનય, મેઘાવીૐ કે સંગીતના ઊંડા જ્ઞાન જેવા ગુણોનો સમન્વય થતાં પ્રેમ ખૂબ લોકપ્રિય બની ગયા હતા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy