SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્ય ધરા માર્યો કે, “દલીલ કરતાં તો સારી આવડે છે, વકીલ થઈ જા!” તે જ ક્ષણે યુવાન શંભુપ્રસાદે વકીલ થવાની મનોમન ગાંઠ વાળી લીધી, તેમાં સફળતા પ્રાપ્ત કરવા તૈયારીઓ કરવા માંડી તેમાં સફળતા પ્રાપ્ત કરીને તા. ૨-૧૨-૧૯૨૯ના દિવસે વકીલાત કરવાની સનદ મેળવી લીધી, પણ વ્યવસાય તરીકે સ્વીકાર કરવામાં તેમને સૈદ્ધાંતિક અવરોધ ગિરિકંદરા જેવો થઈને ખડો રહ્યો. તેઓ પોતે સત્ય વક્તા હતા અને સામાવાળાએ પણ સત્ય જ બોલવું જોઈએ તેના આગ્રહી હતા, તેથી વકીલાતને ધંધો ન બનાવ્યો તેમ છતાં કોઈ ગરીબ માણસને ન્યાય અપાવવા વગર પૈસે વકીલાત પણ કરી બતાવતા. તેમજ જાહેર હિતની લાગણીઓને માટે પણ પોતાનો વકીલ તરીકેનો ધર્મ બજાવતા. શંભુપ્રસાદભાઈના વારસાગત સંસ્કારે તેમને તખ્તાના પણ તારક બનાવ્યા. રંગભૂમિ પણ તે વખતે તેમનાથી રળિયામણી લાગતી હતી. રંગભૂમિના આ રસિયા જીવે વ્યવસ્થાપક, દિગ્દર્શક તરીકે પણ સફળ કામગીરી બજાવી હતી. તે નાટ્ય સંસ્થાઓ હતી શ્રી સૌરાષ્ટ્ર નાટ્યકલા સમાજ, શ્રી આર્યનૈતિક નાટક સમાજ, શ્રી રામવિજય નાટક સમાજ. તા. ૧૯ એપ્રિલ, ૧૯૩૩ના રોજ કવિ કિશોરદાન લેખિત નાટક ‘વિધિના લેખ'નું દિગ્દર્શન કર્યું. તા. ૪ નવેમ્બર, ૧૯૩૩ના રોજ પ્રતાપ ટી. છાયા લેખિત “વીર રામવાળો' નાટકનું દિગ્દર્શન કરેલું. તા. ૩૧ જાન્યુઆરી, ૧૯૩૪ના રોજ કવિ કિશોરદાન લેખિત 'હંટરવાળા' નાટકનું દિગ્દર્શન કરેલું. ઉપરોક્ત નાટ્યપ્રયોગો શ્રી રણજિત નાટક સમાજ તરફથી રજૂ થયા હતા. તેમણે “કાદુ મકરાણી', “શ્રીમતી મંજરી' વગેરે નાટકોમાં તખ્તા પર અભિનય આપી પોતાની આગવી અદાકારીનો પરિચય આપ્યો હતો. સમાજસેવક, સ્વાતંત્ર્યસંગ્રામમાં કારાવાસ વેઠનાર જ્ઞાતિસુધારક વકીલ શંભુપ્રસાદ દયારામ પુરોહિત ક્રોધને હિંસાનું સ્વરૂપ માનતા. માનવતાવાદી માનસ ધરાવતા ગુપ્તદાન દ્વારા દુઃખ ફેડનાર અનેકને માટે ફિરસ્તા જેવા હતા. અરસપરસના સંબંધોને અત્યંત ભાવુકતાથી જોતા. તેઓની કલમ પણ ઝબકતી તો ક્યારેક ઝળહળતી. “સજ્જનો મળજો માં મળો તો સ્નેહ બાંધજો મા સ્નેહ બંધાય તો તોડજો મા અને તૂટે તો જીવજો મા.” પ્રગતિશીલ વિચારધારાના પ્રેરક અને પુરસ્કર્તા વકીલ પુરોહિત ૩૨ વર્ષની વયે વિધુર થયા. સંસાર, સ્વાતંત્ર્ય, સંગ્રામ, રંગભૂમિ અને જ્ઞાતિસુધારણામાં એનું ચક્ર ફરતું રહેતું. તેમણે સ્વજ્ઞાતિ માટે એક કાવ્યરચના કરેલી, જે આજે પણ એટલી જ આવકારદાયક છે. “ભૂદેવ! જરા જાગીને નજર તો કરો! પ્રાચીન તમારી સંસ્કૃતિને યાદ તો કરો! રામ જેવા રાજવી ચરણે નમ્યા જેનેએવા વશિષ્ટની વિભૂતિને યાદ તો કરો! બ્રહ્મતેજપુંજથી ક્ષત્રિયો પણ ડરે, એ પરશુરામ-પ્રતાપનું સ્મરણ તો કરો! કેળવી ભારતની કળા યુદ્ધમાં જેણે– એ પ્રતાપી દ્રોણના આદર્શને ઉર ધરો! અનાર્ય આર્ય ભૂમિ કરી ધર્મનું મંડનએવા ગુરુ શંકર તણા વચને ગતિ કરો! પાખંડ મતખંડન કરી જેણે ધર્મ સ્થાપ્યોએ સ્વામી દયાનંદજીને કેમ વિસરો? “સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક્ક છે” કથનાર! મહારાજ તિલક તણી ગીતાનું પઠન કરો! યાચક મટી દાતા થાઓ વિશ્વાસુ પ્રભુના કરો! નાતો તાગા તોડી બહાર આવી ભારતીય બનો!” ટૂંકા જીવનપંથમાં અનેકવિધ પ્રવૃત્તિઓનો પ્રકાશપુંજ પાથરી વકીલ શંભુપ્રસાદ પુરોહિતે ૪૨ વર્ષની ભરયુવાન વયે વિદાય લીધી. કમલેશ ઠાકર આજનું સૌરાષ્ટ્ર એક સમયનું કાઠિયાવાડ, કાઠિયાવાડમાં આજનું જામનગર તે સમયનાં નવાનગર તરીકે ઓળખાતું નગર. આ નગરની પ્રાથમિક શાળામાં એક છોકરો માથે ગાંધીટોપી પહેરીને “તકલી’ કાં તો Jain Education Intemational dain Education Intermational For Private & Personal Use Only www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy