SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ નરસિંહપ્રસાદ વિભાકર બેરિસ્ટર વતન એમનું સોરઠનું વંથળી, પછી શીમાશી અને પછી જૂનાગઢ. મૂળ અટક વાંહાણી અને પછી વિભાકર. નરસિંહપ્રસાદે જૂનાગઢની બહાદુરખાનજી હાઇસ્કૂલમાં અભ્યાસ કરેલો. અંગ્રેજી છઠ્ઠા ધોરણમાં હતા ત્યારથી સફળ નિબંધકાર તરીકે ઊભરી આવેલા. એમની વિચારશક્તિ અને શૈલીથી પ્રભાવિત થઈને આદરરત્ન શ્રી કૌશિકરામ વિઘ્નહરરામે તેમને ધન્યવાદ આપ્યા. આગળનો અભ્યાસ બહાઉદ્દીન કોલેજમાં કર્યો. તે કોલેજકાળ વખતે જાહેર ભાષણો આપી એક વિચારશીલ વક્તા તરીકે નામાંકિત થયેલા. તેઓ રાજદ્વારી હિલચાલમાં આગેવાની ભર્યો. ભાગ લેતાં લેતાં બેરિસ્ટર થયા. દેશભક્તિની ભાવના ભારોભાર ભરી હતી. સુહૃદભાવના કેમ જાગ્રત થાય તે માટે તેમણે રંગભૂમિને પસંદ કરી અનેક નાટકો લખ્યા અને રજુ કરાવ્યાં, તેમાં ‘સ્વદેશસેવા' મુખ્ય હતું. ‘અબજોનાં બંધન' વગેરે નાટકો દ્વારા તેમણે રંગભૂમિની ન વીસરી શકાય તેવી સેવા કરી છે. તેમના તંત્રીપદે રંગભૂમિ નામે આર્ટપેપરમાં પ્રગટ થતું માસિક શરૂ કરેલું. તેમણે રાષ્ટ્રીય જાગૃતિ માટે સમગ્ર ગુજરાતમાં ગામડે ગામડે ફરીને પોતાની અભ્યાસપૂર્ણ વેધક વાણીમાં સભાઓ ગજાવી હતી. જે પ્રવૃત્તિ તેઓ કરતા તેમાં દેશભક્તિની ભાવના પ્રથમ રહેતી. દેશભક્તિ માટે જ પ્રવૃત્તિ કરતા હતા. સ્વ. શ્રી નરસિંહ વિભાકર એક ઉચ્ચ આદર્શ સાથે રંગભૂમિ પર મધ્યાહ્ને તપતા હતા ત્યાં જ તેમનો અણધાર્યો અસ્ત થયો એ ગુજરાતનું દુર્ભાગ્ય હતું. જેમ તેમણે રંગભૂમિ પર નવીન ભાવનાઓ રેડી તેમ રંગભૂમિ પરની ભાષાનો પ્રકાર પણ નવીન છતાં જૂના સંસ્કારવાળો સુંદર રીતે મિશ્રિત અને રસોને દૃષ્ટિ સમીપ લાવી મૂકતો વિભાવાન મૂક્યો છે. કવિતાની કૃતિઓ જો કે મંદ છતાં તેને સંગીત સાથે ભેળી નાખવાની કળા તેઓ નાટકકાર તરીકે જાણતા હતા. Jain Education Intemational ઉપરાંત જ્યારે તેમની નાટકની ચોપડીઓ પર તેમનું નામ બી.એ., એલ.એલ.બી. બેરિસ્ટર એટ લો લખાતું ત્યારે સૌ આશ્ચર્ય અનુભવતા. તેમણે જ નાટ્યલેખકનું નામ લખવાનો આગ્રહ રાખેલો. ‘મધુબંસરી', ‘સુધાચંદ’ નાટકોએ દેશભક્તિની ભાવનાને જ્વલંત બનાવી ખળભળાટ મચાવી નાખ્યો હતો. શંભુપ્રસાદ વકીલ એક સદી પૂર્વે જૂનાગઢમાં ગોપાષ્ટમીના પુનીત પ્રભાતે નવજાત શિશુનું રુદન રેલાયું ને ગિરિનારાયણ બ્રાહ્મણ દયાશંકર પુરોહિતના ઘરમાં પણ જન્મના કારણે થાળી રણઝણી ને નંદઘેર આનંદભયો' વરતાયો. વિધાતા છઠ્ઠીના લેખ લખે એ પૂર્વે નિયતિએ નક્કી કરેલા આઘાતજનક નિર્ધારનો અમલ કરી દીધો. 334 માત્ર ચાર દિવસના શિશુનું માતૃસુખ ઝૂંટવી લીધું. માતા ધનકોરબહેનનું અવસાન થતાં ચાર દિવસના શિશુને ઉછેરવાની ઉજેરવાની અણધારી અણકલ્પી જવાબદારી બેવડા સંબંધોથી સંકળાયેલાં માસી અને ભાભુ ભાગીરથીબહેન પર આવી જે તેમણે અંતરના ઊમળકાથી અને હૈયાના હેતથી જવાબદારીને ઝીલી અને વાત્સલ્યભાવથી ભીંજવતાં હિંચોળતાં રહ્યાં. શિશુના પિતા શિવોપાસક ભૂદેવે શિવનું સ્મરણ સતત રહે તેથી નામ પાડ્યું ‘શંભુપ્રસાદ’. શંભુપ્રસાદનું શૈશવ સર્યું. કિશોરવયમાં પ્રવેશ કર્યો ત્યાં સુધીમાં ભાગીરથીબહેને તેમનામાં શુદ્ધ સાત્ત્વિક સંસ્કારનું સિંચન કર્યું. જીવનનું ઘડતર કર્યું. શંભુપ્રસાદે બાર-તેર વર્ષની વયે પિતાનું સુખ ગુમાવ્યું, પણ અભ્યાસમાં ઓતપ્રોત થઈને પોતાનું સ્થાન અને માન પ્રાપ્ત કરવાની સાથે યુવાનીને આંબી ગયા. સુધારાવાદી વિચારક તરીકે ધીરે ધીરે ઊભરી આવ્યા. ખાસ કરીને જ્ઞાતિમાં ચાલતી કુરૂઢિઓ સામે તેમનો આક્રોશ ધીરે ધીરે ધગવા માંડ્યો. જ્ઞાતિસમાજમાં તે સમયે પ્રસ્થાપિત થયેલી રૂઢિ સામે અવાજ ઉઠાવ્યો કે લગ્ન પ્રસંગે અમુક મીઠાઈઓ પીરસવી જ પડે તે પ્રથા બરાબર નથી, તેથી ગરીબોને દેવું કરવું પડે છે. શ્રીમંતો તે પ્રથાનું પાલન કરે તેમાં વાંધો કે વિરોધ નથી પરંતુ તે ફરજિયાત ન હોવું જોઈએ. શંભુપ્રસાદની આવી દલીલ સાંભળી એક જ્ઞાતિજને ટોણો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy