SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ જ થયેલો એટલે પરિભ્રમણ કરવા એનું ચિત્ત પ્રેરાયું. તેમણે ભારતયાત્રાનો પગપાળા એક સંત સાથે પ્રારંભ કર્યો. તે યાત્રા ત્રણ વર્ષ અને આઠ માસમાં પૂરી કરી. યાત્રાના અનુભવે ભારતની ગુલામી હાલતને કારણે જનસમૂહની દુર્દશાનાં દર્શન ત્યાં થયાં. એની વેદના ભીતરમાં વલોવાતી રહી તે અંગે વિચારતા રહ્યા. પોતાનો જીવનનિર્વાહ ચલાવવા માટે નોકરીનો સ્વીકાર કર્યો. તલાટી તરીકે કામ કર્યું. આબકારી ઇન્સ્પેક્ટર તરીકે પણ ફરજ બજાવી જાણી. કારકુની પણ કરી. તે પછી સમર્થ સાહિત્યકાર કેશવર ધ્રુવના હાથ નીચે નોકરીમાં જોડાયા. અનેક અનુભવ પછી ૨૨ વર્ષની વયે જિંદગીભર કોઈની નોકરી ન કરવાનો નિર્ણય કર્યો. સાહિત્ય-સરવાણીનું વહેણ વહેતું થયું. પોતાને લાગ્યું કે પદ્ધતિસરનો અભ્યાસ જરૂરી છે તે પૂર્ણ કરવા માટે મહાત્મા નથુરામ શર્મા પાસે કાવ્યશાસ્ત્ર અને નાટ્યશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો. મુંબઈમાં વસવાટ માટે ગયા. આર્થિક ઉપાર્જન માટે તેઓ ત્યાં ટ્યુશનો કરી કમાણી કરવા સાથે નાટકસર્જન માટે કલમ ઉપાડી. તેમાંથી નાક કેસરી' નાટ્યકૃતિનું સર્જન થયું. તે નાટકે ડૂબી રહેલી નાટક કંપનીને રૂપિયા પંચોતેર હજારની કમાણી કરાવી આપી. કંપની પુનઃ તરતી થઈ ગયેલી. તે વર્ષ હતું ઈ.સ. ૧૯૧૪ને દેશ ઉત્થાનની દિલમાં દાઝ હતી. નાટક લખવા તરફ પૂરતું ધ્યાન કેન્દ્રિત કર્યું. એ સમયમાં રંગભૂમિનો સૂર્ય સોળે કળાએ તપતો હતો. વ્યવસાયી રંગભૂમિનો વ્યાપ વધતો જતો હતો. ‘કવિ વૈરાટી' નાટ્યકાર તરીકે ઊપસી-ઊભરી રહ્યા હતા. તેમની કલમ એક પછી એક નાટ્યકૃતિઓ કંડારવા લાગી. રંગભૂમિ પર તેનું નામ કીર્તિવંત થવા લાગ્યું. બીજું નાટક આપ્યું સ્વામી ભક્ત સામંત યાને વીરદુર્ગાદાસ' ઉક્ત નાટકમાં દેશભક્તિની ભભક ભારોભાર ભરી હતી. આર્યાવર્તની યાત્રા દરમ્યાન તેમના મનમાં ગુલામી દુર્દશા સામેના ઊઠેલા આક્રોશનો એમાં અગ્નિ ભડકે બળતો હતો. ચોટદાર સંવાદો, ચિત્તસોંસરવા ઊતરી જાય તેવા શબ્દો દર્શક-શ્રોતાઓમાં દેશભક્તિની ભાવના જગાડવા સમર્થ સાબિત થવા લાગ્યા. તેમનાં માનસમ્માન થવાં માંડ્યાં. આ નાટક લઈને કંપની તે વખતે અવિભાજ્ય આર્યાવર્તના અંગ ગણાતા કરાંચી શહેરમાં ગઈ અને કરાંચીના પ્રેક્ષકો સમક્ષ ‘વીર દુર્ગાદાસ' ભજવાયું. જનમાનસ પર તેની ધારી અસર થઈ. કરાંચીની અંગ્રેજ પોલીસની આંખ કરડ Jain Education International ધન્ય ધરા થઈ. તેના લેખકની ધરપકડ કરવા પોલીસે કરાંચીના ન્યાયાધીશ મી. રિચર્ડસન પાસેથી કવિ વૈરાટીની ગિરફતારીનું વોરંટ મેળવ્યું તેની જાણકારી કરાંચીના તે વખતના મેયરના ધ્યાન પર આવતાં જ તેમણે જરૂરી એવી તાબડતોબ ગુપ્ત વ્યવસ્થા કરી કવિ વૈરાટીને કરાંચીમાંથી સલામત રીતે વડોદરા મોકલી દીધા . ત્યાં રહી તેમણે નાટ્યસર્જન કર્યા કર્યું. ‘વીર દુર્ગાદાસે' કવિની કલમ પર કીર્તિકળશ ચઢાવી દીધો પછી તો એક પછી એક નાટ્ય કૃતિઓનું સર્જન થતું રહ્યું. રંગભૂમિ પર કવિનાં ગીતો અને સંવાદો છપાતા રહ્યાં. અનેક મોટી નાટ્ય કંપનીઓએ તેમનાં નાટકો તખતા પર રજૂ કર્યાં, જેમાં ‘વીર પૂજન’, ‘વીર હમીર’, ‘દેશદીપક', ‘વલ્લભીપતિ’, ‘મારો દેશ', ‘વિવાદનંદ', ‘બાપા રાવળ', ‘મરદના ઘા', ‘નવજવાન’જેવા રાષ્ટ્રભાવનાને ઝંકૃત કરતાં નાટ્યોએ નવયુવાનોને પ્રેરક બળ પૂરું પાડ્યું હતું. ‘કરિયાવર’, ‘ઉદત પ્રભાત', ‘સમાજનાં કંટક', ‘સમયસર’ જેવાં સામાજિક નાટકોમાં તેમણે સદ્બોધનાં ઝરણાં વહાવ્યાં હતાં. તેથી સમાજમાં પણ આદર પામ્યા કરતા હતા. તેમણે કુલ મળીને ૧૧૭ નાટકો લખી રંગભૂમિને રળિયામણી બનાવી હતી. તેમણે ૧૨૦૦ જેટલાં ગીતો લખેલાં તેમજ ૮ સિનેમા માટે વાર્તા લખેલી. તેમનું નાટક સમ્રાટ ચંદ્રગુપ્ત' કરાંચીમાંથી પ્રગટ થતા ‘ટહુકાર નામના પ્રકાશનમાં છપાયું હતું. તે ઉપરાંત આખ્યાનસંગ્રહ ‘અમૃતાનંદ’ શીર્ષક તળે પુસ્તકરૂપે પ્રગટ થયેલો. મુંબઈ સરકારે તેમને વાર્ષિક રૂપિયા ૨૦૦૦૦નું માનધન આપવાનું શરૂ કરેલું. તે કવિ વૈરાટી સ્વીકારીને રાહતફંડમાં જમા કરાવી દેતા હતા. તેમના લખેલા ‘દુર્ગાદાસ’ નાટકના કુલ મળીને ત્રણ હજાર, બસ્સો પ્રયોગો થયા હતા તે ઘટના નોંધપાત્ર હતી. તેમની ૮૧ વર્ષની વયે વડોદરામાં તેમને સમ્માનવાનો કાર્યક્રમ ૨૦મી સપ્ટેમ્બર, ૧૯૬૮ના રોજ યોજાયો હતો. આ પ્રસંગે તેમણે લખેલું નાટક ‘નારી કે નારાયણી' મયૂર કલામંચ દ્વારા ભજવાયું હતું. કવિ વૈરાટીએ તમામ નાટકો મૌલિક લખ્યાં હતાં. આ સમર્થ નાટ્યકાર અને કવિનો જન્મ તા. ૧૪ ઓગષ્ટ ઈ.સ. ૧૮૮૮ના રોજ થયો હતો. તેમનું નિધન વડોદરામાં ઈ.સ. ૧૯૭૨ના વર્ષમાં થયું હતું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy