SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ માસ્તર આણંદજી સાથે તેમના મોટાભાઈ શ્રી માસ્તર શામળજી હારમોનિયમ માસ્તર તરીકે કાયમ રહેતા બંને ભાઈઓ નાટ્યપ્રદેશમાં ખીલી રહ્યા હતા. તેમાં શ્રી માસ્તર આણંદજીનું નામ મુંબઈની શોખીન પ્રજામાં અને ગુજરાતકાઠિયાવાડમાં મશહૂર હતું. ઈ.સ. ૧૯૧૬થી શ્રી સોરાબજી પહેરવાનજી જેવા બાહોશ ડાયરેક્ટરની દેખરેખ નીચે ધીમે ધીમે કેળવણી લઈ ઈ.સ. ૧૯૨૩ સુધી એટલે કે સાત વર્ષ સારો અનુભવ મેળવ્યો. ત્યારપછી ઈ.સ. ૧૯૨૩ની સાલમાં ‘શ્રી મોરબી આર્ય સુબોધ કંપની’માં એટલે શ્રી છોટાલાલ મૂળચંદની કંપનીમાં પગારના સારા વધારાથી આણંદજીને વધુ અનુકૂળતા મળી. વિક્રમ અને રાતિ'ના ખેલમાં શ્રી લક્ષ્મીકાંત નાટક મંડળીના અજબ ખેલાડી એક્ટર કેશવલાલ, જે ‘કપાતર’ તરીકે પ્રસિદ્ધ થયા હતા. તેનો યોગ થયો અને બંને એક્ટરોએ સાથે રહી કોમેડિયન એક્ટર તરીકે કામ શરૂ કર્યું. એ ‘કબૂતર કપાતર'ની જોડી કોમિક પાત્ર તરીકે નાટ્યભૂમિ પર છવાઈ ગઈ હતી. શ્રી કેશવલાલ શિવરામ જેવા બાહોશ કોમેડિયન એક્ટરની પેરમાં ઊતરનાર શ્રી આણંદજીને પોતાના મધુર બુલંદ અવાજ અને મોહક ચહેરાથી આકર્ષાઈ ‘કબૂતર’નું ઉપનામ મળ્યું અને પોતાની જન્મભૂમિ કાઠિયાવાડને ન વીસરતાં તેણે પોતાનું નામ ‘કાઠિયાવાડી કબૂતર' તરીકે જાહેર કર્યું. આથી દરેક નાટ્યકાર, સાહિત્યકાર અને શિષ્ટ સમાજ તેઓને આ રીતે પિછાનતો હતો. સને ૧૯૨૫માં ‘શ્રી દેશી નાટ્ય સમાજ'માં કોમેડિયન પેર તરીકે ‘કબૂતર–કપાતર'ની પસંદગી કરી અને તેઓને સારા પગારથી રોકી લીધા. આ કંપનીમાં કેળવણીની વધુ અનુકૂળતા મળી. ભાઈ આણંદજીને દેશી નાટક સમાજમાં રહી કાઠિયાવાડી લોકગીતો રેકર્ડમાં ઉતારવાનો અલભ્ય લાભ હીઝ માસ્ટર વોઇસ’ કંપનીએ આપ્યો, કારણ કે એ કંપનીના સંચાલક શ્રી રમાકાંતભાઈ રૂપજીએ કાઠિયાવાડી ગીતો ઉતારવા માટે શ્રી આણંદજીની પસંદગી કરી અને તે પસંદગીને માસ્તર આણંદજીએ ઉચિત ઠેરવી. એમના નામથી એકપણ ગ્રામોફોન ખાલી નહોતું. દરેક ગ્રામોફોન રાખનાર કાઠિયાવાડી કબૂતરનાં ગીતો જરૂર મેળવતો જ. Jain Education International ‘ભમ્મરિયા કૂવાને કાંઠડે’, ‘ઝટ જાઓ ચંદનહાર લાવો', ‘સોહામણી સાડી’, ‘કુંભાર્યાનો સંસાર’, ‘વિધવાનાં આંસુ' અને 'કજોડાની કહાણી' જેવાં અસરકારક અને ભાવભર્યા ગીતો તેમણે રેકોર્ડમાં ઉતરાવ્યાં. હીઝ માસ્ટર વોઇસ કંપની ભાઈ આણંદજીને રૂપિયા એક હજાર પ્રતિ વર્ષ વાર્ષિક વેતન તરીકે આપતી. એ કંપની તરફથી એક સુવર્ણ ચંદ્રક મેળવવાનું માન પણ મશહૂર નટને મળ્યું હતું. 333 કાઠિયાવાડની સમસ્ત પ્રજાને પણ આ પેરના કૉમિકોનો અલભ્ય લાભ લેવાનું કુદરતે નિર્માણ કરતાં ‘શ્રી પાલિતાણા ભક્તિ પ્રદર્શક નાટક મંડળી'ના માલિક શ્રી મણિશંકરભાઈ ભટ્ટે આવા બાહોશ ખેલાડીને આ કંપનીમાં મુંબઈના મળતા પગા૨ે આમંત્રણ આપ્યું અને તે સ્વીકારી તેઓ બંને કંપનીમાં જોડાયા અને તેથી જ રાજકોટ, જામનગર વગેરે શહેરોની પ્રજાએ આ પેરનાં કોમિકો જોવા-સાંભળવાનો લહાવો લીધો હતો. ભાઈ આણંદજીની એક્ટિંગ અને તેમની કુદરતી મનોભાવના પ્રેક્ષકોને હેરત પમાડી દેતી. વીસમી સદીની સંપૂર્ણ બદીની તેઓ પોતાના ખેલમાં અજબ ઝાટકણી કરતા. તેઓને પ્રભુએ જ ગૌર વર્ણ અને સુંદર ચહેરો કેમ જાણે શોધીને જ બક્ષિસ કર્યાં હોય એમ રંગભૂમિ પર અજબ ખેલાડી તરીકે ગણાતા એક્ટરોમાં ભાઈ આણંદજીનું નામ પ્રથમ પંક્તિમાં આવતું. ‘ઝટ જાઓ ચંદન હાર લાવો, ઘૂંઘટ પટ નહીં ખોલું' અને ‘ભારી બેડાં ને હું તો નાજુકડી નાર કેમ કરી પાણીડાં ભરાય, ભમ્મરિયા કુવાને કાંઠડે' અતિ લોકપ્રિય થયેલાં તેમનાં ગીતો હતાં. નાટ્યકાર અને કવિ વૈરાટી' પ્રાચીન સમયમાં વૈરાટનગર તરીકે પંકાયેલા નગર અને આજના ધોળકા તરીકે ઓળખાતા નગરમાં ગૌરીશંકરનો જન્મ. જન્મ પછી માતાએ વિદાય લીધી. શિશુને આશારામ રાવળે પોતાના ગુરુ અચ્યુતાનંદજીને સોંપી પોતે સંસારથી પરજીવનનો પંથ પકડેલો. ગૌરીશંકરનું શિક્ષણ શરૂ થયું. વર્નાક્યુલર ફાઇનલ તરીકે ઓળખાતી પરીક્ષા પસાર કરી સાધુતાનો સ્પર્શ જન્મની સાથે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy