SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ ધન્ય ધરા સૌ પોતપોતાનો સ્વધર્મ પાળે છે તથા નીતિથી વર્તે છે ત્યારે તેમણે રજા આપી. તેથી શરૂઆતમાં રૂ. ૯ના પગારથી દયાશંકર નીતિદર્શક નાટક કંપનીમાં રહ્યા. તેમાંથી ચડતાં ચડતાં છેક રૂા. ૬૦ના પગાર સુધી આવ્યા. “કામસેન રસિકા'ના ખેલમાં તેમણે રસિકાનો પાઠ ભજવીને એકવાર આખી મુંબઈ નગરીને પોતા પાછળ ઘેલી કરી મૂકી. સ્ત્રી પાત્ર તરીકે તેઓ એવો ઉત્તમ ભાગ ભજવતાં કે અજાણ્યા આ ખેલાડી પુરુષ નહીં પણ સ્ત્રી જ છે, એમ હોડ બકતાં, દયાશંકરની આવી ચાલાકી જોઈને બીજી એક કંપનીવાળાએ આ કંપનીના વખત ઉપરાંત પોતાને ત્યાં પાઠ ભજવવા માટે રૂા. ૬૦નો બીજો પગાર કરીને રાખ્યા એટલે એકંદરે તેમને દરમાસે રૂા. ૧૨0નો પગાર મળવા લાગ્યો તે ઉપરાંત સારી રીતે ઇનામ-અકરામ મળતું તે તો જુદું. બીજી કંપનીમાં તેમણે પુરુષપાત્ર તરીકે પણ સારી યોગ્યતા બતાવી તેથી જેઓ એમ ધારતા હતા કે દયાશંકર માત્ર સ્ત્રીપાત્ર તરીકે જ ઉત્તમ કામ કરી શકે છે તેમણે પોતાની ભૂલ સુધારી અને તેથી દયાશંકર એક કુશળ ખેલાડી તરીકે મુંબઈમાં મશહૂર થયા. દયાશંકરે સ્ત્રીપાત્ર તરીકે અને તેમાં ખાસ કરીને કામસેન રસિકા'ના ખેલમાં રસિકા તરીકે બહુ જ નામના મેળવી હતી. મુંબઈના લોકોમાંનાં ઘણાંખરાં લોકો તે કાળે તેમનું નામ જાણતાં નહોતાં, પણ “લોકપ્રિય રસિકા' એવા નામથી તેમને ઓળખતાં હતાં. એ સમયમાં સારી રકમ ઉપરાંત તેમને શેઠ–શાહુકારો તરફથી ઘણી સારી બક્ષિસો મળતી અને તેથી જો તેઓને મોસાળ પક્ષના કુટુંબ કલેશનો કોર્ટનો એક કેસ કે જેમાં રૂપિયા વીસથી પચીસ હજાર ખર્ચાઈ ગયા છતાં પણ એ કેસ તેમની વિરુદ્ધમાં ગયો અને તે જ કારણથી તેમના માતુશ્રીને અને તેમના કારણથી એમને પોતાને મુંબઈ છોડવાની ફરજ પડી. મુંબઈની પ્રજાનું આટલું માન, આટલી પ્રીતિ, આટલી આવક અને જાહોજલાલી છોડી. દયાશંકરને એક માતૃપ્રેમથી મુંબઈથી જવું પડ્યું. દયાશંકરમાં માતૃપ્રેમ અને સત્કારરૂપી મોટો સગુણ હતો. મુંબઈમાં ઘણો સમય રહેવાથી તેમના પર ઘણાક સારા સારા ગૃહસ્થોની મહેરબાની થઈ હતી તેમાં તેમના પર અત્યંત કૃપા રાખનાર બે ગૃહસ્થોમાંનાં એક ખંભાતનિવાસી પાટીદાર શેઠ છોટાલાલ મૂળચંદ અને બીજા ડૉક્ટર પોપટભાઈ પ્રભુરામ વૈદ્ય એલ. એમ. એન્ડ એસ. જે. પી. હતા, જેમણે તેમની દરેક સ્થિતિ જોઈ હતી તથા તેમાં તેઓ તેમના મદદગાર તરીકે રહ્યા. તંગ સ્થિતિમાં પણ જેઓ સ્નેહ અને નાતો જાળવે. નોકરીમાંથી રજા મળ્યા પહેલાં દયાશંકરે શેઠ છોટાલાલ મૂળચંદના માળામાં ભોંયતળિયે એક કોટડી ભાડે લીધી હતી, ત્યાં તે વારંવાર આવતા જતા. શેઠને ઈશ્વરભક્તિનાં ગાયનો ઉપર પ્રેમ હોવાથી નવરાશની વેળાએ તે દયાશંકર પાસે ગવરાવતાં. જ્યારે નોકરીમાંથી મળેલી રજાને લીધે નિરાશ અને ઉદાસ થયેલા દયાશંકરને શેઠે જોયા ત્યારે તેમને બહુ દિલાસો આપી પોતાની દુકાન પર નોકરી આપવા જણાવ્યું પણ તે વાત ન સ્વીકારતાં તેમણે તો સ્વતંત્ર અને શુદ્ધ ગુજરાતી નાટક કંપની' કરવા અર્થે ‘સાધયામિ ના દેહ પાતયામિ' એવો છેલ્લો નિશ્ચય જણાવ્યો. છેવટે તે વાત પણ શેઠ છોટાલાલે કબૂલ કરીને પૈસાની મદદ આપવા કહ્યું. મુંબઈના પ્રસિદ્ધ વિદ્વાન શહેરી ઝવેરીલાલ ઉમયાશંકર યાજ્ઞિકના મુરબ્બીપણા હેઠળ દયાશંકરે “મુંબઈ ગુજરાતી નાટક મંડળી’ સં. ૧૯૪પમાં સ્થાપી. ડૉ. પોપટભાઈએ નાટક લખી આપવાનું કબૂલ કર્યું. સં. ૧૯૪પના વૈશાખ સુદિ ૩ને દિવસે એ કંપનીનો પાયો નખાયો. મેનેજર તરીકે દયાશંકરે ઉત્તમ યશ મેળવી કંપનીને ઉત્તમ સ્થિતિમાં મૂકી. તેઓ પ્રથમ જૂનાગઢમાં અને ફરી માધુપુરમાં પરણ્યા હતા. પ્રથમ સ્ત્રીથી તેમને એક શંભુપ્રસાદ નામે પુત્ર હતો. ખાસ શંકર પ્રત્યે તેમની પ્રીતિને લીધે જ પુત્રનું નામ શંભુપ્રસાદ રાખ્યું જ તેઓ ધર્મચુસ્ત, સ્વદેશપ્રેમી, પરોપકારી અને વિદ્યા તથા વિદ્વાનો તરફ પ્રેમ ધરાવનાર એક બાહોશ નાટ્યકાર હતા. માસ્ટર આણંદજી પંડ્યા કાઠિયાવાડી કબૂતર'એ નામથી અજાણ્યું ભાગ્યે જ કોઈ હશે. એ કાઠિયાવાડી કબૂતર તે ભાઈ આણંદજી ભગવાનજી પંડ્યા. સાહિત્ય વાડીમાં જેના ગેબી સૂરો છલકેલા. લીમડા ગામના મૂળ વતની અને ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો સમવાયની ગણાતી જ્ઞાતિના કારોલિયા પંડ્યા. ભગવાનજી લીલાધર પંડ્યાના પુત્ર થાય. ભાઈશ્રી આણંદજીનો જન્મ સંવત ૧૯૬૧ એટલે ઈ.સ. ૧૯૦૫માં મોતીબાની કૂખે લીમડા મુકામે થયેલ હતો. • તેમાં તેઓ હતા, જેમાં જરાય વૈધ Jain Education Intemational ducation Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy