SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ લીધી ત્યારે ગુજરાતે અભિનેતા, સંગીતકાર, દિગ્દર્શક અને ગાયક ગુમાવ્યો. તેમનું ‘સૂરદાસ’ નાટક તિલક મહારાજે પણ જોયું હતું. તેમને બિરદાવ્યા હતા. બનારસમાં મધુસૂદન મહારાજશ્રીએ ‘સૂરદાસ' જોઈ તેમને આશીર્વાદ આપ્યા હતા. દયાશંકર વસનજી દયાશંકરભાઈનો જન્મ સં. ૧૯૨૧ના કાર્તિક સુદિ ૧૦ના રોજ સૌરાષ્ટ્રની રાજધાની જૂનાગઢમાં ગિરનારા બ્રાહ્મણજ્ઞાતિમાં વિશનજી પ્રાગજીને ત્યાં થયો હતો. નાનપણથી જ કેટલાંક બાળકોની તીવ્ર બુદ્ધિ જોઈ તપાસતાં લોકો ઉત્તમ ભવિષ્ય ભાખે છે તેમ દયાશંકર માટે પણ થયું હતું. પાંચ વર્ષની ઉંમરથી તેમને ગાયનનો શોખ લાગ્યો. તેમની જ્ઞાતિના કેટલાક ગવૈયા લોકોના સહવાસથી સૂરદાસ વગેરે મહાત્માઓનાં ઈશ્વરભક્તિનાં ઉત્તમ પદો' તે બોલતાં શીખ્યા. એટલી નાની ઉંમરે મધુર કંઠથી સુંદર બાળક તાલસૂર પ્રમાણે ગાય, તે સાંભળી કોને આનંદ ન થાય. તેથી ઘણાં લોકો તેમને માન આપીને તેમની પાસે ગાયન ગવરાવતાં ત્યાર પછી તેમણે એક સારા ગવૈયા પાસે ગાયનકળાનો અભ્યાસ પણ કર્યો હતો. ગાયનના શોખીન સાથે સ્કૂલની કેળવણીની પણ તેમણે શરૂઆત કરી હતી. ૧૧ વર્ષની ઉંમરે તેમણે ચોથું ધોરણ પાસ કર્યું. દયાશંકર ૧૧-૧૨ વર્ષની ઉંમરે ‘અરજી રિપોર્ટ' લખતા અને પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબની ઓફિસમાં ઉમેદવારી કરતા. એજ સમયમાં તેમણે સ્કૂલ છોડી તે વખતે પાંચમું-છઠ્ઠું ધોરણ અંગ્રેજી વગર જુદું શીખવાતું નહીં અને શીખવવાની દયાશંકરના મામા વગેરે કે જેમને ત્યાં તેમણે પોતાનું બાળપણ ગુજાર્યું તેમની મરજી નહોતી. જૂનાગઢમાં ગિરનારા બ્રાહ્મણો મુખ્યત્વે યજમાનપ્રવૃત્તિ કરતા. તેથી કોર્ટમા ઉમેદવારી ઉપરાંતનો સવારનો વખત તેઓ તેમાં ગુજારતા અને એવી રીતે બંને ધંધામાંથી કમાણી થતી. તેઓએ કોઈ સંસ્કૃત પાઠશાળામાં અધ્યયન કર્યા વિના યજમાનપ્રવૃત્તિ કરનાર બ્રાહ્મણોને જ જરૂરજોગું ભણવાનું હોય Jain Education International ૩૩૧ છે તે બીજાઓ પાસેથી સાંભળી સાંભળીને પોતાની ઊંચી સ્મરણશક્તિ અને બુદ્ધિથી શીખી લીધું હતું. રામભાઈ' નામે એક નાટકકાર કચ્છ કાઠિયાવાડમાં આવ્યા હતા. તેનાં નાટકો જોવાથી તે તરફના કેટલાક જવાન છોકરાઓને નાટકનો શોખ લાગ્યો. તેમાંના દયાશંકર પણ એક હતા. તે નાટકકારના જવા પછી તેના અનુકરણરૂપે જૂનાગઢના સારસ્વત બ્રાહ્મણોએ એક નાટક કંપની કરી. તેમાં દયાશંકર પણ જોડાયા. જૂનાગઢના મર્હુમ નવાબ બહાદુરખાનજીએ નાટક કંપનીની પાસે એક ખાસ ખેલ કરાવ્યો. તેમાં કંપનીને યોગ્ય ઇનામ આપ્યાં. ઉપરાંત દયાશંકરને ખાસ તેની ચાલાકી જોઈને જુદું ઇનામ આપ્યું. નાટકવાળાઓએ તેમની પાસેથી લઈ લેવા પ્રયત્ન કર્યો. એજ તકરારમાં તેમણે એ કંપની સાથેનો પોતાનો સંબંધ છોડ્યો. પાછળથી પોતે એક મોટી નાટક કંપનીના મેનેજર થયા, ત્યારે પોતાને થયેલો એ ગેરઇન્સાફ ધ્યાને લઈને “એક્ટરોને મળેલા ખાસ ઇનામ પર કંપનીનો હક્ક નહીં' એવો ધારો રાખ્યો. સં. ૧૯૩૪ની સાલે તે પ્રદેશમાં એક સખત દુકાળ પડ્યો અને તેજ સાલમાં એમના પિતા ગુજરી ગયા. આ પ્રસંગે એમને ગાયનવિદ્યા ગુજરાનનું એક સાધન થઈ પડી. સં. ૧૯૩૫ની સાલે તેમને મોસાળ પક્ષની કંઈ સંસારી ખટપટને લીધે તેમનાં માતુશ્રી અને મામા સાથે મુંબઈ આવવાની જરૂર પડી. ગ્રાંટ રોડ પર થતાં નાટકો જોવાની ઇચ્છાથી તેઓ રાતના ૧૧ વાગ્યા સુધી એક રાત્રે નાટકશાળા બહાર ઊભા રહ્યા હતા ત્યારે એક ગૃહસ્થે તેમને આઠ આનાની ટિકિટ આપી. તે વખતે મુંબઈમાં પહેલો ‘સીતાહરણ' અધૂરો ખેલ તેમણે જોયો. તેની સાથે સરખાવતાં પોતે જે ખેલો કરતાં તે તેમને તુચ્છ બાળખેલ જેવા લાગ્યા. ત્યારપછી તેમને એક અંધ હિન્દુસ્તાની ગવૈયાનો સહવાસ થયો. તેથી તેમની ગાયનકળામાં સારો સુધારો થયો. તેમનું ઉત્તમ ગાયન સાંભળીને પાડોશમાં રહેનાર એક માણસે તેમને નાટકમાં રહેવા સૂચના કરી, પરંતુ નાટકમાં રહેવાને તો પૈસા આપવા પડે! એ તેમની ભૂલ ભરેલી સમજણથી તેઓ ડરતા હતા. એ ભૂલ જ્યારે પાડોશીએ સુધારી અને પગાર મળવાનું કહ્યું, ત્યારે તેઓ ખુશ થયા પરંતુ નાટકમાં રહેનાર માટે લોકો ખોટો વિચાર રાખે છે. નાટકમાં રહેવું એ ‘નીકળી જવા' જેવું ગણાતું, તેથી તેમના વાલીઓએ તેમાં વાંધો લીધો, પરંતુ જ્યારે પાડોશીએ તેમને સમજાવ્યું કે આ તો આબરૂદાર શેઠની કંપની છે અને તેમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy