SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ 330 અંગ્રેજી ભણતર ભણ્યો. કિશોરવચથી જ ગાવાનો માવો. કંઠમાં કુદરતે મીઠાશ મૂકેલી. સૌને સાંભળવું ગમે. વાંકાનેરના રાજકવિ સુંદરજી નથુરામ શુક્લને લવના કંઠે આકર્ષ્યા હતા. એક વખત સારાએ સૌરાષ્ટ્રમાં બેરિસ્ટર તરીકે જેમની બોલબાલા હતી. એવા સીતારામ પંડિત વાંકાનેર રાજ્યના મહેમાન થયેલા. પોતે સંગીતના મર્મજ્ઞ કવિ લવજીને લઈને પૂગ્યા. પંડિતજીના ઉતારે ભવ પાસે ગવરાવ્યું, તેના ગળચટ્ટા ગળાની મીઠાશ માણીને બેરિસ્ટર રાજીરાજી થઈ ગયા ને તેને રૂપિયા વીસ આપી ધન્યવાદ આપ્યા. વાત વાવડાની જેમ વહેતી થઈ. કાઠિયાવાડનાં પોરબંદર, પાલિતાણા, રાજકોટ, મોરબી વગેરે રાજ્યો તરફથી લવજીને તેડાં આવવાં માંડવાં. વજ્ર ગીત સંગીતના માધુર્યથી મુગ્ધ કરીને ઇનામ અકરામ લેવા માંડ્યો. વાંકાનેરના બે ત્રંબકભાઈ. બન્નેની નાટક કંપની એટલે નાના-મોટા ત્રંબક તરીકે ઓળખાય. તેમને કાને લવના કંઠની મીઠાશની વાત પૂગી. વાંકાનેર આવીને લવજીના પિતા સાથે વાત કરી અને સુરત આવવાનું આમંત્રણ આપ્યું. પિતા અને બહેન સાથે લવજી સુરત પહોંચ્યો. લવજી નાટક કંપનીમાં ઠરીઠામ થાય ન થાય ત્યાં સુધી તેમનું અવસાન થયું, પણ કાકાની હૂંફ મળતાં તેણે પ્રગતિનો પંથ પકડ્યો. સુરતથી કંપની અમદાવાદ આવી. આનંદભુવન થિયેટરમાં નરસિંહ મહેતા' નાટકનું બોર્ડ મુકાયું. તેમાં બવાએ શામળશાની ભૂમિકા ભજવી. તેમાં અભિનયનો આગવો ઉજાશ પાથરી ભાગ્યના દરવાજા ઉઘાડ્યા. ઈ.સ. ૧૯૦૬ના વર્ષમાં બન્ને ત્રંબક ભાગીદારો છૂટા પડ્યા. નાના ત્રંબકભાઈએ ‘મીરાંબાઈ' નાટકમાં લવજીને કૃષ્ણની ભૂમિકા આપી તેમાં લવજી સાંગોપાંગ પાર ઊતર્યા. બિલ્વમંગળ ઉર્ફે સૂરદાસ’ નાટક તખતા પર મૂક્યું. તેમાં સૂરદાસની ભૂમિકામાં લવજીએ અભિનયની અદ્ભુત કળા દાખવી પ્રેક્ષકોને આશ્ચર્યચકિત કરી દીધા. કંપની મુંબઈ ગઈ ને ‘સૂરદાસ’ની પાછળ મુંબઈ ઘેલું થયું. એના કંઠમાંથી જ્યારે ગીતના શબ્દો સરતા : આંખ વિના અંધારું સદાય મારે આંખ વિના અંધારુ દાસ પરે દયા લાવો રે દયાળુ ! દાસ પરે દયા ભાવ હૈ.” એ ગીતોએ અનેકની આંખો ભીની કરાવી હતી. મુંબઈમાં Jain Education International ધન્ય ધરા અન્ય આઠ નાટક કંપનીઓ પોતાના ખેલ ભજવતી હતી પણ ‘સૂરદાસ ત્રણ મહિના સુધી ઈ.સ. ૧૯૧૦ના વર્ષમાં ટૂંકી બિમારી બાદ કંપનીના માલિક ત્રંબકલાલ રામચંદ્ર ત્રવાડીનું વાંકાનેરમાં અવસાન થયું. તે પછી કંપની ત્રણ ચાર વરસ ચાલીને બંધ પડી ગઈ. લવજીભાઈનો ચાહકવર્ગ વડોદરામાં વિશાળ હતો. તેમણે પત્રો લખી વડોદરા બોલાવી. કંપની ઊભી કરવા આગમ સાથે ત્રીસ હજાર રૂપિયાની રકમ હાથમાં મૂકી. લવજીભાઈએ તેમાંથી પંદર હજાર પરત કરી પંદર હજારમાંથી કંપની ઊભી કરી નામ રાખ્યું ‘સુરવિજય નાટક સમાજ'. કંપનીએ ઇન્દ્ર-ગર્વમંડન' નાટકથી મંગળ પ્રારંભ કર્યો, જે જોનાશએ આવકાર્યો, સુરતથી કંપની મધ્યપ્રદેશમાં ઊતરી ઇંદોરમાં ‘સૂરદાસ’ નાટકે ભારે ચાહના પ્રાપ્ત કરી. ત્યાંથી કંપની સિંધ–હૈદ્રાબાદ પૂગી. ત્યાંથી કરાંચી ‘સૂરદાસ'ની ભૂમિકા સૌના ચિત્તમાં છપાઈ રહેવા લાગી. કંપની મુલતાનમાં મુકામ કર્યો. 'ભક્ત પ્રહલાદ' નાટક રજૂ કર્યું. ત્યાનાં મુસ્લિમ બિરાદરો અને મૌલવી સાહેબો સવજીભાઈની અદાકારીથી આનંદ પામીને તેમણે લવજીભાઈને ‘સુવર્ણચંદ્રક'થી નવાજ્યા. પછી તે અમૃતસર, આગ્રા, અલાહાબાદ, દિલ્લી, કાનપુર, લખનૌ જેવાં મહાનગરોનાં માણસોનાં મનોરંજન કરી દેશભરમાં લવજીભાઈએ અદ્ભુત ચાહના પ્રાપ્ત કરી. કાશ્મીરના મહારાજાએ પંદર હજાર રૂપિયા આપીને તેમની કલાને સમ્માનિત કરી અવર કપૂરથલા, ઝાલાવાડ જેવા દરભંગા, છતરપી, બનારસ તમામ રાજવીએ લવજીભાઈને સમ્માનિત કરી ચંદ્રક અર્પણ કર્યા હતા. ભારતભરનાં અનેક શહેરો અને નગરમાં નાણું અને નામના પ્રાપ્ત કરી કંપની મુંબઈ અને પૂનામાં નાટકો ભજવી ઇંદોરમાં ઊતરી જ્યાં લવજીભાઈ ગયા ત્યાં કીર્તિ અને કલદાર મળતા રહ્યાં. ઇન્દોરમાં લવજીભાઈની તિબયન અતિ પરિશ્રમને કારણે બગડી. કંપની અન્યને સોંપી અમદાવાદમાં આવેલા. સારવારને લઈ તબિયતમાં સુધારો થતાં વાંકાનેર ગયા. સારા થઈને ઇંદોર ગયા. કંપની સમેટી જે રકમ આવી ને બધાની વચ્ચે વહેંચી. પોતે કંઈ પણ લીધા વગર વતનમાં આવ્યા ને નિવૃત્ત જીવન પસાર કર્યું. તા. ૧૧-૯-૧૯૫૬ના દિવસે પોતાની વનલીલા સંકેલી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy