SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ જ્યારે કવિશ્રીને મોરબીમાં નોકરી હતી ત્યારે શેઠ વનેચંદભાઈ પોતાના વતન–મોરબીમાં જ રહેતા હતા. નિત્ય સમાગમ અને બંનેના પૂર્વ સંસ્કાર હોવાથી તેમની વેદાંતમાર્ગ તરફ અભિરુચિ થઈ. શેઠને ત્યાં એક આત્મારામના ઘેર મહાત્મા આવેલા હતા. તે વિદ્વાન સ્વામીની પાસે આ બન્ને મિત્રોએ ‘વિચાર સાગર' નામે વેદાંતના મહાનગ્રંથનું અધ્યયન કરવા માંડ્યું. આ બન્ને પુરુષોમાં અંતઃકરણમાં આત્મજ્ઞાનનું બીજ તો મૂળથી જ રોપાયેલું હતું. તેને સત્સંગરૂપી શીતળ અને મિષ્ટ જળના સિંચનથી સારી સહાયતા મળતાં તરત તે ઉત્તમ જ્ઞાન અને સુવિચારના મહાન વૃક્ષરૂપ થયું. ત્યારબાદ કવિશ્રીને અચ્યુતાનંદ નામે મહાત્મા સાથે ગાઢ સંબંધ રહ્યો હતો તેથી તે સ્વામીજીને કવિએ જિંદગીપર્યંત પોતાના ગુરુરૂપ માન્યા હતા. મહાત્માને જૂની સંસ્કૃત કેળવણી ગુરુસેવાથી કેવળ વિના મૂલ્ય પ્રાપ્ત થતી. ગમે તેવો ગરીબ વિદ્યાર્થી પોતાની મરજી પ્રમાણે સર્વોત્તમ કેળવણી લઈ શકતો. એ પ્રમાણે વાઘજીભાઈ માટે કેળવણીના ખર્ચના કારણસર આગળ વધવાનું અશક્ય થઈ પડ્યું. કુટુંબના ભરણપોષણની ચિંતા પણ કેટલેક અંશે તેમના પર હોવાથી અભ્યાસમાં આગળ વધવાની ઘણી ઇચ્છા છતાં પણ અભ્યાસ છોડવાની તેમને ફરજ પડી. તેમણે લીધેલી મેટ્રિક સુધીની કેળવણીથી પણ ઘણું સારું જ્ઞાન મેળવ્યું હતું. તેમ તે સમયનું મેટ્રિક સુધીનું જ્ઞાન ઘણું પરિપક્વ મેળાવનું હતું અને એ પરીક્ષા પાસ કરનારને તે કાળે સારી પ્રતિષ્ઠા મળતી હતી. ઉપલાં કારણોને લીધે કવિશ્રીને અભ્યાસ છોડવાની જરૂર પડતાં તેમને મોરબીની અંગ્રેજી સ્કૂલમાં આસિસ્ટન્ટ માસ્તર તરીકેની નિમણૂક મળી. નોકરીમાં દાખલ થયા પછી નિવૃત્તિનો સમય તેઓ વિદ્યાવ્યસનમાં જ ગાળતા અને પોતાની મૂળ વિદ્યા તરફની અભિરુચિ પ્રમાણે તેઓ નાના લેખો અને કવિતા લખવામાં કરતા. ત્યારપછી તેમણે જામનગરની અંગ્રેજી સ્કૂલમાં બદલી થઈ ત્યાં થોડા વખત રહીને પાછા તેઓ મોરબીની અંગ્રેજી સ્કૂલમાં જોડાયા અને ત્યાં પોતાના વતનમાં તેમની શારીરિક સ્થિતિ બહુ નબળી થઈ અને ઉત્તરોત્તર વખત વીતવા સાથે તંદુરસ્તીમાં વધારો થતો ગયો. તેને કારણે માત્ર દસ વર્ષ જ નોકરી કરીને તેમને પેન્શન લેવાની ફરજ પડી. નોકરીની ફરજ દૂર થયા પછી તેમણે વિદ્યા અને ધર્મ વિષયમાં ચિત્ત લગાવ્યું. તેમણે વિશુદ્ધ રહેણીકરણી જોઈને મોરબીના નામદાર ઠાકોરને સાથે લઈ શેઠ પોપટભાઈ મોતીચંદ સહિત કવિએ કાશી, પ્રયાગ, હરદ્વાર, બદ્રિકાશ્રમ, ગયા, જગન્નાથ વગેરે આર્યોનાં પવિત્ર પુણ્યસ્થળોની યાત્રાઓ કરી હતી. કવિએ વેદાંતનો પરિપૂર્ણ Jain Education International. ૩૨૯ અભ્યાસ કર્યો હતો. તેમનું ચિત્ત ભક્તિમાર્ગ અને કર્તવ્ય ભૂમિકા તરફ વિશેષ મળ્યું હતું. તેઓ ઘણીવાર કહેતા કે “વેદાંત જ્ઞાનની સાથે ચિત્ત-શુદ્ધિ માટે નિત્યકર્મની પણ મનુષ્યને ઘણી જરૂર છે. દયા, દાન, મૈત્રી અને મધુરવાણીએ ચાર વસ્તુઓનો મનુષ્ય મરણપર્યંત ત્યાગ કરવો ન જોઈએ, કારણ કે એમનો ત્યાગ કરવાથી મેળવેલું જ્ઞાન અફળ જાય છે.'' પુણ્યકાર્યમાં હંમેશાં તેઓ ઉદાર ચિત્તથી વર્તનારા હતા. તેઓ સ્વભાવે આનંદી અને મિલનસાર હતા અને તેમનામાં એવી કંઈ અદ્ભુત આકર્ષક શક્તિ હતી કે એકવાર જ માણસ તેમને મળ્યા હોય અને તેમના મુખનાં અમૃતમય વચનો સાંભળ્યાં હોય તો વારંવાર તેમને મળવાની ઉત્કંઠા થતી. કવિશ્રીને સુપાત્ર સાધુસંન્યાસીઓ તરફ અપૂર્વ પ્રેમભાવ હતો. તેથી તેઓ વેદાંત-શ્રવણ અર્થે અને સદુપદેશ ગ્રહણ કરવા માટે એવા મહાત્મા પુરુષોને હંમેશાં પોતાની સાથે મંડળીમાં રાખતા હતા એટલે કે એવા એક બે મહાત્માઓ તો તેમના સમાગમમાં સદા રહેતા જ હતા. એમના બંધુ અને કંપનીના મૂળજીભાઈ પણ કેવળ પોતાના વડીલ બંધુને પગલે ચાલનાર–તેવા જ ઉદાર, સદાચારી પુણ્યકાર્યોમાં પ્રીતિવાન અને અચળ ધર્મશ્રદ્ધાવાળા પોતાની કંપનીના તમામ માણસોની નીતિરીતિ અને સદાચાર પર પૂરતું લક્ષ આપી તથા તેમને સદુપદેશ આપી સાચો માર્ગ પ્રવર્તાવનાર કે સદાચાર અને નીતિમાં મૂળજીભાઈની કંપની ખરેખર બીજી કંપનીવાળાઓને દાખલો લેવા યોગ્ય હતી. કવિની તબિયત બહુ જ નબળી હતી અને દિનપ્રતિદિન તેમનું શરીર વધારે ક્ષીણતાને પ્રાપ્ત થતું હતું. તેથી છેવટે સંવત ૧૯૫૨ની સાલના પોષ વદ ૧૩ને દિવસે તેમણે વઢવાણમાં દેહત્યાગ કર્યો. લવજીભાઈ મયાશંકર ત્રિવેદી જવાંમર્દ ઝાલા રાજવીઓની રાજધાની વાંકાનેર મચ્છુકાંઠા તરીકે ઓળખાતો મધ્ય કાઠિયાવાડનો આ પ્રદેશ. અદ્લ ઇન્સાફના આગ્રહી રાજ અમરસિંહજીનું રાજ તપે. એ સમયમાં મયાશંકરભાઈ ત્રિવેદીના ખોરડે ઈશુના અઢારસો સત્યાવીશના વર્ષમાં પુત્રનું પારણું બંધાયું. વિધાતાએ છઠ્ઠીના લેખ લખ્યા. નામ પાડ્યુ લવજી. લવજી મોટો થતાં નિશાળે બેઠો. બે ત્રણ ગુજરાતી, થોડું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy