SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ ધન્ય ધરા અભ્યાસમાં કવિ જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ તેમની ઉત્કૃષ્ટ બુદ્ધિ તથા પોતાના પાઠ્યકર્તવ્ય વિશેની કાળજી જોઈને તેમના શિક્ષકો તેમના તરફ બહુ ચાહના ધરવા લાગ્યા. તેમણે સ્વભાષાની કેળવણીનાં શરૂઆતનાં ધોરણ પૂરાં કર્યા, તે પહેલાં તો તેમની ૧૨ વર્ષની નાની વયમાં તેમના પિતાશ્રી સ્વર્ગવાસી થયા, તથાપિ તેમના વડીલ બંધુ ઈશ્વરભાઈની છાયામાં રહીને તેમણે પોતાનો અભ્યાસ આગળ ચલાવ્યો; આ સમયે તેમના નાના બાંધવ મૂળજીભાઈની ઉંમર ૭ વર્ષ હતી. કવિની ગુજરાતી કેળવણી ધોરાજીમાં જ પૂર્ણ થયા પછી પાંચ વર્ષપર્યંત તેમણે ગોંડલમાં અંગ્રેજી અભ્યાસ કર્યો. હંમેશાં સારી બુદ્ધિનાં સગુણી બાળકો તરફ આસપાસના સુવિચારવાળા સદ્ગૃહસ્થોની સારી લાગણી ઉત્પન્ન થાય છે, તે પ્રમાણે વાઘજીભાઈ તરફ તેમના શિક્ષકો વગેરેની સુવૃત્તિથી નામદાર ગોંડલ ઠાકોર સાહેબ તરફથી તેમને સ્કોલરશીપ મળી. આ વખતે આખા કાઠિયાવાડ પ્રાંતમાં હાઇસ્કૂલમાં દાખલ થયા અને અભ્યાસની ખંતથી દરેક વખતે સારી ચાલાકી બતાવી. બરાબર વખતસર તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી. હવે આગળ કયો રસ્તો લેવો તે વિષે ગૂંચવણ થઈ. તે કેળવણી ઘણી જ ખર્ચાળ હોવાથી ગરીબ અને સાધારણ માણસોને તે બહુ બોજારૂપ થઈ અને તેથી જ એવા માણસો કેળવણીમાં આગળ વધી શકતા નહીં. એથી ઊલટું, આપણા સાહેબના ટૂટર તરીકે નીમ્યા. તેમણે બે વર્ષ સુધી ખંતથી કામ કર્યું દરમ્યાન વખતમાં તેમનું નાટકના વિષય તરફ ચિત્ત દોરાયું, કારણ કે નાટક જેવી ઉત્તમ ઘટના, તેની અધોગતિ જોઈને તેમને ખેદ થયો. એ સમયે એ તરફનાં નાટકમાં જનારાં લોકો કેવળ નીકળી ગયેલાં અને નીતિભ્રષ્ટ આચારવિચારનાં બહુધા જોવામાં આવતાં. કોઈ નાટકોના પ્રયોગો સારા નીતિદર્શક નહોતાં, તો કોઈમાં તેનાં પાત્રો અને વ્યવસ્થાપકો સુમાર્ગમાં જનારા લોકો નીકળી ગયેલા અને નીતિભ્રષ્ટ આચારવિચારનાં બહુધા જોવામાં આવતા. તો કોઈમાં તેનાં પાત્રો અને વ્યવસ્થાપકો બોધ આપનાર નહોતા, કારણ કે નાટ્ય શાસ્ત્રનો કેવળ અજ્ઞાન લોકોએ જ માત્ર પૈસા કમાવવા અથવા શોખ પૂરો પાડવાની ખાતર જ નાટકનો ધંધો અખત્યાર કર્યો હતો અને તેમાંના ઘણાં ખરાં આબરૂ તેમજ પૈસા ટકામાં ખુવાર થઈ જતાં હતાં. એવા સમયમાં આ સાધુ પુરુષના મનમાં નાટ્ય- વિદ્યાનો ઉદ્ધાર કરવાનો વિચાર આવ્યો તેથી તેમણે “મોરબી આર્યસુબોધ નાટક મંડળી' એ નામની કંપની પોતાના કુટુંબી અને ઓળખીતા ઉચ્ચ વર્ણના શુદ્ધ આચારવિચારવાળા બ્રાહ્મણ વગેરે પ્રતિષ્ઠિત માણસોને મેળવીને સ્થાપી અને તેને ભજવવા માટે નાટકો પોતે તૈયાર કરી આપ્યાં. સુવિચારથી તે પ્રમાણે આ પુરુષે પણ કર્યું અનેક મનુષ્યોનું ભલું કરવા ઇચ્છનારે પોતાની ચિંતા તો રાખવી જ ન જોઈએ. તે તો એની મેળે જ મળી રહે એવા ઊંચા વિચાર સાથે તેમણે આરંભ કર્યો. ઉક્ત કંપની તેમના સગુણ વિદ્વતા અને બાહોશીને લીધે જગદીશ્વરની દયાથી ઉત્તરોત્તર ઉન્નતિને જ પ્રાપ્ત થઈ ગઈ. તે કંપનીની બરાબરી કરી શકે એવી થોડી જ કંપનીઓ તે વખતે આર્યાવર્તમાં હશે. આ કામમાં વાઘજીભાઈને તેમના સહોદર બાંધવ મૂળજીભાઈની મોટી સહાયતા હતી. લાંબી મુદતથી જેઓ સદરહુ કંપનીને મોટા મોભા કોઈ નાટક કંપનીના માલિકોએ શુદ્ધ વર્તન અને ધર્મ વિષયની અચળ શ્રદ્ધા સહિત ઉત્તમ ધાનમાન અને પ્રતિષ્ઠા મેળવી હોય તો તેના પહેલે દરજ્જ મોરબી આર્યસુબોધ નાટક મંડળીનું જ નામ આવે. કવિ પોતે કુમારશ્રીના ટ્યૂટર તરીકેનું કામ કરતા અને મૂળજીભાઈ નાટક કંપની સાથે રહેતા. એવા સમયમાં નાટકમાં વિશેષ ધ્યાન અને હાજરી આપવાની કવિશ્રીને જરૂર જણાઈ. તેથી પોતાના મોટાભાઈના દીકરા કરવાની અને પોતે જે થવાની નામદારને મોરબી જવા ઇચ્છા જણાવી. તે તેમણે ખુશીથી સ્વીકારીને કવિશ્રીને નોકરીના બંધનથી મુક્ત કર્યા. તેઓનાં નાટકો આધુનિક પ્રજાને સારા ઉપદેશક અને ઘણાં લોકપ્રિય થયાં. તેમની નાટક લખવાની પદ્ધતિ સરળ અને સાદી છતાં બોધદાયક, રસિક અને મનોરંજક થઈ. તેને પરિણામે જ તેમની નાટક મંડળીનાં મૂળ સુદ્રઢ થયાં. એમના પહેલાં તેમજ પછી કેટલીયે નાટક કંપનીઓ ઉત્પન્ન થઈ. ચડતી-પડતી સ્થિતિમાં આવી અને કેટલીક તો લય પામી ગઈ. ઉક્ત નાટક મંડળી માટે રચેલાં નાટકો અનુક્રમે નીચે પ્રમાણે હતાં. - સીતાસ્વયંવર, રાવણવધ, ઓખાહરણ, ચિત્રસેન ગાંધર્વ, કેદારસિંહ પરમાર, ભર્તુહરિ, ચાંપરાજ, રાજસિંહ (વીરબાળા), રાણકદેવી, જગદેવ, મિયારાજ, ત્રિવિક્રમ, ચંદ્રહાસ અને છેલ્લે જ્યારે તેઓ ધોરાજીમાં રહેતા હતા, ત્યારે મોરબીનિવાસી શેઠ મોતીચંદ રતવાસીએ પોતાની એક શરાફી પેઢી ત્યાં કરી હતી અને તેની વ્યવસ્થા કરવા માટે પોતાના પુત્ર પોપટભાઈને ત્યાં મોકલ્યા હતા. એ સમયે શેઠ પોપટભાઈના ચિરંજીવી વનેચંદભાઈ પણ ત્યાં અભ્યાસ કરતા હતા અર્થાતુ તેઓ કવિના સહાધ્યાયી હોવાથી તેમની વચ્ચે પરસ્પર ગાઢ મૈત્રી થઈ હતી. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy