SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ એ જ રીતે નાયક કે ખલનાયક અને કરુણ કે હાસ્ય કોઈ પણ રસમાં એ સરખી જ કુશળતા દાખવી શકતા. અમૃતની ‘ખૂને નાહક'માંની હેમલેટની માતા માલિકાની ભૂમિકા વખણાઈ હતી. એ જ રીતે એમની મારે આસ્તિન’માંની કુંવરની–અશરફની ભૂમિકા વખણાઈ. જોકે અમૃતને વધારે લાભ તો એ થયો કે એમની દિગ્દર્શક તરીકેની આવડત આભઊંચેરી બની ગઈ. ઈ.સ. ૧૯૦૫માં અમૃતે ખટાઉની આ જૂની આલ્ફ્રેડ' છોડી. જૂના મિત્રો ઊંડા દુઃખના ભાર સાથે છૂટા થયા અને અમૃતને ફરામજી અપ્પુ આદિ ભાગિયાઓનાં નામથી પ્રસિદ્ધ થયેલી ‘પારસી નાટક મંડળી'માં મોટા પગારથી ને માનસમ્માનથી એક સમારંભમાં ફૂલનો હાર પહેરાવીને પૂર્ણ સત્તા સાથે દિગ્દર્શક તરીકે નીમવામાં આવ્યા. એ વેળા અમૃતની ઉંમર માત્ર અઠ્ઠાવીસ વર્ષની હતી. આ નવી ‘પારસી નાટક મંડળી'માં અમૃતે ‘દોરંગી દુનિયા’ના ઉર્દૂ રૂપાંતર ‘કસોટી’માંથી પાત્રો ભજવવાનો આરંભ કર્યો. આ મંડળીમાં પણ અમૃતને પંડિત નારાયણપ્રસાદ ‘બેતાબ’નો સહયોગ થયો અને અમૃતનો શેક્સપિયરના હિંદીકરણનો પ્રયોગ આગળ ચાલ્યો. પરિણામે મીઠા ઝહર' (સિમ્બેલાઇન) તખતા ઉપર રજૂ થયું. એને સફળતા મળી. એની આ સફળતાથી પ્રોત્સાહિત થઈ અમૃતે અને બેતાબે એક મૌલિક કૃતિ હાથમાં લીધી. નામ એનું ‘ઝહરી સાપ' કે જેનો પૂર્વપ્રયોગ (રિહર્સલ) ઓછામાં ઓછું એક વર્ષ ચાલ્યો હતો. ‘ઝહરી સાપ'માં ઉર્દૂને ઉચ્ચ કક્ષામાં લઈ જવામાં આવી. અમૃતે અભિનયનું ધોરણ પણ ઊંચુ સ્થાપ્યું ને સર્વત્ર તેમની તે કારણે તારીફ થઈ. તખતાનું રૂપ અને તાકાત એથી ગજબનાં વધી ગયાં. રંગભૂમિની જાણે કે સિકલ જ બદલાઈ ગઈ, રજૂઆતની રીતમાં ક્રાંતિ પ્રવેશી. અમૃતમાં રહેલા અપ્રતિમ દિગ્દર્શકનાં ગુજરાતી રંગભૂમિને આ કૃતિ દ્વારા દર્શન થયાં. ‘ઝહરી સાપ’ અને અવસાન થવાથી અધૂરા રહેલા ‘અમૃત’ નાટક દ્વારા ગુજરાતી રંગભૂમિને અમૃતના દિગ્દર્શનના અનન્ય સામર્થ્યનો પરિચય થયો. ઉર્દૂ રંગભૂમિના એક સમર્થ વિધાયક તરીકે અમૃતનું નામ પ્રસિદ્ધ થઈ ચૂક્યું હતું, પણ એની સાથે એ વાત પણ ખાસ નોંધવા જેવી છે કે અમૃતે પોતાની કારકિર્દીની શરૂઆત ‘પારસી ગુજરાતી’ નાટક ‘ગામરેની ગોરી'થી કરી હતી. જિંદગીમાં ત્રણ જ નાટકમંડળીઓમાં એમણે કામગીરી બજાવી હતી અને એ મંડળીઓમાં પારસી અને ગુજરાતી સાહિત્યકારોએ રચેલાં Jain Education International ૩૨૦ ગુજરાતી નાટકોમાં પણ એમણે ભૂમિકાઓ કરી હતી. ઉર્દૂ નાટકના દેહ અને આત્માનું ઘડતર ગુજરાતીમાં થયું. એમાં અમૃતનો એક ગુજરાતી તરીકે બહુમૂલ્ય ફાળો છે. પારસીઓ ઉપરાંત નાયકો (અને મીરો) વગેરેને પણ રંગમંચના ખેલાડીઓ બનાવીને એમણે જ ઉર્દૂ રંગભૂમિના વિકાસની કેડી કંડારી આપી હતી. આ રીતે પણ અમૃત એક સમર્થ ગુજરાતી જ્યોતિર્ધર હતા. ‘હરી સાપ'ના દિગ્દર્શનનું કાર્ય લાંબા સમય સુધી ચાલ્યું અને તેને પરિણામે તથા પોતાની ભૂમિકાના શ્રમને લીધે અમૃતની તબિયત લથડી અને ગુરુવાર તા. ૧૮મી જુલાઈ ૧૯૦૭ના રોજ આ અભિનયસમ્રાટ અને શ્રેષ્ઠ દિગ્દર્શક રંગનાયક અમૃત કેશવની ઝળહળતી અને આશાસ્પદ કારકિર્દીનો અકાલીન અંત આવ્યો. અમૃતની સ્મશાનયાત્રામાં જેઓ હાજર રહ્યા હતા તેઓ જણાવે છે કે એક ભવ્ય સ્મશાનયાત્રા હતી. હજારો પ્રેક્ષકોએ શોકમાં ભાગ લીધો હતો. ત્રીસ વર્ષની એ કાયા ચિતા પર ચઢી તે પહેલાં સાહિત્યકારો, મુનશીઓ અને શાયરોએ અમૃતને અંજલિ આપી હતી. વાઘજી આશારામ વાઘજી ઓઝાનો જન્મ શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિમાં સંવત ૧૯૦૬ની સાલે સૌરાષ્ટ્રના મચ્છુકાંઠા નામે ઓળખાતા મોરબી શહેરમાં થયો હતો. પિતાનું નામ ઓઝા આશારામજી જાદવજી હતું અને માતુશ્રીનું અભિધાન અંબાબાઈ હતું. કવિના પિતાશ્રી ગોંડલ રાજ્યમાંના ધોરાજી નામે ગામમાં નોકરીમાં હતાં ત્યાં તેમને તેડી ગયા હતા. તે સમયની સાત વર્ષની ઉંમરે તેમની પ્રાથમિક શાળાની કેળવણી શરૂ થઈ હતી. એક ઉત્તમ કવિ કે ગ્રંથકાર થવા માટે માત્ર કેળવણી બસ નથી, પરંતુ તેમાં ત્રણ ગુણોની જરૂર છે. જન્મની સાથે પ્રાપ્ત થયેલી બીજરૂ કુદરતી શક્તિ બીજું શાસ્ત્રજ્ઞાનની કેળવણી અને ત્રીજુ બહુશ્રુતપણુ અર્થાત્ દુનિયાનો અનુભવ. એ ત્રણ વસ્તુઓ વિના કોઈ માણસ ઉત્તમ લોકપ્રિય કવિ થઈ શકે નહીં. તેમાં પડેલી કુદરતની શક્તિ મૂળ કારણરૂપ છે. જે જેનામાં હોય, તેને પાછલાં બે કારણો કંઈ વિશેષ ઉપયોગી થતાં નથી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy