SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ ધન્ય ધરા અત્યંત હલકો ગણાતો. નાટક લખવું-ભજવવું તો ઠીક એ જોવા જવું એ પણ નાનપરૂપ ગણાતું. આવી પરિસ્થિતિમાં નાટકને ઉત્કૃષ્ટ સ્થાન અપાવવામાં કાબરાજીએ અત્યંત જહેમત ઉઠાવી શિષ્ટ સમાજને જે રીતે રંગભૂમિ પરત્વે અભિમુખ કર્યો તે બદલનું તેમનું ઋણ સ્મરણીય રહ્યું છે. કાબરાજીનાં “બેજનમનિજેહ' નાટકથી સંગીત એ નાટકનું અંગ બન્યું. આ નાટક રંગીન પડદા, ઝાકઝમાળવાળા પોશાક અને સૂરીલા સંગીતનું નાટક હતું. કાબરાજી એના લેખક, એમાંના અભિનેતા, દિગ્દર્શક ત્રણે હતા. પારસી અને હિન્દુ પ્રેક્ષકો આ નાટક જોઈ ઘણા રાજી થયા હતા. લગભગ પચાસ નાઇટ સુધી ટિકિટો મેળવવી મુશ્કેલ બની હતી. સને ૧૯૦૪માં કેખુશરૂ કાબરાજીનું ૬૨ વર્ષની ઉંમરે અવસાન થયું. - અમૃત કેશવ નાયક અભિનેતા રંગનાયક અમૃતનો જન્મ અમદાવાદમાં ભવાઈના વ્યવસાયી કેશવલાલ નાયકને ત્યાં માતા સંતોકબાઈની કૂખે ઈ.સ. ૧૮૭૭માં સંવત ૧૯૩૩ના વૈશાખ સુદ એકમે થયો હતો. ઘરની આર્થિક સ્થિતિ નબળી હતી, છતાં કેળવણી પ્રત્યે અભિરુચિને લઈ એમણે પાંચ વર્ષના અમૃતને અમદાવાદમાં સ્વામિનારાયણના મંદિર પાસેની કેશવલાલ મહેતાજીની નિશાળે ભણવા બેસાડ્યા. ત્યાં અમને બીજી ગુજરાતી સુધી અભ્યાસ કર્યો. પછી શાળા બદલીને દરિયાપુરની મ્યુનિસિપલ શાળામાં ભણવા બેઠા અને ત્યાં પાંચમી ગુજરાતી સુધી ભણી ગુજરાતી ભાષાના અભ્યાસને તિલાંજલિ આપી. એમને નાનપણથી જ ઉર્દુ તરફ અભિરુચિ હતી. તેથી અમદાવાદમાં જ કાળુપુરની ઉર્દૂ શાળામાં બે ઉર્દૂ ચોપડીની પરીક્ષા સાથે એમના શિક્ષણની પૂર્ણાહુતિ થઈ. જોકે ઈશ્વરે અમૃત માટે કંઈક જુદું જ ભાગ્યનિર્માણ કર્યું હશે. તેથી અહીંથી એમનો ઉર્દૂ સાહિત્યમાં અને રંગભૂમિમાં પ્રવેશ થયો. અગિયાર વર્ષની કિશોર વયે અમૃતને કાવસજી પાલનજી ખટાઉની “આહૂંડ નાટક મંડળીમાં મૂકવામાં આવ્યા. રૂપિયા ચાલીસનો માસિક પંગાર બાંધી આપવામાં આવ્યો હતો. એ જમાનામાં પાંચ રૂપિયાના પગારથી શરૂઆત કરાતી ત્યાં આ રકમ ઘણી મોટી કહેવાય. પણ અમૃતમાં સુંદર દેખાવ અને સૂરીલુ ગળું હતું.. “આફ્રેડ નાટક મંડળી’ના તખતા ઉપરના પ્રવેશ સાથે જ અમતને પ્રથમ વાર બમનજી નવરોજી કાબરાજીના નાટક ગામરેની ગોરી'માં “ઇરાનીની ભૂમિકા સાંપડી, જે એમણે કુશળતાથી ભજવી બતાવી. એ પછી “બીમારે બુલબુલ'માં એમને પુંબાની ભૂમિકામાં ઉતારવામાં આવ્યા. “ઇરાનીની જેમ આ પુંબા'ની ભૂમિકા પણ છોકરાની હતી પણ બંનેમાં એમણે વાછટા અને અભિનયનૈપુણ્યની ઊંચામાં ઊંચી કોટી બતાવીને માલિક તેમ જ દિગ્દર્શક બેઉને પ્રસન્ન કર્યા. પ્રેક્ષકોએ પણ આ બાળનટને એની કારકિર્દીની શરૂઆતથી જ વધાવી લીધો. સને ૧૮૯૧ પછી “નવી આલ્ફડ'માં એમની તાકાતને ભવિષ્યમાં ઘણા ઊંચા સ્થાને લઈ જનારું સ્થાન સાંપડ્યું. સોરાબજી ઓગરાના સહાયક દિગ્દર્શક તરીકે નિમણુંક થઈ. આ વેળા અમૃતની વય હતી માત્ર પંદર વર્ષની. આવડી કુમળી વયે દિગ્દર્શકનું આવું મોટું પદ પ્રાપ્ત કરવું એ ગુજરાત કે ભારતના તો શું વિશ્વના રંગભૂમિના ઇતિહાસમાં પણ ભાગ્યે જ બન્યું હશે. આ મંડળીમાં અમૃતે સાતઆઠ વર્ષ કામ કર્યું. તેમના દિગ્દર્શનની એક નોંધપાત્ર વાત એ છે કે પોતાને વિદ્યા પ્રત્યે રુચિ હતી એટલે અહીંથી જ નાટકના જીવનના આરંભથી જ અમૃતે ગુજરાતી, ઉર્દૂ, હિંદી, મરાઠી વગેરે ભાષાઓ અને સાહિત્યનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. એવામાં કાવસજી પાલનજી ખટાઉએ “જૂની આહૂંડ'ને ફરીથી જીવંત કરી અને એમાં અમૃતને પૂરી સત્તા સાથે દિગ્દર્શનનું પદ સોંપ્યું. અમૃતની સ્વતંત્ર પ્રતિભાને ઝળકવા માટે કુદરતે પૂરી અનુકૂળતા કરી આપી. આ જમાનામાં નાટકોની જે જૂની તરેહ હતી તેને સ્થાને વસ્તુસંકલના, અભિનય, સંગીત, સ્વાભાવિક ઔચિત્ય વગેરેથી અમૃતે નાટકની નવી જ કાયાપલટ કરી. નાટકને ગંભીરતાભર્યું નવું જ રૂપ આપ્યું. પહેલાંની કંપનીમાં એમનું ‘અલ્લાઉદ્દીન’ નાટકનું દિગ્દર્શન વખણાયું હતું, પણ આ નવી કંપનીમાં એમનું સ્વતંત્ર દિગ્દર્શન પામનાર પહેલું નાટ્ય બન્યું “ખૂને નાહક' (અર્થાત્ “હેમલેટ”). આ વેળા અમૃતની વય માત્ર વીસ વર્ષની હતી. વીસ વર્ષના એ છોકરાએ ગુજરાતની જ નહીં, ભારતની રંગભૂમિ ઉપર આ રીતે શેક્સપિયરયુગનાં મંડાણ માંડ્યાં. એ એમની દિગ્દર્શક તરીકેની નાનીસૂની સિદ્ધિ નથી. આ નાટકમાં હેમલેટ'નું પાત્ર મા. મોહને અને “મલિકા’નું પાત્ર અમૃતે ભજવ્યું. અમૃતની એ વિશેષતા હતી કે પુરુષપાઠ અને સ્ત્રીપાઠ બેઉની અદાકારીમાં એ નિષ્ણાંત હતા. Jain Education Intemational Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy