SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૩૫ સંભાળવો પડતો. પછી સત્તર વર્ષની વયે “જામે જમશેદપત્રનું અધિપતિનું કામ પણ માથે લીધું ને એ વખતના સમાજસુધારક કરસનદાસ મૂળજીએ એમની કુશળતા જોઈ એમને “રાસ્તેગોફતાર' અને “સ્ત્રીબોધ'નું સુકાનીપદ પણ સોંપ્યું, જે કાબરાજીએ ચાલીસ વર્ષ સુધી ઉત્તમ રીતે પાર પાડ્યું. એ જમાનો સ્ત્રીઓ માટે સાવ કપરો હતો. સ્ત્રીશાળા- કોલેજથી વંચિત હતી. એ પુરુષ સાથે હાથ પણ મેળવી શકતી નહીં ને બહાર ઘોડાગાડીમાં જાય તો પડદા પાડી બેસવું પડતું. રસ્તે નીકળતાં પગમાં ચંપલ પહેરી શકાતાં નહીં કે વરસાદ હોય તો છત્રી ઓઢી શકાતી નહીં. કરસનદાસ મૂળજીના સંસર્ગને લઈ કાબરાજીએ આ રૂઢિઓ તોડવા એ વખતે શરૂ થયેલી “જ્ઞાન પ્રસારક મંડળી'માં ઉગ્ર ભાષણો કર્યા અને પોતાના પત્રોમાં તીખાતમતમતાં લખાણો લખી જેહાદ જગાવી. પરિણામે કાબરાજી વિરુદ્ધ મોરચા મંડાયા. કાબરાજી સ્ત્રી-સુધારણાની જીદમાંથી પાછા ન હક્યા ને સ્ત્રીઓ માટે તત્કાળ એક વસ્તુ એ થઈ કે “મંડળીમાં પુરુષો સાથે પારસી સ્ત્રીઓને પણ ભાષણો સાંભળવા આમંત્રણો પણ અપાયાં ને સ્ત્રીઓ હાજર રહી ભાગ લેતી પણ થઈ. સને ૧૮૬૭માં કસરતશાળા માટે કાબરાજીએ શેક્સપિયરનાં ‘કૉમેડી ઑફ એરર્સ” ઉપરથી એક નાટક લખીને ભજવ્યું હતું અને એની તાલીમ પણ એમણે આપી હતી. પારસી રંગભૂમિના ઇતિહાસમાં જે બે નાટકમંડળીઓ દીર્ધકાળ ટકી એમાંની એક “વિક્ટોરિયા નાટક મંડળી' હતી અને એની સ્થાપના સને ૧૮૬૭માં કાબરાજી દ્વારા કરાઈ હતી. સને ૧૮૬૯માં “શાહનામાનો આધાર લઈ કાબરાજીએ બેજન મનિજેહ' નામનું નાટક પારસી–ગુજરાતી ભાષામાં લખીને “વિક્ટોરિયા નાટક મંડળી’ માટે ભજવ્યું. | લેખક તરીકે આ પછી તેમણે અન્ય નાટકો પણ લખ્યાં અને એ દિગ્દર્શિત પણ કર્યા હતાં. ઐતિહાસિક તવારીખની આધારે તેમણે જમશેદ', ‘ફરદૂન' નાટકો રજૂ કર્યા. રામાયણ અને મહાભારતના આધારે લવકુશ’, ‘હરિશ્ચન્દ્ર', “સીતાહરણ', ‘નળ-દમયંતી’ અને પુરાણના આધારે “નંદ બત્રીસી' વગેરે નાટકો લખ્યાં. શેક્સપિયર, શેરિડન અને બીજા અંગ્રેજ લેખકોની કૃતિઓના આધારે નિંદાખાનુ', “ભોલી જાન', “કાકા પાહલણ’, ‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ, “સૂડી વચ્ચે સોપારી' વગેરે લખ્યાં હતાં. રણછોડભાઈ ઉદયરામ દવેએ લખેલું ‘હરિશ્ચંદ્ર' નાટક કાબરાજીએ જોયેલું અને તે પરથી તેમણે ‘હરિશ્ચંદ્ર' મુંબઈ ઉપરાંત ગુજરાતમાં અન્ય સ્થળોએ પણ ભજવાવરાવેલું. ગાંધીજીની “આત્મકથા'માં એમણે જે “હરિશ્ચંદ્ર' નાટક જોયાનો ઉલ્લેખ છે તે આ નાટક જ હોઈ શકે એવો ઉકેલ ડૉ. દિનકર ભોજકે એમના પુસ્તક “નાટ્યપાથેય’માં જણાવ્યો છે. આ નાટકોનું લેખન અને દિગ્દર્શન તો એમણે કર્યું જ પણ એ સાથે એમાંનાં ગીતો પણ મોટેભાગે એમણે લખ્યાં. આ નાટકોની વિશેષતા તે કાબરાજીનું સંગીતનું જ્ઞાન અને એને લઈ ગીતોની પ્રેક્ષકો પર થયેલી ઊંડી અસરને ગણાવી શકાય. કોઈએ એમને “દેશી સંગીતના પિતા એટલા માટે જ કહ્યા છે. કાબરાજી પૂર્વેનાં નાટકોમાં સંગીતનું પ્રાધાન્ય ન હતું અને એ નાટકોમાં ગવાતાં ગીતો અને સંગીત પ્રત્યે પણ તેમને અસંતોષ હતો. “નાટક ઉત્તેજક મંડળી'માં ભજવાતાં નાટકોમાં તેમણે ઉચ્ચ કોટિનું સંગીતગીત રજૂ કર્યું જે માત્ર ધનોપાર્જન માટે નહોતું પણ પ્રજામાં ઉચ્ચ કોટિનું સંગીત પ્રસરે તે માટે હતું. આ નાટકો પારસી–ગુજરાતી ભાષામાં ભજવાતાં પણ કાબરાજી એમાં ભાષાશુદ્ધિ માટે એટલી તો ચીવટ રાખતા કે એક અંગ્રેજ ઉમરાવને લખવું પડેલું કે “નિશાળ કરતાં નાટકશાળાની વધારે જરૂર છે કેમકે મોઢે શીખવ્યાથી માણસ જેટલું શીખે છે એ કરતાં દાખલાઓને નજરે જોવાથી વધારે શીખે છે.” કાબરાજી દ્વારા આપણા ગુજરાતી કવિને એ વખતે ગીતલેખક તરીકે પ્રવેશ આપ્યાનો પણ યશ આપવો જોઈએ. ‘વિક્ટોરિયા નાટક મંડળી’ એ એદલજી જમશેદજી ખોરીનું લખેલું ‘રૂસ્તમ અને સોરાબ' નાટક ૧૮૭૦માં મુંબઈમાં ભજવાયું ત્યારે તેમાંનાં ગીતો કવિ દલપતરામ પાસે લખાવ્યાં હતા. કાબરાજી સાથે ગુજરાતી નાટક સાહિત્યના પિતા ગણાતા રણછોડભાઈ ઉદયરામ દવેનું નામ પણ જોડાયેલું છે. સને ૧૮૭૪-૭૫માં કેખુશરૂ કાબરાજી અને ફરામજી ગુસ્તાદજી દલાલ, કાવસજી નસરવાનજી કોહીદારુ, હોરમસજી મોદીની મંડળી કમિટીએ “નાટક ઉત્તેજક મંડળી'ની રચના કરેલી. એમાં રણછોડભાઈ ઉદયરામ દવે અને મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી પણ હતા. એ વખતના સમાજની સ્થિતિ જોતાં નાટકનો હુન્નર એ Jain Education Intemational Jain Education Interational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy