SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ ધન્ય ધરા હસ્તપ્રતો સંશોધનનું કામ પૂરા ઉત્સાહથી ઉપાડ્યું હતું. પારણામાંથી ભાલણ કવિના જીવનચરિત્રની પ્રત અને અન્ય હસ્તપ્રતો મહંત નારાયણ ભારતીએ તેમને આપી હતી. એક વખતનો રખડુ છોકરો ‘વડોદરાવત્સલ'નો તંત્રી થયો અને “વિનેગેટ’ની વાર્તા પ્રગટ કરી. તેમને હરગોવિંદદાસ કાંટાવાળાનો સહયોગ સાંપડ્યો. તેથી પ્રાચીન કાવ્યમાળા માટે ત્રિમાસિક પ્રાચીનકાવ્યનું પ્રકાશન થતું રહ્યું ને પ્રભાવ પાડતું રહ્યું. ‘ત્રિમાસિક કાવ્યમાળા’નો આરંભ સંવત ૧૯૪૧માં થયો હતો. તે પછી સતત છ વરસ સુધી પ્રાચીન કવિઓનાં કાવ્યો પ્રસિદ્ધ થતાં રહ્યાં. એ પછી નાથાશંકર શાસ્ત્રીનું વલણ નાટક તરફ વળ્યું. તેથી તેનું પ્રકાશન અનિયમિત થયું. ત્રિમાસિકના કુલ મળીને ૩૫ અંકો પ્રગટ થયા. તે અંકોમાં ભિન્ન ભિન્ન પ્રકારના ઉદ્બોધક અને રસિકતાસભર તેમજ ધર્મભાવનાપ્રેરક ૬૫ આખ્યાનો અને અન્ય નાની કાવ્યકૃતિઓનો સમાવેશ છે. • ગાયકવાડ સરકારે સંવત ૧૯૪૫ના વર્ષથી “કેળવણી' માસિક પ્રગટ કરવાનો ઠરાવ કર્યો. તેની જવાબદારી નાથાશંકર શાસ્ત્રીને સોંપી તે માસિક કારતક મહિનાથી પ્રગટ થવા લાગ્યું. તેમને પોતાનાં પુસ્તકો છપાવવામાં અગવડ પડતી હતી. પ્રેસવાળા વધુ પૈસા માંગતા હતા. તેથી તેમણે “વીરક્ષેત્ર મુદ્રણાલય' નામે પ્રેસ ઊભું કર્યું. થોડા મહિનામાં જે મિત્રોને કામ સોંપ્યું હતું તે જાણકાર થઈ ગયા, પરંતુ પ્રેસ શરૂ કરતાં પહેલાં વડોદરા રાજ્યના મહારાજની મંજૂરી લેવી પડે. મહારાજા નીલગિરિમાં હવા ખાવા ગયેલા. નાથાશંકર ઊપડ્યા નીલગિરિ મહારાજા સામે મંજૂરીની અરજી ધરી. તરત જ તેમાં મંજૂર કરી પ્રેસ શરૂ થયું. થોડા મહિનામાં જે મિત્રોને કામ સોંપ્યું હતું તે જાણકાર થઈ ગયા. બાઇન્ડિંગ ખાતું તેમના પુત્રને સોંપ્યું. પ્રેસના નોકરોની પત્નીઓને પોતાના ઘર પાસે પુસ્તકો સીવવાનું કામ શીખવા અને બે પૈસા કમાવી આપવાની ગોઠવણ કરી. દરેક નોકર કામ પર આવે અને જાય તેનો સમય લખાતો. નોકરે દિવસમાં કેટલું કામ કર્યું તેની પણ નોંધ રોજ રોજના લખાતી. પ્રેસે દરરોજ કેટલો નફો-નુકશાન કર્યું તે પણ અહેવાલ તૈયાર કરાતો. | ગાયકવાડ સરકારનું તમામ છાપકામ તેમને મળતું. સરકારી ટેન્ડરો નહીં નફો નહીં નુકશાનને ધોરણે છાપી આપતા. દિવાન બહાદુર મણિભાઈ નાથાશંકરને માન-પાન આપતા. “વીરક્ષેત્ર મુદ્રણાલય'માં ૮૦ માણસો કામ કરતા. તમામ પોતાના અંગત મિત્રો અને તેના પરિવારના હતા. મણિભાઈને જ્યારે ના. દીવાનમાંથી દિવાનપદ મળ્યું ત્યારે નાથાશંકરે પોતાના પ્રેમ સામે કલાત્મક મંડપ રચાવ્યો હતો. જયારે મણિભાઈ સરકાર વાડામાંથી દીવાનપદ લઈ હાથીની અંબાડી પર આરૂઢ થઈ પોતાની કોઠી પર જવા નીકળ્યા ત્યારે હાથી ઊભા રખાવી બેસાડી સોના-રૂપાનાં ફૂલોથી વધાવી હારતોરા કરી ચાર રંગમાં છાપેલું માનપત્ર કળા-કારીગરીથી સુશોભિત ચંદનકાષ્ટની પેટીમાં મૂકીને આપ્યું. પોતાની પ્રેસમાં ગેરહાજરી અને નાણાના વખતોવખતના ઉપાડનાં કારણે જામેલો ધંધો વેરવિખેર થઈ ગયેલો. તેમણે ભારત નાસ્ત્રોદ્વાર કંપની ઈ.સ. ૧૮૯૧ના સમયમાં સ્થાપેલી. તેમણે ગોપીચંદ, પ્રિયદર્શિકા, મુદ્રરાક્ષસ, વિક્રમોવલ્શયમ, ચંડકૌશિક, રાધાવિલાસ, ચિત્રસેન ચંદ્રિકા, ચંદ્રકળા મહિયારી, સૂર્યપ્રભા, મલયાસુંદરી નાટક લખેલાં અને તખ્તા પર રજૂ કરેલાં. કેખુશરૂ કાબરાજી પારસી રંગભૂમિના અને એ રીતે દેશી તખતાના પણ પિતા એટલે અગ્રગણ્ય પારસી અભિનેતા અને દિગ્દર્શક કેખશરુ નવરોજી કાબરાજી. તે લેખક, પત્રકાર, સંગીતજ્ઞ, ગીતકાર એમ બહુમુખી વ્યક્તિત્વવાળા હતા. સને ૧૮૪૨માં જન્મેલા કોટવિસ્તારની ઘરખાનગી શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધું હતું. પછી સને ૧૮૫૩માં સી. જમશેદજીની સ્કૂલમાં અંગ્રેજી શિક્ષણ લીધું હતું. નાનપણથી સમાચારપત્રો વાંચવાના શોખને કારણે તેઓ ચૌદ વર્ષની વયથી સાહિત્યલેખન તરફ વળ્યા હતા. ‘મુંબઈ ચાબૂક' નામના ચોપાનિયામાં તેમણે બાળલગ્ન” અને “કજોડાંઓ' ઉપર કટાક્ષમય લેખો લખેલા. પંદર વર્ષની વયે ‘પારસીમિત્રના અધિપતિ બની માસિક ચાર રૂપિયા સ્કોલરશિપ મેળવતા થયેલા. કુટુંબની હાલત ગરીબ હતી. પિતાની કમાવાની શક્તિ ઓછી ને માતા માંદગીનાં બિછાને એટલે એમને ઘરમાં બધી રીતે ટેકો કરવો પડતો. ઘરમાં રાંધવાનું ને વાસણ માંજવાનું પણ કરવું પડતું. ‘પારસીમિત્ર’ના અધિપતિના નાતે પ્રેસ પણ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy