SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ જે કાર નામવાળો સંગીત શબ્દ છે તે આઠ રસોમાં શ્રેષ્ઠ રસરૂપ, પરમાત્માના પરમ સ્વરૂપને સ્થાને ઉપાસ્ય છે. સામવેદીય છાંદોગ્યઉપનિષદ Drametic Invention is the first effort of man to become intellectually conscious. Bernard shaw નાટકનું ઉત્પાદન એ પોતાની બુદ્ધિને ઓળખવાનો માનવીનો પહેલો પ્રયત્ન છે. खल्क भी गोयद कि वाहो कल्ब दरं कर्जानगीस्त, जो भुवारा ईहा कि मा रंदाने ना कर्जाना एम। સંસાર કહે છે કે બુદ્ધિ અને ચાતુરીથી આદર તેમજ ઉચ્ચપદ પ્રાપ્ત થાય છે; પરંતુ અમને આ વસ્તુઓનો મોહ કે ચાહ નથી; અમે તો માત્ર રસનાજ પિપાસુ છીએ. --શેખ સાદી કોઈપણ શ્રવણ, શિલ્પ, વિધા, કલા, યોગ કે ક્રિયા એવાં નથી કે જેનો રંગભૂમિમાં સમાવેશ ન થઈ શકે. -નાટ્યશાસ્ત્રના આદ્ય પ્રણેતા શ્રી ભરતમુનિ. નાથાશંકર શાસ્ત્રી પૂજાશંકર અને ઊજમ બહેનના પુત્ર નાથાશંકર શાસ્ત્રીનો જન્મ સંવત ૧૯૧૭ના આસો સુદિ પૂનમના રોજ થયો હતો. તેમના જન્મ પછી તેમના પિતાનું પાંચ વર્ષે ગાંડપણના કારણે મૃત્યુ થયું હતું. નાથાશંકરનું મોસાળ વડોદરામાં નવી પોળમાં વસતા પુરુષોત્તમ વ્યાસને ત્યાં હતું. પિતાના અવસાન પછી તેઓનો ઉછેર મોસાળમાં અને પોતાની ફોઈને ત્યાં થયો હતો. કિશોરવયમાં રખડુ છોકરાઓની સંગતિનાં કારણે અભ્યાસ પૂરો કરી શક્યા નહીં. રામ રામ કર્યા. મામાએ ચિંતા સેવી. તેમણે ઉત્તમરામ જોષીની પાઠશાળામાંથી કંઈ પ્રાપ્ત કર્યું નહીં. તેને પણ છોડી દીધી. મામા અને ફોઈએ મસલત કરીને નાથાશંકરનાં લગ્ન સંવત ૧૯૩૨ના વર્ષમાં અમદાવાદમાં વસતા કાળીદાસ વ્યાસની પુત્રી દિવાળી સાથે કરાવ્યાં. લગ્ન સમયે દિવાળીની વય સોળ વર્ષની હતી. છ ગુજરાતી ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. તેઓ રૂપિયા પંદરના પગારથી શાળામાં શિક્ષિકા તરીકે જોડાયાં. એક વર્ષ નોકરી કરી પછી નાથાશંકરે તેમની નોકરી છોડાવી દીધી. Jain Education International ૩૨૩ પોતે જ્યોતિષ શાળામાં જઈ કંઈક તે અંગેનું જ્ઞાન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરી જોયો. અંતે તે પણ છોડી. પછી તેમણે ચિત્રશિલ્પકળા તરફ નજર ઠેરવી. માટીમાંથી ગણપતિની મૂર્તિ બનાવી. ચિરોડીમાંથી પૂતળાં બનાવવાં માંડ્યાં. તેમાં તેમનો કસબ કામે લાગ્યો પણ વેચવા માટે ફેરી કરવી પડતી તેમાં તેમને આનંદ આવતો. પતંગ ચઢાવવાના શોખને પોષવા મામાના ઘરમાં પૂછ્યા વગર કંઈ વસ્તુ લીધી. મામાએ ઠપકો આપ્યો. નાથાશંકરને હાડોહાડ લાગી ગઈ. મનોમંથન શરૂ થયું. તેઓ કંઈક પ્રાયશ્ચિત કરવા કે જ્ઞાન પ્રાપ્ત કરવા ચોક્કસ નિર્ધાર પર આવ્યા. બાવીશ વર્ષની યુવાન વયે વિક્રમ સંવત ૧૯૩૯ના મહા મહિનાથી દોઢ વર્ષનું મૌન અને બ્રહ્મચર્ય પાળવાનો નિર્ધાર કરીને પોતાના મકાનના બીજા માળે જઈ મહાભારતનું પાંચ વખત પારાયણ કર્યું. તેમાંના પ્રસંગોના ઉતારા પણ કર્યા. આથી તેમનામાં સાહિત્ય પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થયો અને કાવ્ય સ્ફુરણા થઈ. તેમણે કલમ ઉપાડીને કાવ્યો રચ્યાં. સંવત ૧૯૪૧ના વર્ષમાં વડોદરા વત્સલ' નામના અખબારમાં પ્રૂફરીડર તરીકે કામની શરૂઆત કરી તે પછી ખબરપત્રી તરીકેનું કામ સંભાળ્યું. સંવત ૧૯૪૩ સુધી તે દરમ્યાન તેમણે પહેલાં પ્રેમાનંદ રચિત ‘રણયજ્ઞ’ અને ‘ચંદ્રહાસ' એમ બે કૃતિઓ છપાવી પ્રગટ કરી. તે સમયથી તેમનો કીર્તિકળશ ઝળહળ્યો. તેમણે પ્રેમાનંદ સહિત પ્રાચીન કવિઓની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy