SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ જેમાં સર્વકલાનો સમાવેશ અને સમન્વય હોય, જે દ્વારા સમાજ સન્માર્ગે ચઢે તેને જ નાટક કહી શકાય. ધનંજય નોંધે છે કે વેદમાંથી સારગ્રહી બ્રહ્માએ નાટ્યવેદ રચ્યો અને અભિનય ભરતમુનિએ ઉપસાવ્યો. પુરાણ સમયની સમાપ્તિ પછી મધ્ય સમયમાં સવિશેષ વિસ્તાર થયો. કાલિદાસ, ભવભૂતિ, ધાવક, રાજશેખર, નારાયણ, ઠંડી, જયદેવ ભટ્ટ વગેરેએ સંસ્કૃત ભાષામાં ઉત્તમોત્તમ નાટકો આપેલાં. નાટકો વિશેનો પ્રથમ ગ્રંથ ‘ભરતનાટ્યમ શાસ્ત્ર’ ગણવામાં આવે છે. તેમાં લક્ષણ, અંગ, વિકલ્પ, નિદર્શન, નાયક, નાયિકા વગેરે પાત્રોના પ્રકારનું વિવેચન કરેલું છે. ધન્ય ધરા બીજો ગ્રંથ ધનંજય કવિએ લેખેલો ‘સાહિત્યદર્પણ’ તેના છઠ્ઠા અધ્યાયમાં દશ્યકાવ્ય નિરૂપણનો સમાવેશ છે. નાટ્ય શાસ્ત્ર આપણો ઉજ્જ્વલ અને અમર વારસો છે જેને સતત વહેતો રાખનારા યુગે યુગે ઉદય પામ્યા છે. ગુજરાતી જૂની રંગભૂમિના મહાપુરુષો દીવાન બહાદુર રણછોડભાઈ ઉદયરામ અને કે. ખુશરોજી ફાબજીરાવ પ્રેરક હતા. ડાહ્યાભાઈ ધોળશાજી અને અમૃત કેશવ નાયકમાં રંગભૂમિને રળિયામણી બનાવવાનું કળા કૌશલ્ય હતું. તેમણે સર્જેલા રંગોમાં રંગમંચ રઢિયામણો થતો રહ્યો હતો. નૃહસિંહ વિબાકરે તેમાં રાષ્ટ્રીયકતાનો રંગ પૂર્યો અને રંગમંચ પર ગુજરાતીમાં રાષ્ટ્રીય રંગ ઘૂંટાયો, રેડાયો, રેલાયો, નાટ્યકલા દ્વારા, ધાર્મિક, સાંસારિક, પૌરાણિક અને ઐતિહાસિક ઘટનાઓના તાણાવાણા વણાતા રહ્યા. સુધારપોત બંધાતું રહ્યું. રંગભૂમિ માટે પ્રભુલાલ દ્વિવેદી, કિવ વૈરાટી નથુરામ સુંદરજી શુકલ અને મણિલાલ પાગલની કલમ ઊપડી તો રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ અને કવિ મનસ્વી પ્રાંતિજયાની કલમેથી નીતરેલાં ગીતોએ રંગમંચ પર ગુંજારવ કર્યો. પુરુષ-સ્ત્રી પાત્રો અને મોતીબાઈ જેવી કોકીલકંઠી અને કામણગારી કલાધાત્રીએ કીર્તિકળશ ઝળહળાવ્યો. આમ આ લેખમાળામાં સાહિત્યકાર, કલાકારોની લાંબી કતારમાંથી થોડાં પાત્રોના પરિપક્વ પરિચય કરાવી ગ્રંથને ગૌરવ અપાવ્યું છે. આ લેખમાળા રજૂ કરનાર શ્રી દોલતભાઈ ભટ્ટે નવલકથા, લોકકથા, ઇતિહાસકથા, બાલકથા તેમજ લોકસાહિત્ય દ્વારા ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. બાલસાહિત્યનાં ચાર પુસ્તકો સાહિત્ય અકાદમીના ઇનામને પાત્ર ઠર્યાં છે. નવલકથા ‘મનનો માણીગર’ને રૂપેરી દેહ મળ્યો છે. શ્રેષ્ઠ સંવાદલેખનનો રાજ્ય સરકારનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. અન્ય નવલકથાઓમાં પણ રંગીન ગુજરાતી ચિત્રો ઊતર્યાં છે. આકાશવાણી રાજકોટ-અમદાવાદ પરથી અવારનવાર વાર્તાલાપ, નાટક, વાર્તા અને રૂપક રજૂ થતાં રહ્યાં છે. તેમનાં ગેય ગીતો પણ આકાશવાણી પરથી રજૂ થતાં રહ્યાં છે. તેમની નવલકથા અને બાલસાહિત્યનાં પુસ્તકોના હિન્દીમાં અનુવાદ થઈ પ્રસિદ્ધ થયા છે. છેલ્લાં ચાલીશ વર્ષથી ગુજરાતી દૈનિક ‘સંદેશ’ અને પછી ગુજરાત સમાચારના કટાર લેખક તરીકે અવિરત કાર્ય કરતા રહ્યા છે. જાહેરજીવનમાં પડેલા આ સર્જકને ૧૯૬૦ના વર્ષમાં જગદ્ગુરુ પૂ. શંકરાચાર્ય મહારાજશ્રીએ ‘જનસેવાભૂષણ’ની પદવીથી વિભૂષિત કર્યા છે. ૧૧૧થી વધુ પુસ્તકોના યશસ્વી સર્જક શ્રી દોલતભાઈ ભટ્ટે ભારત ઉપરાંત ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડ્યો છે. સૌરાષ્ટ્ર ગુજરાતનાં સુપ્રસિદ્ધ દૈનિકોના પત્રકાર તરીકે પણ તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યુ છે અને યોગદાન આપી રહ્યા છે. એક સમયે ભાણવડ તાલુકા પંચાયતના પ્રમુખ, જામનગર જિલ્લા શિક્ષણસમિતિના સભ્ય, જામનગર જિલ્લાપંચાયત ઉ. સમિતિના ચેરમેન, લોકસાહિત્ય સમિતિના સભ્ય, સાંસ્કૃતિક બોર્ડના સભ્ય, સાહિત્ય અકાદમીના સભ્ય તેમજ ઓલ ઈન્ડીયા એમેનીટી રેલ્વે કમિટિના મેમ્બર તરીકે પણ તેમણે સેવાઓ આપી છે. ધન્યવાદ.—સંપાદક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy