SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ રંગમંચ ઉપર મનાશં કલાકારો —દોલત ભટ્ટ પશ્ચિમના સાહિત્યના મહાન નાટ્યકાર શેક્સપિયરનું એક પાત્ર કહે છે કે, “આ જગત એક રંગમંચ છે અને આપણે એના પર રમનારી કઠપૂતળીઓ છીએ.' મહાન તત્ત્વચિંતક એરિસ્ટોટલ કહે છે કે, અનુકરણથી કળાનો જન્મ થાય છે. માનવજીવનમાં ઘટતી નોંધપાત્ર ઘટના અવિસ્મરણીય હોય છે. એ ઘટનામાંથી પ્રગટતો બોધ-ઉપદેશવિચાર માનવજાતને હંમેશાં માર્ગદર્શક બનતો હોય છે. સીતાનું હરણ કે દ્રૌપદીનું વસ્ત્રાહરણ કોઈ કાળે વીસરી ન શકાય એવી ઘટના છે. એવી જ બીજી ઘટના સમાજના એકાદ ખૂણામાં બની હોય તેને સમાજની વચ્ચે મૂકવાનું કામ નાટક કરે છે. આમ, નૃત્ય વ્યક્તિગત કળા છે, જ્યારે નાટક સમૂહગત કળા છે. ભરતમુનિએ નાટકને સર્વજનોના પરિતોષનું માધ્યમ કહ્યું છે. નાટક ર્દશ્યકળા છે. કથા-વારતામાં આવતાં પાત્રો કે એ પાત્રોનાં જીવનમાં બનતી ઘટનાઓ વિશે વાંચનારે કલ્પના કરવાની રહે છે. વાચકની કલ્પના અનુસાર વાર્તાનું વાતાવરણ રચાય છે. જ્યારે નાટકમાં એ હૂબહૂ-તાદેશ કરવાનું હોય છે અને એ સઘળી જવાબદારી પાત્રો પર આવી પડે છે. અભિનેતા નાટકનો નિર્માતા છે. રાવણ રાવણ લાગવો જોઈએ, પૃથ્વીરાજ ચૌહાણ પૃથ્વીરાજ લાગવો જોઈએ, હરિશ્ચંદ-તારામતી ખરેખરાં લાગવાં જોઈએ, જોગીદાસ ખુમાણ કે ભાથી લૂંટારો સાચા લાગવા જોઈએ કે એક ભિખારી છોકરી અને વરણાગિયો કોલેજીયન વાસ્તવિક લાગવાં જોઈએ, એ જે–તે વેશ ભજવવાની કુશળતા છે. આંગિકમ્ અને વાચિકમ્ કળા દ્વારા–અભિનય દ્વારા એ સિદ્ધ કરવાનું હોય છે. ૩૨૧ કળાને લાગેવળગે છે ત્યાં સુધી એટલું તો જરૂર યાદ રાખવું પડે કે કોઈ પણ કળા લાંબા સમયની સાધના પછી જ સિદ્ધ થાય છે. લાંબા સમયના રિયાઝ પછી જ કોઈ સંગીતકાર સિદ્ધિ તરફ ગતિ કરે છે, તેમ અનેક રિહર્સલ પછી એક પાત્ર જન્મે છે, જે પોતાના મનોભાવોને રસની કોટિએ પહોંચાડે છે, પોતાના અભિનયથી તાદેશીકરણનો પ્રભાવ પાડે છે. જયશંકર ‘સુંદરી’ એનું જ્વલંત ઉદાહરણ છે. સાડી પહેરવી, ચાલવું-બોલવું, હાવભાવ પ્રદર્શિત કરવા વગેરે માટે સ્ત્રીઓ તેમનું અનુકરણ કરતી. સાચા કલાકારો પોતાની અભિનયકળાથી અમર બની ગયા છે. રંગભૂમિ પરની લેખમાળા પ્રસ્તુત કરતા પૂર્વે આદ્યનાટક-નાટ્યશાસ્ત્રના પ્રવર્તક ભરતમુનિને પ્રથમ સ્મરણ સાથે પ્રણામ. નાટ્યવેદના રચયિતા બ્રહ્માને વંદન, વીણાના મંજુલ સંગીતના સ્વામી નારદમુનિને નમસ્કાર, લાસ્ય નૃત્યનાં જન્મદાત્રી જગતજનની મા પાર્વતીને પાયલાગણ, વિશ્વને તાંડવ નૃત્યનું દિવ્ય પ્રદર્શન કરાવનાર મહાદેવને દંડવત્ પ્રણામ, વ્રજની કુંજોને વાંસળીના સૂરે ભરી દેનાર કૃષ્ણને કોટી કોટી વંદન! નાટ્યકલાના અખંડ ઉપાસકો ભવભૂતિ અને કાલિદાસને વંદના સાથે અહીં રંગભૂમિ પર રમનારાં કેટલાંક કલાકારોના પરિચયો સાહિત્યકાર શ્રી દોલત ભટ્ટે પ્રસ્તુત કર્યા છે, જેમાં જૂનીનવી રંગભૂમિને પોતાનું કળા કૌશલ્ય પ્રદાન કરનારી વિગતો છે. આવતી પેઢીને ઐતિહાસિક સામગ્રી તરીકે ઉપયોગી થશે. આરંભની ગુજરાતી રંગભૂમિનો ઉદય અને અસ્ત પુનઃ ઉદય તેનાં કેટલાંક કસબીઓની માહિતી આ લેખમાળામાં પ્રસ્તુત છે, જેમાં આર્યોના આદર્શ સંસારનું સાત્ત્વિક અને શુદ્ધ પ્રતિબિંબ પરખાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy