SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ પરદેશોમાંથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસાર્થે આવે છે ને વડોદરાની જનતા તો તેનો ઘણો મોટા લાભ લઈ રહી છે. યુનિવર્સિટીની કક્ષાએ સંગીતાદિ કલાઓની ડિગ્રીકક્ષા શરૂ કરનાર વડોદરાનું મ.સ. વિશ્વવિદ્યાલય હિંદભરમાં પ્રથમ છે ને ત્યાં અનુસ્નાતક (Post Graduate = M. Mus.) વિદ્યાભ્યાસનો પ્રબંધ છે. એક જ શહેરમાં લગભગ ૫૦૦ વિદ્યાર્થીની સંખ્યા ધરાવતું ને રાગદારી સંગીતનો પદ્ધતિસર અભ્યાસ કરાવતું આવું કોઈ સંગીત–વિદ્યાલય ભારતભરમાં નથી. રાજકોટની સંગીત-નૃત્યનાટ્ય અકાદમીમાં પણ શિક્ષણનો સારો પ્રબંધ છે ને સૌરાષ્ટ્રમાં સંગીતનો સુંદર પ્રચાર થઈ રહ્યો છે. આમ હોવા છતાં, વડોદરા–રાજકોટ સિવાયનાં બૃહદ્ ગુજરાતનાં અનેક નાનાં મોટાં શહેરોમાં, નાનાં મોટાં ગામોમાં સંગીત શિક્ષણની લગભગ નહીંવત્ જોગવાઈ છે ને ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ સંગીત વિદ્યાભ્યાસથી વંચિત રહેવા પામ્યા છે. સંગીતનું શિક્ષણ એક પાયાનું શિક્ષણ છે. દરેક માનવીનો તેના પર જન્મજાત હક્ક છે, એ વસ્તુસ્થિતિ પ્રગતિ પામેલા દરેક દેશોમાં જોઈ શકાય છે. એ રીતે સંગીતશિક્ષણની જવાબદારી સરકારની છે. દરેક નાગરિકના શિક્ષણનો પ્રબંધ અને તેમાં સંગીતનો પ્રબંધ–એ સ્થિતિ સર્જાવા હવે બહુ વાર નથી, એમ આશા રાખીએ. સંગીતને જીવનસાધન ને કલાવ્યવસાય તરીકે સિતારવાદનમાં કલાસ્વામી પં. રવિશંકર Jain Education International ધન્ય ધરા અપનાવનાર ગુજરાતીઓની સંખ્યા ઘણી નાની છે. એમાં ગુજરાતી બહેનોની સંખ્યા તો તદ્દન નહીંવત્ છે. (જો કે સૌ પ્રથમ મુંબઈ ઇલાકામાં સંગીત સાથે બી.એ. (S.N.D.T.U.માં) થનારાં તો એક ગુજરાતી નાગરસન્નારી હતાં (અને તે સર મનુભાઈનાં ભાણેજ શ્રીમતી મંજુલાબહેન મહેતા). વ્યાપારવાણિજ્યમાં કુશળ ગુજરાતે પોતાની પ્રજાને આ કળાથી ઠીક ઠીક વંચિત રાખી છે, ઔદાસીન્ય બતાવ્યું છે તે હવે નહીં ચલાવી લેવાય. દ્વારકાધીશ બંસીધર ભગવાન શ્રીકૃષ્ણના ગુજરાતમાં; પાર્વતીશિષ્યા લાસ્યનૃત્યપ્રવીણ ઉષાના ગુજરાતમાં; કવિ ગાયક નરસિંહ મહેતા ને મીરાં; તાનસેન સમોવડી ગિનીયુગલ તાના–રીરી, પ્રેમસખી ને દયારામના ગુજરાતમાં; ચાંપાનેર નિવાસી સંગીતનાયક બૈજુના ગુજરાતમાં; રસકૌમુદીકાર પં. શ્રીકંઠના ગુજરાતમાં, અનેક રાગરાગિણીઓમાં કેટલાયે વેશોનાં પદો રચનાર ભવાઈસંશોધક અસાઈતના ગુજરાતમાં; નાટ્યદર્પણકાર રામચંદ્ર, ‘સુધાકર’ના કર્તા રાજા સિંહભૂપાલ, ‘સંગીત મુક્તાવલી'ના કર્તા પાટણપતિ અજયપાલના ગુજરાતમાં આ ઔદાસિન્ધ હવે ટકશે નહીં. બીજા પ્રાંતોની સાથોસાથ રાષ્ટ્રજીવનમાં પોતાનો ફાળો આપ્યુ જ છૂટકો. એમાં જ એની અસ્મિતા, શાન, પ્રગતિ રહેલાં છે; બલ્કે પોતાની વિશિષ્ટ ૠજુતા વડે સંગીતના પ્રદેશમાં પોતાનું આગવું સ્થાન પણ સર કરી શકે, એટલી એની પાસે પ્રકૃતિદત્ત આત્મસિદ્ધિ છે. સંગીતક્ષેત્રના યશસ્તંભો નારાયણરાવ રાજહંસ (બાલગંધર્વ) ધાવણ સ For Private & Personal Use Only ||| ભારતના ખાચતિપ્રાપ્ત સંગીતજ્ઞ ગોસ્વામી દ્વારકેશલાલજી શરણાઈ સ્વામી બિસ્મિલ્લાખાં www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy