SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧. પ્રસ્તાવ : જ્ઞાન–પ્રસારક મંડળી પોતાની એક સદી ઉપરાંતની કારકિર્દીના સમયને આવરી લેતી અનેક જ્ઞાન તથા સંસ્કાર પ્રવૃત્તિઓ પર વિહંગાવલોકન કરવા માગે છે અને એ રીતે ગુજરાતને પોતાની અનેક ક્ષેત્રોને વિષે વિશેષ જાગૃત કરવા ધાર્યું છે, એ હર્ષ પ્રેરે છે ને શાન-પ્રસારક મંડળીને અનેકાનેક અભિનંદનને પાત્ર ઠેરવે છે. લોકપ્રવૃત્તિમાં પીઠબળ તરીકે, ધર્મપ્રવૃત્તિમાં એક સંસ્થા સ્વરૂપે ને ઉત્સવ–રંજનના મુખ્ય અંગ તરીકે સંગીત જેમ બીજે તેમ ગુજરાતમાં પણ સંસ્કાર સિંચન ને પોષણની એક અતિ મહત્ત્વની કલા ને પ્રવૃત્તિ તરીકે સ્વીકારાયેલું છે અને એ રીતે ગુજરાતની છેલ્લી સદીના ઇતિહાસમાં તેનું આગવું સ્થાન છે. સંગીત પ્રવૃત્તિને અનેક દૃષ્ટિએ વિચારી શકાય આખ્યાન, પદ, ભજનને કીર્તન, લોકસંગીત ગીતાદિ નાટ્યસંગીત ને બીજી એવી શબ્દાર્થ-અનુવર્તી ગેયરચનાઓ,– તો એ સર્વેના અંતઃ પ્રાણરૂપ, શુદ્ધસંગીત યા રાગદારી સંગીત યા ઉસ્તાદી સંગીતને તેના પ્રબંધ, ધ્રુપદ,–ધમાર, ખ્યાલ, ઠુમરી આદિ પરંપરિત પ્રકારો, એમ જૂજવાં સ્વરૂપે સંગીત છાયેલું છે. આમાંથી કોઈપણ શાખા-પ્રશાખાને છોડી દઈએ તો સમગ્ર ચિત્રમાં તેથી ઊણપ આવે. સંપાદકોએ વિચારેલી વિસ્તારમર્યાદાને ધ્યાનમાં રાખતાં અહીં શુદ્ધ-સંગીત વિશેષ લક્ષ્ય રાખવું યોગ્ય માન્યું છે. પ્રયોજિત સંગીતનું (applied music) અથવા તો બીજા શબ્દોમાં શબ્દાર્થ-લક્ષી ગેયરચનાઓનું, સંગીત દૃષ્ટિએ અવલોકન મેં ‘ગુજરાતી ગેય કવિતા' નામના મારા પુસ્તકમાં ઠીક-ઠીકથી વિસ્તાર કરેલું પણ છે. એમાં ગેયકાવ્યનું અંતરંગ તથા બહિરંગ, રાસ, પદ, આખ્યાન, ગરબી આદિ મધ્યકાલીન કવિતાના ગેયપ્રવાહો, તથા પ્રાચીન–અર્વાચીન પ્રણાલિકાનું અનુસંધાન કરતાં પદો, ભક્તિગીતો ને ગીત-ગરબા–રાસ, લોકગીત, ગીતકથાઓ ને સંગીતરૂપકો ઇત્યાદિ ગેય પદ્ય સાહિત્ય વિષય કર્યું છે. એ વિવેચનને આ લેખના અનુસંધાનમાં જોવા જીજ્ઞાસુને ભલામણ છે. ૨. શાસ્ત્રીય સંગીતની સામાન્ય ભૂમિકા' આજે ઉસ્તાદી સંગીત માટે ખૂબ જ ચલણી બનેલો શબ્દ છે. ‘શાસ્ત્રીય સંગીત' અને તેનો વિચારાર્થ કરતાં લક્ષ્યાર્થથી જ સામાન્ય પ્રચાર પણ થયેલો છે. શાસ્ત્ર યા ગ્રંથોમાં કહેલું, આ Jain Education International : ૩૧૩ વ્યાખ્યા પામેલું એવો એનો અર્થ નથી, એવો કરવા જઈએ તો આજનું શાસ્ત્રીય સંગીત અશાસ્ત્રીય ઠરે એમ છે. જેની પાછળ રાગોના તથા સંગીત સ્વરૂપોના, સંગીતકલાના આચાર્યોએ પ્રયોગ સિદ્ધ કરેલા, અધિકૃત થયેલા ને સ્થિરતા પામેલા કલાબોધિત નિયમો છે, એ સંગીતને નિયમિત યા વૈજ્ઞાનિક યા શાસ્ત્રીય સંગીત તરીકે ઓળખવાનો ને તે રીતે તેના સ્વરૂપને પિંછાનવા– પ્રચારવા પ્રયત્ન થયેલો છે. શાસ્ત્રીય ચિત્ર, શાસ્ત્રીય શિલ્પ કે શાસ્ત્રીય સાહિત્ય, એવા કોઈ ચિઠ્ઠીચોડાણ બીજી લલિતકલા પર થતાં નથી તો સંગીત માટે આવું કેમ, એવો પ્રશ્ન તરત જ ઊઠે. દરેક કલાને પોતાના નિયમો છે, પણ તેને તે સાધન તરીકે માને છે, સાધ્ય તરીકે નહીં, એવી સર્વસ્વીકૃત સમજ હોવા છતાં નિયમોને (શાસ્ત્ર યા શાસનને) આવો વિશેષ પુરસ્કાર દેવામાં, ‘શાસ્ત્રીય સંગીત' શાસ્ત્રવચનોને જ ઉલ્લંઘે છે એવું પણ સહેજે લાગે. સંગીતના પ્રાણરૂપ રસ પ્રત્યે દુર્લક્ષ રાખવાનો દોષ આમાંથી જ પેદા થાય [કે થયો છે] એવું પણ લાગે. આવી ચિટ્ટી લગાડવાનો મોહ પ્રથમ કયા ‘શાસ્ત્રી'ને લાગ્યો હશે એ આજે કહેવું મુશ્કેલ છે, પણ મને લાગે છે કે આ એક રીતે અંગ્રેજોના સંપર્ક પછી જ યોજેલો શબ્દ છે. વિલાર્ડ આદિ અંગ્રેજ સંગીત વિદ્વાનોએ એમના સર્વ પ્રણાલિકા-પ્રતિષ્ઠિત ઉચ્ચ સંગીત માટે ‘ક્લાસિકલ' શબ્દ વાપર્યો. સાહિત્ય આદિ બીજી કલાઓના વિવેચનમાં પણ આ શબ્દ અમુક સંદર્ભમાં વપરાયો અને આપણું પંડિત ભાતખંડે પહેલાંનું વિવેચન પણ રાજા એસ. એમ. ટાગોર જેવાઓને હાથે અંગ્રેજીમાં થયેલું. આપણા ઉચ્ચ સંગીત માટે ‘ક્લાસિકલ’ શબ્દ સ્વીકારતાં પછી એનું ભાષાંતર થયું. જુદી જુદી ભાષામાં ‘ક્લાસિકલ'ના એક યા અમુક અર્થને પકડી ભાષાંતર થયું. ગુજરાતીમાં પણ સ્વસ્તયા, ગંભીર, શિષ્ટ, પ્રશિષ્ટ, રૂપપ્રધાન, પ્રતિષ્ઠિત એવા પ્રયોગો થયા. ‘ક્લાસિકલ’ શબ્દથી સમજાવતા સંગીતનાં ‘રૂપ-પ્રધાન’ અંગોને વ્યવસ્થિત સમજવાના આધુનિક પ્રયત્નો શરૂ થતાં તથા એના નિયમો ને ‘શાસ્ત્ર' પર ચર્ચા-વિચારણા કરવામાં ‘ક્લાસિકલ' શબ્દનો સીધો પણ કઢંગો અનુવાદ, ‘શાસ્ત્રીય-સંગીત' ચાલુ થયો, જે આજ પર્યન્ત ચાલુ છે. છેલ્લાં થોડાં વર્ષોથી આ શબ્દ પ્રત્યે સાચો અસંતોષ જાગ્યો છે ને શિષ્ટ સંગીત, પ્રશિષ્ટ સંગીત, શુદ્ધ સંગીત, અભિજાત સંગીત, ઉચ્ચ સંગીત, ઉચ્ચાંગ સંગીત એવા અનેકાનેક પ્રયોગો થયા છે. ઉસ્તાદી ને રાગદારી સંગીત, સંગીત વ્યવસાયીઓ વિશેષ વાપરે છે. Pure art, ને applied art એવા બે મોટા વિભાગો કલાવિવેચનમાં આજે ખૂબ જ પ્રતિષ્ઠિત થયા છે ને તે હિસાબે શુદ્ધ અને પ્રયોજિત સંગીત, એ શબ્દો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy