SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ પણ સ્થિર થતા જાય છે. મને શુદ્ધ સંગીત' શબ્દ સર્વશ્રેષ્ઠ લાગ્યો છે અને તેને ‘ઉસ્તાદી’ યા ‘રાગદારી' સંગીતના લગભગ સમાનાર્થી તરીકે માન્યો છે. શુદ્ધ સંગીત એટલે સ્વર-સંગીત, સ્વરપ્રધાન સંગીત, પછી તે કંઠસર્જિત હોય કે વાઘસર્જિત, સ્વર દ્વારા સૌંદર્ય માટે મથતી પ્રેરણા ને માનવસહજ ચેતના, ધારણા ને સ્મૃતિની સહાયતાથી સ્વરોએ પોતાની જ માંહીથી સ્વર-રૂપો ઉપજાવ્યાં છે ને પોતાની અનોખી સૃષ્ટિ સર્જાવી છે. સામગાન, ઋચાગાન, છંદગાન, પ્રબંધગાન, વાગાન, ધ્રુવપદગાન એવાં કંઈક રૂપો પેદા થયાં ને રૂઢ થયાં ને કાલક્રમે મોગલશાસનકાળમાં ધ્રુવપદ– ધમારને પુનઃપ્રતિષ્ઠા ને નવસર્જનની ભૂમિકા પણ મળી. રાજદરબાર અને મંદિર બન્નેમાં પ્રતિષ્ઠિત થયેલું સંગીત પોતપોતાની રીતે રૂઢ થયું. એમાં પણ શૈલીઓ જન્મી ને આથમી. ધ્રુવપદ–ધમારની ભૂમિકામાંથી-કદાચ તેની ભાંગફોડમાંથી–ને કોઈ જૂનાં સ્વરૂપોમાંથી નવીન-રૂપ સર્જવાની પ્રેરણામાંથી ‘ખ્યાલ’ સંગીત ઉદ્ભવ્યું. સદારંગ અદારંગ જેવા વાગ્યેયકારો (Music Composers) એ સેંકડો રચનાઓ દ્વારા ખ્યાલની પ્રણાલિકા માટે મોટું ભાથું તૈયાર કરી દીધું ને ધ્રુવપદ–ધમાર વિશેષ નિયમ–પ્રધાન બન્યા, અથવા સંગીત-રસિકોની રુચિ બદલાતાં ખ્યાલ ખૂબ જ પ્રચારમાં આવ્યા. સાથોસાથ ઠુમરી, ટપ્પા ઇત્યાદિ પ્રકારોનો પણ પ્રચાર થયો. છેલ્લી સદીનો જ માત્ર વિચાર કરીએ તો શુદ્ધ સંગીતના આ બધા પ્રકારો આજે મોજૂદ છે, પ્રતિષ્ઠિત છે, તદ્વિદોને માન્ય છે ને અલગ અલગ સ્વરૂપોના પુરસ્કરર્તા ગાયકો-વાદકો પણ છે ને તેના લાખોની સંખ્યામાં રસિકો—ચાહકો પણ છે. ઉપર કહી મિતાક્ષરીનું એક જ લક્ષ્ય છે ઃ સ્વર-સંગીતને મુખ્યત્વે રાગરૂપો સાથે સંબંધ હોવાને કારણે ભાષા સાહિત્યની ભૂગોલ–મર્યાદા તે સહજ વટાવી શકેલું છે. ગુજરાતી સાહિત્યની માફક ગુજરાતી સંગીત (રાગદારી) વિચારી શકાય એમ નથી. રાગદારી સંગીતનું કોઈ ગુજરાતી યા મરાઠી યા બંગાળી વિશેષ સ્વરૂપ નથી. જો કે ગુજરાતે ભારતીય સંગીતને મારુ, મારુગુર્જરી, ગુર્જરીતોડી, ખંભાવતી, બિલાવલ, સોરઠ આદિ રાગો બહ્યા છે એ મોટું ગૌરવ છે. એટલે આખાયે ઉત્તરહિંદુસ્તાનમાં (આખો ભારત દેશ લઈએ તો મદ્રાસ-આંધ્રકર્ણાટકને બાદ કરતાં બાકી રહેલા સર્વ પ્રદેશો) રાગદારીસંગીતનો પ્રવાહ ગુજરાતમાં છેલ્લી સદીમાં કેવોએક વહ્યો છે એ જ જોવું જરૂરી છે. Jain Education International ધન્ય ધરા ૩. ગુજરાતનાં દેશી રાજ્યો અને સંગીત : ૧૮૫૭થી ૧૯૫૭ના સમય દરમ્યાન ગુજરાતના સમાજ–જીવનને જે આબોહવા મળી તેને ને કલાને શિક્ષણ સાથે સીધો સંબંધ રહ્યો છે. અંગ્રેજ શાસનકાળનો વિચાર કરીએ તો સાહિત્ય, ચિત્ર, શિલ્પ કલાઓને મુકાબલે હિંદી સંગીત પ્રત્યે અંગ્રેજોને ઓછામાં ઓછું આકર્ષણ જાગ્યું. સંગીત આમેય ઘણી Abstract કલા છે. એ સમજવા જાણવા ખાસ પ્રયત્ન કરવો પડે છે ને સમજ્યા પછી પણ તેમાં રસ પડવો એ દેશદેશની માનવપ્રકૃતિ સાથે સંબંધ રાખતી વસ્તુ છે. અકબરના શાસનકાળ દરમ્યાન સંગીત કલાને ઘણું ઉત્તેજન મળેલું. તે પછી છેક મહમદશાહના રાજ્ય અમલ દરમ્યાન મળેલું અને આ સમય દરમ્યાન તેમ જ તે પછી નાના મોટા રાજાઓ-ઉમરાવોએ પોતપોતાના રાજ્યમાં ગાયકવાદકોને પોતપોતાના શોખ પ્રમાણે પોષ્યા. સંગીતને પોતાનાં જીવનવિકાસ ને ઉત્તેજન માટે લગભગ સ્વાતંત્ર્યપ્રાપ્તિ સુધી આધાર રાખવો પડ્યો છે. રાજા, મહારાજા, અમીરઉમરાવ ને માલેતુજાર વર્ગ ઉપર ને દેશી રાજ્યોએ આ ‘દેશી’ કલાને પોષણ આપવા પોતપોતાનાથી બનતું કર્યું પણ આવું પોષણ ન મળ્યું હોત તો સંગીતકલાનો જે વારસો આપણી પાસે છે તેમાંથી ઘણું ગુમાવી બેઠા હોત. ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ-ગુજરાતનો આ ભૌગોલિક વિસ્તાર ધ્યાનમાં રાખીએ ને વિલીનીકરણ પહેલાંનાં નાનાં મોટાં દેશી રાજ્યો ને ગુજરાતનાં નાનાંમોટાં શહેરોને ખ્યાલમાં રાખીએ તો આપણને જરૂરી ઘણી વિગતો મળી રહે છે. આપણે ત્યાં બધા વ્યવસાય, રોજગાર ને હરેક સમાજ– ઉપયોગી પ્રવૃત્તિને માટે વર્ગ કે કોમની વ્યવસ્થા બહુ વર્ષો સુધી ટકી રહી. સંગીતકલાનો વ્યવસાય મોગલશાસન દરમ્યાન મુસલમાન સંગીતકારોના હાથમાં આવી પડ્યો. અકબર જેવા નામાંકિત સહિષ્ણુ, સર્વધર્મસમભાવદૃષ્ટિ કેળવનાર રાજાના દરબારમાં પણ પ્રતિષ્ઠા ધર્માંતર પામેલા તાનસેનની, તે પછીના મોગલ બાદશાહોએ બહુધા માત્ર મુસલમાન ગવૈયાઓને જ દરબારમાં સ્થાન આપ્યું. આની અસર એટલી મોટી થઈ કે મુસલમાન ગાયક–વાદકોનો એક મોટો વ્યવસાયી વર્ગ પેદા થયો ને પરંપરાગત બન્યો, ને ‘ઘરાણાં’ ચાલુ થયાં. એટલું જ નહીં પણ ‘ઘરાણાં' દ્વારા સચવાતી આ કલાના ઉત્તેજન માટે આ ઘરાણાંની ગરજ ને માંગ પણ ઊભાં થયાં. દુર્લક્ષ ને ઉત્તેજનાના અભાવને કારણે હિંદુ ગવૈયા પોતાનું સ્થાન ગુમાવતા ગયા. દેશી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy