SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ ધન્ય ધરા બજાવી અને પ્રોફેસર તરીકે પણ વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું. માર્કન્ડ ભટ્ટ, ઊર્મિલા ભટ્ટ જેવાં મોટા ગજાનાં કલાધરો પણ એમના શિષ્યપદે રહી ચૂક્યાં છે! જ્યારે, અત્યારનાં પ્રસિદ્ધ કલાધરો દ્વારકાનાથ, ઈશ્વર પંડિત, મુકુંદ વ્યાસ વગેરે પણ મહેતા સાહેબનું ગુરુપદ સ્વીકારે છે....... આ સમયગાળા દરમિયાન ગાયકી–સંગીતના શાસ્ત્ર અને સિદ્ધાંતનું તલસ્પર્શી અધ્યયન, સંશોધન અને તારણને દસ્તાવેજ રૂપે ઉતારવાનું લેખનકાર્ય પણ સાથોસાથ જ રહ્યું. એમનાં કૌશલ અને તજ્જ્ઞતાએ સંગીત ક્ષેત્રની સીમાઓને આંબવા માંડી, રાજ્યથી રાષ્ટ્ર અને ત્યાંથી આંતરરાષ્ટ્રીય સ્તરે સંગીત-ગાયકીનાં સંમેલનો, શિબિરો, કાર્યશાળાઓના આયોજનમાં મહેતા સાહેબની ઉપસ્થિતિ તથા સલાહ-સૂચનોનું મહત્ત્વ વધતું ગયું. ૧૯૭૦માં ઇન્ડિયન મ્યુઝિકોલોજિકલ સોસાયટીની સ્થાપના કરી, ટ્રસ્ટ રચ્યું અને મંત્રી તરીકે છેલ્લાં ૩૫ વર્ષથી તેના પ્રચાર-પ્રસાર સંદર્ભે સંશોધનાત્મક સેવાઓ આપે છે. અલબત્ત ૧૯૬૦માં આ જ બાબતને અનુલક્ષીને એમણે પુસ્તક લખ્યું “આગરા ઘરાના પરંપરા ઔર ચીજે સાથે કાળક્રમે પચ્ચીસ સંગીત-ગાયકીનાં પુસ્તકોનું સંપાદન પણ કર્યું. ભારતીય સંગીતની અખિલાઈ અને બહુશ્રુતતા સર્વત્ર વિકસે માટે એમના પ્રોજેક્ટનાં પ્રત્યેક પ્રકાશન ભારતીય તમામ ભાષામાં કર્યા! વધુમાં સંગીતશાસ્ત્રના સિદ્ધાંતોના બૃહદ પ્રચાર અર્થે એમની ૧૪૦૦ પુસ્તકોની અંગત લાઈબ્રેરી મ્યુઝિક કોલેજને અર્પણ કરી, સંગીતસેવાની તૃપ્તિ અનુભવી. એમની શાસ્ત્રોક્ત અને સૈદ્ધાંતિક વિદ્વતાને લીધે યુ.પી.એસ.સી. અને આર.પી.એસ.સી.માં સંગીત અભ્યાસની ઉત્ક્રાંતિ અર્થે બોર્ડ ઓફ સ્ટડીઝમાં નોંધપાત્ર સેવાઓ આપી છે. વ્યાખ્યાતા અને વરિષ્ઠ સલાહકાર તરીકેની એમની સંગીતક્ષેત્રની પ્રતિભા અને પ્રતિષ્ઠા સવિશેષ સ્તરની રહી છે. અનેક માન-અકરામથી સમ્માનિત આ સંગીતસાધકને મળેલાં મુખ્ય પુરસ્કારોમાં ૧૯૬૭માં ડોકટર ઓફ મ્યુઝિકની માનદ્ પદવી (અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ), ૧૯૭૮માં ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર તથા ‘ત્રિવેણી' દ્વારા અભિવાદન. ૧૯૮૩માં ભારતના શિક્ષણ અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ફેલોશિપ, સૂર સિંગાર સંસદ મુંબઈ દ્વારા ફેલોશિપ, ૧૯૯૦માં ઉસ્તાદ વિલાયતખાંના હસ્તે SRA AWARD' ૧૯૯૩માં શ્રેષ્ઠ સંગીતાચાર્ય એવોર્ડ ૧૯૯૭ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સન્માન, ૨૦૦૧ “કાકા હાથરસી” સમ્માન, “સ્વરસાધનારત્ન” પુરસ્કાર ઉપરાંત ભારત ઇંગ્લેન્ડમાં પ્રકાશિત સંગીતગ્રંથોમાં એમનું જીવનચરિત્ર પ્રસિદ્ધ થયું છે! “ભારતીય સંગીત” જ્યાં જ્યાં છે, ત્યાં પ્રો. આર. સી. મહેતા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અનિવાર્યપણે શતપ્રતિશત સંકળાયેલા હોય છે! ૧૯૧૮માં જન્મેલ આ સંગીતપુરુષનો નિત્યક્રમ પણ નિહાળવા જેવો છે. દસ વર્ષ પહેલાં પત્ની ગુમાવનાર આ વડીલનાં સંતાનો સમૃદ્ધિની ટોચે ઠરીઠામ છે. છતાં જાતે સાદાઈથી એકાકી રીતે જ સ્વયંમાં વ્યસ્ત અને મસ્ત રહે છે. જૂના-નવા વિદ્યાર્થીઓ સાથે સંગીતચર્ચા, પી.એચ.ડી.ના મુમુક્ષોને માર્ગદર્શન અને રાત્રિના નવ સુધી સંશોધનાત્મક લેખનકાર્ય... જોકે, સહાય અર્થે કયૂટર કાર્યવાહી માટે એક વિદ્યાર્થી તહેનાતમાં છે. જૈફ વયે સ્વાવલંબી એવા ગાયકી ક્ષેત્રના પ્રખર તજજ્ઞ તથા શાસ્ત્રસિદ્ધાંતના મર્મજ્ઞ ગુરુ-શિષ્યની સાંપ્રત વાતોથી ચિંતિત છે. તેઓ માને છે કે કલા કોઈ પણ ક્ષેત્રની હોય, પણ જો તે પ્રામાણિકતા, પવિત્રતા, નિષ્ઠા, સમર્પણ અને આદરભાવ વિનાની હોય, તો તે સિદ્ધ થતી નથી! અર્જુનલક્ષી એકાગ્રતા અને સમાધિપૂર્ણ સાધના જ ફળપ્રાપ્તિ આપે છે. તેથી જ એમને મન તો પ્રાણમય સ્વરની નિતાંત અનુભૂતિ જ સંગીત સાધનાની સમાધિ અવસ્થા છે. પ્રો. આર. સી. મહેતા સાહેબની આ સમાધિ અવસ્થા દીર્ધકાલીન રહે એ જ અભ્યર્થના.... (દિવ્ય ભાસ્કર : તા. ૨૧-૮-૦૬) ) Jain Education Intemational For Private & Personal Use Only ate & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy