SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ગુજ્જત અને સંગીત [છેલ્લાં સો વર્ષનું વિહંગાવલોકન] ગત ૧૫ ડિસેમ્બરે (૨૦૦૫) ભરતનાટ્યમની વિખ્યાત નૃત્યાંગના અને પૂર્વસાંસદ અભિનેત્રી ડૉ. વૈજયંતીમાલા બાલી સાથે લાઇફ ટાઇમ એચિવમેન્ટ (કોન્ટ્રિબ્યુશન) સંદર્ભે બેંગ્લોર ગાયન સમાજ'ના ઉપક્રમે, મહારાષ્ટ્રના ગવર્નરના હાથે જેમનું સમ્માન થયું. એવા ‘કિરાના ઘરાના'ના ગાયક, સંગીતશાસ્ત્ર-તજજ્ઞ પ્રો. આર. સી. મહેતા સાહેબ વિશે દિવ્ય ભાસ્કર દૈનિકે પ્રગટ કરેલી પરિચય નોંધ અત્રે રજૂ કરીએ છીએ. ૩૧૧ ટૂંકાક્ષરી ‘આર. સી.' સાચે જ દર્પણધર્મના માણસ છે! મિતભાષી છતાં સ્પષ્ટવક્તા મહેતા સાહેબ, મૂળ સુરતના વણિક છોટાલાલ મહેતાનું સંતાન. નામ રમણલાલ. સ્વાતંત્ર્ય સેનાની ગુરુબંધુ ગણપતિ મહેતાનો સંગીત શોખ પાંચ વર્ષની વયથી જ વળગી પડ્યો!! પંડિત ઓમકારનાથ ઠાકુર, ઉસ્તાદ અબ્દુલ વહીદખાં સા'બ, ઉસ્તાદ ફૈયાઝખાં જેવા ગાયકીની બુલંદીએ બિરાજેલા ખેરખાંની તીવ્રતમ અસર પડતાં, વળગેલો શોખ નસનસમાં વ્યાપી ગયો અને નવ વર્ષની ઉંમરથી જ સુરતના સંગીતવિશારદ સ્વ. શ્રી કંચનલાલમામાવાલા પાસેથી બૃહદ સંગીતનું શાસ્ત્રીય શિક્ષણ લીધું. સમય વીતતો ગયો શાળા-કોલેજનો વિદ્યાભ્યાસ પણ સમાંતર ચાલ્યો. ૧૯૪૦માં એમટીબી કોલેજમાંથી અંગ્રેજીના મુખ્ય વિષય સાથે સ્નાતક થયા અને અમદાવાદ જેતલપુરમાં શિક્ષકની નોકરી સ્વીકારી. Jain Education International —પ્રો. આર. સી. મહેતા પ્રવાસયોગ, તેમને હસ્તરેખામાં ધામો નાખીને જ પડ્યો હોય એમ જેતલપુરથી, મુંબઈ ન્યુ ઇરા સ્કૂલમાં શિક્ષક તરીકે ગયા. ૧૯૪૨ની ચળવળના વાતાવરણમાં ત્યાંથી કાનપુર જઈ ક્લાર્ક પણ બન્યા! બે વર્ષ બાદ પાછા મુંબઈ. ત્યાં ‘આકાશવાણી' માટે ‘પ્રોગ્રામ સહાયક'ની જાહેરાત જોઈ, અરજી કરી અને પસંદગી પામ્યા. બસ, વૈદના મોઢે ભાવતાં ભોજનની સલાહે સોનામાં સુગંધનો મેળ બેસાડી આપ્યો! સંગીતમય માહોલમાં જ સતત રહેવાનું રેડિયોના વિવિધ કાર્યક્રમોમાં ચર્ચા, મુલાકાત, ધ્વનિમુદ્રણ, પ્રસારણ.....સંગીત, સંગીત અને સંગીત જ! એમાં ઉસ્તાદ ફૈયાઝખાં સા'બ જેવા મોટા દિગ્ગજ કલાકારોની મુલાકાત, એમની ગાયકીનાં ધ્વનિમુદ્રણ.....મહેતા સાહેબની ખુશી છલકાઈ ઊઠી! એ છલકાયેલી ખુશીને અહીં વહેણ મળ્યું, વિપ્ર સહધર્મચારિણીના સથવારે. વખત જતાં વડોદરા રેડિયો સ્ટેશન, સરકાર હસ્તક ગયું અને મહેતા સાહેબ વડોદરા આવ્યા. પોતાનાં ગીતોની પણ ‘આકાશવાણી' પર અનેકવાર રજૂઆત કરવાની તક સરળતાથી સાંપડી અને એ જ કારણે ‘આર. સી.'નાં સ્વર પ્રતિબિંબ ચોમેર ઝિલાયાં એ પ્રકાશપૂંજથી અંજાઈ, હંસા મહેતાના આદેશ અને આમંત્રણથી મહેતા સાહેબ ગાયનશાળા (મ્યુઝિક કોલેજ–અત્યારની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ)ના પ્રથમ પ્રિન્સિપાલ બન્યા. આમાં ગૌરવપ્રદ બાબત એ જ કે, એમની નિમણૂક અર્થે હંસા મહેતાએ આકાશવાણીના દિલ્હી સ્થિત ડિરેક્ટર જનરલને પણ વચમાં લાવવા પડ્યા! આ વર્ષ એટલે ૧૯૫૪. ત્યારથી ૨૪ વર્ષની એકધારી ફરજપરસ્તીમાં બાર વર્ષ પ્રિન્સિપાલપદે રહ્યા, વિભાગીય હેડ તરીકે સેવા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy