SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ યુનિ.ના એમના કાર્યકાળ દરમ્યાન તેમણે ઘણાં વિદ્યાર્થીઓને તાલીમ આપી. તેમાંના ઘણાં આકાશવાણી અને દૂરદર્શન પર કંઠા સંગીતના પ્રણેતાઓ છે. કેટલાક વ્યાખ્યાતા, રીડર કે પ્રોફેસર તરીકે યુનિવર્સિટીઝમાં સેવા આપે છે. તેઓ ગુજરાત સંગીત નાટક અકાદમીના સભ્ય તરીકે, એમ.એસ. યુનિ.ના સેનેટ સભ્ય તરીકે, તેમ જ એમ.એસ. યુનિ. અને બનારસ હિંદુ યુનિ.ના બોર્ડ ઓફ સ્ટડી અને બોર્ડ ઓફ ઇકઝામીનરના સભ્ય રહી ચૂક્યા છે. તેમના મુખ્ય શિષ્યો : ૧. સ્વ. પં. શ્રી દયાનંદ દેવગાંધર્વ, ઉદેપુર ૨. પં. ઈશ્વરચંદ્ર (ભૂતપૂર્વ ડીન) હેડ ઓફ ડિપાર્ટમેન્ટ (કંઠ્ય અને તબલાં), ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ, એમ.એસ. યુનિ. બરોડા ૩. પ્રા. ડી. કે. ભોંસલે (ભૂતપૂર્વ ડીન, ભૂ.પૂ. અધ્યક્ષ), ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ બરોડા ૪. શ્રી અનિલ વૈશ્નવ (ભૂ.પૂ. રીડર) ડિપા. ઓફ વોકલ મ્યુઝિક બરોડા પ. શ્રી વાસન્તી સાઠે, પૂના ૬. શ્રી જ્યોત્સના જોષી, પૂના ૭. કુ. કિરણ શુક્લ (સ્વ. પં. શિવકુમાર શુક્લાજીનાં પુત્રી) ગઝલગાયિકા, મુંબઈ ૮. શ્રી મુકુન્દ વ્યાસ (સુગમ સંગીત કલાકાર) અમદાવાદ. પં, શિવકુમારની મહત્ત્વની સિદ્ધિઓ ૧૯૩૦ શ્રી ક. મા. મુનશી હાશ મેમ્બરસ ઓ લેજિસ્લેટિવ કાઉન્સિલ ગોલ્ડ મેડલ એનાયત, ૧૯૩૬ ગ્વાલિયર ઘરાનાના પં. ઓમકારનાથ ઠાકુર દ્વારા ‘સંગીતરસરાજ’નું બિરુદ અપાયું. ૧૯૩૯ મહારાષ્ટ્ર સંગીત વિદ્યાલય, મુંબઈ દ્વારા ગોલ્ડ મેડલ અપાયો, ૧૯૫૧ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદ દ્વારા દિલ્હીમાં એવોર્ડ અને મેડલ અપાયા, ૧૯૬૭ બરોડાની ‘ત્રિવેણી' સંસ્થા દ્વારા ગાયક અને ગુરુ તરીકેની વિશિષ્ટ સેવાઓ બદલ એવોર્ડ અપાયો, ૧૯૭૧ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા એવોર્ડ, ૧૯૮૦ I.T... સંગીત અકાદમી ક્લકત્તા દ્વારા એવોર્ડ, ૧૯૮૫ ગુજરાત સંગીત સમિતિ, વલસાડ (ગુજ.) દ્વારા સમ્માન, ૧૯૯૦ ગુજ. રાજ્ય દ્વારા રૂપિયા એક લાખનો પં. ઓમકારનાથ એવોર્ડ, ૧૯૯૨ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત માટે સંગીત નાટક અકાદમી-ન્યુ. દિલ્હી દ્વારા એવોર્ડ, ૧૯૯૮ ભારતીય શાસ્ત્રીય કંઠ્ય સંગીતમાં તેમના પ્રદાન બદલ ઓલ ઇન્ડિયા રેડિયો અમદાવાદ દ્વારા એવોર્ડ અને પ્રશંસા. Jain Education International નારાયણ મોરેશ્વર ખરે ! ગાયક-સંગીત શાસ્ત્રી [૧૮૮૯–૧૯૩૮] થોડાં વર્ષો પૂર્વે વડોદરામાં ગાંધીજયંતી પ્રસંગે એક ૯૦ વર્ષના સ્વાતંત્ર્ય સેનાનીને મળવાનું થયું હતું. મુંબઈમાં ગાંધીની બાળસેનાના તેઓ એક સૈનિક હતા. સવારસાંજની ગાંધીજીની પ્રાર્થનાસભામાં નિયમિત હાજરી આપતા. ગાંધીના સંગીતજ્ઞાન વિષે તેઓ કહેતા હતા કે ભજનો 306 ગાંધીજી સરસ ગાતા. તેમનો કંઠ પણ સારો હતો. જોકે એ તો જાણીતી વાત છે કે ગાંધીજી ભારતમાં આવ્યા તે પહેલાં પૂર્વ આફ્રિકામાં તેમના આશ્રમમાં નિયમિત પ્રાર્થના-ભજન થતાં. ૧૯૧૫માં જ્યારે ભારત આવ્યા અને અમદાવાદમાં આશ્રમની સ્થાપના કરી ત્યારે પ્રાર્થના અને ભજન સવાર-સાંજ આશ્રમજીવનનો એક ભાગ હતો તે દરમિયાન ગાંધીજીને આશ્રમમાં કોઈ સારા સંગીતજ્ઞની આવશ્યકતા જણાઈ. એક વખત એવો હતો કે રાષ્ટ્રીય સ્વાતંત્ર્યની લડાઈની સભા થાય ત્યારે આરંભમાં પ્રાર્થનામંક્તિ થતાં જે કામ ઘણા સમય સુધી વિષ્ણુ દિગંબર પલુસ્કર અને તેમની શિષ્યમંડળી કરતું હતું. આથી આશ્રમ માટે સુયોગ્ય સંગીતશિક્ષક મોકલવા ગાંધીજીએ વિષ્ણુ દિગમ્બરને પત્ર લખ્યો તેમણે પસંદગી નારાયણરાવ ખરે પર ઉતારીને તેમને અમદાવાદ મોયા. આમ ૧૯૧૮માં ગાંધીજીના આશ્રમમાં ખરેજી જોડાયા. ખરેનો જન્મ સનારા જિલ્લાના તાસમાં ગાંવમાં અને ૧૮૮૯માં થયો હતો. તેમના નાનાજી ગગનબાવડા સંસ્થાનના રાજગાયક હતા. આથી સંગીતનો વારસો તેમને મળેલો. તેમનાં માતુશ્રી પણ સુંદર ભક્તિગીતો ગાતાં એ સાંભળીને ખરે પણ પદો લખતા ગાતા ને મંદિરમાં કથાસંગીત સાથે કરતા. મરાઠી સમાજમાં મંદિરમાં સંગીત સાથે કથાકીર્તન કરવાની એક સુંદર પરંપરા છે. સંગીતના આ વિદ્યાર્થીને મિરજદરબાર તરફથી શિષ્યવૃત્તિ પણ મળતી હતી. નારાયણ ખરેએ અમદાવાદની સંગીત પ્રવૃત્તિ પૈકી ગુજરાત વિદ્યાપીઠમાં હાલ જે સંગીતવિદ્યાભ્યાસ ચાલે છે તેનું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy