SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ કરતા. જે સદ્ભાવ પોતાને મળ્યો તેનાથી પણ અધિક પ્રેમ શ્રી સક્સેનાજીએ પોતાના શિષ્યોને આપ્યો. તેમના શિષ્યો પૈકી ગણપતરાવ ધોડકે, મધુકર ગુરવ, પી. ભોરવાણી (રાજકોટ), વિક્રમ પાટિલ, પુષ્કરરાજ શ્રીધરે, મોરેશ્યસત્તા વીરપૌલ, દેવનન્દન, જાપાનના કાટુકી, લંડનના જ્હોન, બાંગ્લાદેશના અલતાફ હુસૈન, નિરંજન ઇત્યાદિ. આ બધા શિષ્યોને તેમણે મોકળા મનથી વિદ્યા શીખવી. તેમની શિક્ષણપદ્ધતિ એવી હતી કે જેમાં તબલાં પર હાથ કેમ મૂકવો, ક્યો બોલ કઈ આંગળી કે હાથની મદદથી વગાડાય તે ઝીણવટથી બતાવતા. તેઓ પોતે લયમાં પાકા હતા અને તેમના શિષ્યોમાં એ ગુણ હતો. મધુકર ગુરવ આકાશવાણીમાં નોકરી કરતા ત્યારે તેમની લયની સિદ્ધિથી પ્રભાવિત ગાયકો તેમની સંગત માણતા. શ્રી સક્સેનાજીએ ભારતના ખ્યાતિપ્રાપ્ત વાદકો નિખિલ બેનર્જી, હરિપ્રસાદ ચૌરસિયા, ઉસ્તાદ અલીઅકબરખાં, અબ્દુલ હલીમ ઝાફરખાં, વિલાયતખાન જેવા સાથે વગાડ્યું છે. ગાયકો કરતાં વાદકો સાથે વગાડવામાં દ્રુત ગતિમાં વાદનની સ્પષ્ટતા હોવી જોઈએ તે સક્સેનાજીને સિદ્ધ હતી તો ગાયકો પૈકી બડે ગુલામઅલીખાન, ઉ. ફૈયાઝખાં, ઉ. નજાકત-સલામત અલીખાં, સિદ્ધેશ્વરી દેવી, રસૂલનબાઈ, પં. જસરાજ ઇત્યાદિ ગાયકો સાથે તેમણે સંગત કરી છે. લયમાં એટલા પાકા હતા કે આવા સિદ્ધ કલાકારો તેમની સંગીતની પ્રશંસા કરતા. સ્વતંત્ર તબલાવાદન તેમણે ઘણી જગ્યાએ કર્યું છે, તો આકાશવાણીના તેઓ ઉત્તમ કલાકાર હતા, તેથી સ્વતંત્રવાદન ઉપરાંત વડોદરા કેન્દ્ર પરથી તબલાં શિક્ષણના પાઠોની શ્રેણી પણ તેમણે લાંબા સમય સુધી પ્રસારિત કરેલી. ગુજરાત સરકાર દ્વારા ૧૯૮૩માં ‘ગૌરવ-પુરસ્કાર', મુંબઈ સુરસિંગારસંસદ દ્વારા સારંગદેવ પુરસ્કાર ૧૯૯૨માં મળેલ. વડોદરાની ત્રિવેણી સંસ્થા તરફથી પણ તેમનું બહુમાન થયેલું. મોરેશ્યસમાં તેમણે ત્યાંની સંસ્થામાં તબલાંશિક્ષણ આપી ખૂબ લોકચાહના મેળવી હતી. જીવનમાં તેઓ ખૂબ નિયમિત રહ્યા. નિશ્ચિત સમયે શિક્ષણકાર્ય, સવારે સાંજે–ચાલવા જવું. નિયમિત રિયાઝ કરવો, કરાવવો. સુધીરકુમાર સક્સેના ભલે ઉત્તરપ્રદેશમાં જન્મ્યા, પણ ગુજરાતને તેમણે વતન બનાવ્યું. તેમનાં પત્ની પ્રજ્ઞા છાયા ગુજરાતી સુગમસંગીતનાં પ્રસિદ્ધ ગાયિકા, તેમની બે પુત્રીઓ પૈકી એક ગઝલગાયકી ને સુગમસંગીતમાં પારંગત થઈ તો બીજી પુત્રી કાર્યક્રમ સંચાલનની નિષ્ણાંત બની. Jain Education International ધન્ય ધરા સુધીરકુમારજી આજે પણ વડોદરાના શિયાબાગના તેમના નિવાસસ્થાને રહે છે, વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે. સંગીત રસરાજ પંડિત શિવકુમાર ઓધવજી શુક્લ જન્મતારીખ : ૧૨ જુલાઈ ૧૯૧૮ જન્મસ્થળ : ગોંડલ, ગુજરાત. શિવકુમાર ને પિતાના પ્રોત્સાહનને કારણે, (શ્રી ઓધવજી શુક્લ) બાળપણમાં તેમની માતા પાસેથી ભક્તિસંગીત શીખ્યા. ઉંમર વધવાની સાથે સંગીતમાં તેમનો રસ દૃઢ થયો. ૧૯૨૭ની સાલમાં તેઓ મુંબઈ આવ્યા અને શ્રી બાબુરાવ ગોખલે (ગ્વાલિયર ઘરાના)ની પાસે પદ્ધતિસર તાલીમ લીધી. ગોંડલના મહારાજાએ તેમની કુદરતી બક્ષિસ પિછાણી અને ૧૯૩૪ની સાલમાં ગોંડલ રાજ્યના દરબારી સંગીતકાર તરીકે તેમની નિમણૂક કરી. ૧૯૩૫થી ૧૯૩૭ દરમ્યાન તેઓ પંડિત ઓમકારનાથ ઠાકુરના શિષ્ય રહ્યા. સંગીતકલા પર પ્રભુત્વ મેળવવાની તેમની ક્ષમતાને કારણે પં. ઓમકારનાથ ઠાકુરે ૧૯૩૬માં કરાંચીમાં તેમને ‘સંગીત રસરાજ'નું બિરુદ આપ્યું. લગભગ બે વર્ષ તેઓ પં. ઓમકારનાથ ઠાકુર દ્વારા તાલીમ પામ્યા. ૧૯૩૯માં તેઓ પૂનામાં ખાનસાહેબ અમનઅલીખાનના શિષ્ય બન્યા અને લાંબા સમય સુધી કઠોર સાધના કરી અને ત્યારબાદ આખા દેશમાં સંગીતસમારંભ આપવાના શરૂ કર્યા. તેમની આગવી શૈલી અને રજૂઆતની તાજપને કારણ તેઓ શાસ્ત્રીય સંગીતના પ્રથમ હરોળના પ્રણેતાઓમાં સ્થાન પામ્યા. આજે પણ ઘણા શ્રોતાઓ દ્વારા તેમના ‘હંસધ્વનિ’ રાગને યાદ કરવામાં આવે છે અને તેની પ્રશંસા કરવામાં આવે છે. ૧૯૩૨ની સાલથી (તેઓ ઑલ ઇન્ડિયા રેડિયો પરથી સંગીતના કાર્યક્રમોનું પ્રસારણ કરે છે.) તેમણે AIR ના વિવિધ સ્ટેશનો પર અસંખ્ય કાર્યક્રમો આપ્યા છે અને ખિતાબો જીત્યા છે. (AIRની ઘણી પસંદગી સમિતિના સભ્ય તરીકે તેમણે સેવા આપી હતી.) ૧૯૫૧ની સાલમાં પંડિત શિવકુમાર શુક્લને (એમ.એસ. યુનિ, બરોડાનાં પ્રથમ કુલપતિ શ્રીમતી હંસાબહેન મહેતા દ્વારા) સંગીતના પ્રોફેસર તરીકે જોડાવા [અને ઇન્ડિયન મ્યુઝિક, ડાન્સ અને ડ્રામેટિક્સની કોલેજમાં કંઠ્ય સંગીતનો વિભાગ શરૂ કરવા નિમંત્રણ આપવામાં આવ્યું]. એમ.એસ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy