________________
શાશ્વત સૌરભ ભાગ-૨
'ગુજરાતની સંસ્કાર—સૌરભળી મહેક
282828282828282828282
ડૉ. ઉષા રા. પાઠક कुलं पवित्रं जननी कृतार्था वसुंधरा पुण्यवती च तेन ।
अपारसंवित् सुखसागरेऽस्मिन् लीनं परब्रह्मणि यस्य चेतः ॥ અપાર સંપત્તિથી ઊછળતા આ સંસારસાગરની વચ્ચે પણ જેનું ચિત્ત ૨ પરમાત્મામાં લીન બન્યું છે તેઓનું કુળ અતિ પવિત્ર છે. તેની જનેતાને ધન્ય છે અને હું તેની જન્મભૂમિ પુણ્યવાન છે.
“ધરાઃ શાશ્વત સૌરભ ભાગ-૨' પોતાની આગવી ઓળખ ધરાવતા હું ગુજરાત પ્રાંતનાં બહુવિધ ક્ષેત્રના મહાનુભાવોના વિશિષ્ટ વ્યક્તિત્વની સંસ્કાર-સૌરભની છે અનુભૂતિ કરાવતો ૯૫૬ પાનાંનો દળદાર ગ્રંથ છે.
આ ગ્રંથની પ્રસ્તાવનામાં ડૉ. ભારતીબહેન શેલતે મહાનુભાવોનાં ચરિત્રોમાંથી મળતી પ્રેરણાનો મહિમા, પ્રાચીન સાહિત્યનાં વચનો ટાંકીને માર્મિક રીતે દર્શાવ્યો છે. સંક્ષેપમાં છતાં સૂચક રીતે ગ્રંથના છે લેખોની વિશેષતાનો નિર્દેશ કરતાં જઈને પરિચય કરાવ્યો છે.
પુરોવચનમાં શ્રી નંદલાલભાઈ દેવલુકે ગુજરાત અને ગુજરાતી પ્રજાની સાંસ્કૃતિક ભૂમિકા, વિશેષતા અને પ્રદાનને
282828282828282828282828282828282828282828282828282828282
હું રજૂ કર્યા છે.
2828282828282828282828282828
ગ્રંથના પ્રારંભે આ બંને લેખો પછી વિશેષ કંઈ કહેવાનું હોય નહીં, છતાં મુ. શ્રી નંદલાલભાઈના સદ્ભાવભર્યા આગ્રહથી મારી લાગણી વ્યક્ત કરું છું.
પથપ્રદર્શક પ્રતિભા'ની પ્રસ્તાવનામાં મેં એક આશા વ્યક્ત કરી હતી કે “બૃહદ્ ગુજરાત પ્રતિભાદર્શન' પછી “પથપ્રદર્શક પ્રતિભાઓ' શેષ વિશેષરૂપે આવે છે. આ બંને ગ્રંથોમાં ગુજરાતનાં શુ વિવિધક્ષેત્રના મહાનુભાવો, જેઓ સીમાચિહ્નરૂપ કાર્ય કરી ગયા છે તેમની સ્મૃતિ વિશેષરૂપે અંકિત કરવાનું કાર્ય સંપાદક છે કર્યું છે. હજી પણ એવી પ્રેરણાદાયી વિભૂતિઓના પરિચય બાકી તો રહી ગયા છે તો આ ગ્રંથની પૂર્તિરૂપે શેષ-વિશેષ છે પ્રારૂપ ભાગ-૨ સંપાદક આપશે તેવી આશા રાખીએ. શ્રી નંદલાલભાઈએ “ધન્ય ધરાઃ શાશ્વત સૌરભ ભાગ૨'ના સંપાદન-પ્રકાશન દ્વારા મારી આપણી સૌની આશા સંતોષી છે તેનો આનંદ વ્યક્ત કરું છું.
સારાં પુસ્તકો એ ઉત્તમ મિત્રો અને માર્ગદર્શક બની રહે છે. સવિચાર અને સંવેદનો અનુભવ આપી જાય છે.
ભારતીય સંસ્કૃતિમાં સત્સંગનો અનેરો મહિમા છે. ગોસ્વામી તુલસીદાસજીએ “રામચરિત માનસ'માં સત્સંગના મહિમાને મનભરીને ગાયો છે. તેઓ કહે છે :
“બિન સત્સંગ વિવેક ન હોઈ. રામકૃપા બિનુ સુલભ ન સોઈ;
સત સંગત મંદ મંગલ મૂલા, સોઈ ફલ સિદ્ધિ સબ સાધન ફૂલા.” TAURURXR888888888888888888828282828282828282828282828%
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org