SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્ય ધરા વ્યક્તિઓની પરિચયનોંધમાં અમારાં ટાંચાં સાધનો, પાનાંઓની જગ્યાની મર્યાદાને કારણે કેટલાક પરિચયો ટૂંકાવવા પડ્યા છે. મિત્રો અને મુરબ્બીઓએ અમને પ્રેરણા, માર્ગદર્શન આપી અમારો વાંસો થાબડ્યો છે એ સૌને આભારના આસોપાલવે શોભાવીએ છીએ. આ ગ્રંથના આર્થિક જોખમમાં પણ અનેકોએ આ ગ્રંથના આગોતરા ગ્રાહક થવામાં તેમજ સૌજન્ય સહયોગમાં જે કોઈએ પ્રોત્સાહક બળ આપ્યું છે તે સૌના ઋણી છીએ. આ ગ્રંથની [આલોચના, પ્રસ્તાવના નોંધ] ભારતીબહેને માર્મિક રીતે રજૂ કરી છે. શ્રી ભારતીબહેન કીર્તિકુમાર શેલત જેમની શૈક્ષણિક કારકિર્દી અજોડ છે. ભારતીય લિપિશાસ્ત્ર, ભારતીય અભિલેખવિદ્યા, સિક્કાશાસ્ત્ર, હસ્તપ્રતવિદ્યા, સંસ્કૃત ભાષા અને સાહિત્યમાં નિષ્ણાત ગણાય છે. ઘણાં પ્રકાશનોનું સફળ સંપાદન કર્યું છે. અમદાવાદના ભો. જે. વિદ્યાભવનમાં ક્રમે ક્રમે વ્યાખ્યાતાથી લઈને સંસ્થાના નિયામક સુધીની સેવાઓ આપી છે. ગુજરાત ઇતિહાસ પરિષદ, ગુજરાત રિસર્ચ સોસાયટી, ગુજરાત રાજ્ય પુરાતત્ત્વ ખાતું, ગુજરાત વિદ્યાસભા, ગુજરાત યુનિવર્સિટી, ગૂજરાત વિદ્યાપીઠ વગેરેમાં પણ તેમની સેવાઓ જાણીતી છે. અમદાવાદની મોટાભાગની શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં મોખરાનું સ્થાન ધરાવે છે. કાંઈક નવું નવું સંશોધન એમના રસનો વિષય છે. તેમની વિનમ્રતા અને સુજનતાનું આ આયોજનને ઘણું જ બળ મળ્યું છે. ઉચ્ચ જીવનનાં રહસ્યો સમજાવવાં કઠિન છે, સમજવાં એથી વધારે કઠિન છે. અને એવું જીવી બતાવવું એથી વધારે કઠિન છે. સુખસમૃદ્ધિ વચ્ચે પણ ભારતીબહેન શેલતના ભાતીગળ જીવનમાં ભારતીય જીવનદૃષ્ટિ, પ્રાણીમાત્ર ઉપરની કરુણા અને ધર્મસંસ્કૃતિ પરત્વેની તેમની શ્રદ્ધાભક્તિએ તેઓ ભારતીય પરંપરાના આજીવન પુરસ્કર્તા બન્યાં છે. અંતરના આભાર સાથે, છલકતે હૈયે સમ્માનપૂર્વક શ્રી ભારતીબહેન શેલત સહિત આ ગ્રંથના બધા જ વિદ્વાન લેખકોનું અભિવાદન કરીએ છીએ અને અંતરથી સૌનો આભાર માનીએ છીએ. તા. ૧-૫-૨૦૦૮ નંદલાલ દેવલુક અભિનંદન ગુજરાતમાં કેટલાક બ્રહ્મભટ્ટ (બારોટ) પરિવારો સમાજજીવનના વિવિધક્ષેત્રમાં હમેશા અગ્રસ્થાને રહ્યાં છે. ઉત્તર ગુજરાતના ભાંડુના વતની હાલ અમદાવાદમાં સ્થિર થઈને હીરા બજારમાં અગ્રસ્થાને રહેલા શ્રી રાજેશ બચુભાઈ બ્રહ્મભટ્ટ ડાયમન્ડ ક્ષેત્રમાં નાની ઉંમરમાં મેળવેલી સિદ્ધિ બદલ ૧૯૮૮માં “જેમ્સ એન્ડ જવેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા'ના ઉપક્રમે મુંબઈમાં એક જાહેર સમારંભમાં એ વખતના કેન્દ્રિય, નાણામંત્રી એન. ડી. તિવારીના હાથે રાજેશ બ્રહભટ્ટ સન્માન પામ્યા. ખૂબ ખૂબ અભિનંદન Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy