SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ બહુ મોટી નામાવલી છે. આજે વાહનવ્યવહારની સગવડને લીધે એ સમજાય તેમ નથી, પણ કલ્પના જરૂર થાય કે એક જમાનામાં હવાને સહારે વહાણ હંકારીને એક ગુજરાતી આફ્રિકા-ઓસ્ટ્રેલિયા કે યુરોપના દેશોમાં કેમ પહોંચ્યો હશે. એટલે તો ચંદ્રકાન્ત બક્ષીએ ગુજરાતીને “મહાજાતિ’ કહીને નવાજી છે. આજે દુનિયાનો કોઈ ખૂણો એવો નહીં મળે કે જ્યાં કોઈ ગુજરાતી વસતાં ન હોય! ગુજરાતીઓ જ્યાં જ્યાં ગયાં ત્યાં ત્યાં તેના વ્યવહારમાં અને વ્યવસાયમાં, વ્યાપાર અને સંસ્કારમાં, સ્વભાવની સૌમ્યતા કે સભ્યતામાં તેના જીવનની દરેક ક્રિયા-પ્રક્રિયામાં કૌશલ્યનાં દર્શન કરાવ્યાં છે. | ગુજરાતી પ્રજાની બીજી વિશેષતા એ છે કે એ જ્યાં જ્યાં વસે છે ત્યાં ત્યાં તેની પ્રજા સાથે હળીમળી જાય છે એ ભૂમિને અને એની પ્રજાને પોતાની માનીને જ રહે છે. એ પ્રજાની સમસ્યા-સુખદુઃખ કે સુખાકારીની ખેવના કરે છે. ગુજરાતી પ્રજા એમ સાહસિક છે તેમ પરોપકારી પણ છે. ઉત્તમ ઉદાહરણ ગઈ સદીનો જગતનો ઇતિહાસ જ કહે છે : અંગ્રેજો અહીં વેપાર કરવા આવ્યા અને શોષક સત્તાધારી બની રહ્યા. જ્યારે મોહનદાસ કરમચંદ ગાંધી વ્યવસાય અર્થે ગયા અને સમગ્ર દક્ષિણ આફ્રિકાના ઉદ્ધાર માટે સત્યાગ્રહ ચલાવી મહાત્મા બની ગયા. જગતના ખૂણે ખૂણે મહાત્મા ગાંધીજીનાં પૂતળાં સ્થાપવામાં આવે છે. એ દર્શાવે છે કે કોઈપણ દેશની પ્રજા ગુજરાતીને સ્વજન તરીકે સ્વીકારે છે. બહુજન હિતાય જીવતો ગુજરાતી આદરપાત્ર બને એ સ્વાભાવિક છે. આ ઉત્તમ સંસ્કાર-વારસાને લીધે આજે પણ ગુજરાતી પ્રજા ગમે ત્યાં ઊજળી આગેવાની લઈને એ વિભાગના આદર્શ નાગરિકો તરીકે જીવે છે. અમેરિકામાં વસતાં આઠેક લાખ ગુજરાતીઓએ ગુજરાતની અસ્મિતાને ટકાવી રાખી છે. સંસ્કૃતિને જાળવી રાખી છે. ભારતના વિવિધ પ્રાંતોમાં અને વિશ્વના પાંચેય ખંડોમાં વિવિધ દેશોની ભોમકા પર પોતાનાં તપ, ત્યાગ, પુરુષાર્થ અને પરાક્રમના બેવડાબળથી આગળ આવી, સાહસની અપાર ક્ષમતા બતાવી વિવિધ ક્ષેત્રે કીર્તિસંપાદન કરેલા પ્રતિભાસંપન્ન પ્રતિભાઓની ઉજ્જવળ ગાથા આપણી ભાવી પેઢીને માર્ગદર્શક બની રહેશે. આ સૌના ફૂલ ગુલાબી પરિચયો હદયમાં જો સ્પર્શી જાય તો ખરેખર એકવીસમી સદીને દીવાદાંડીરૂપ બની રહે તેવા છે. સમાપન અને આભારદર્શન ગ્રંથરનને વૈવિધ્યસભર બનાવવામાં જ્યાં જ્યાંથી માહિતી લીધી છે તે સૌનો ઋણસ્વીકાર કરતાં આનંદ થાય છે. આ પ્રકાશનમાં જાણે અજાણે કોઈપણ ધર્મસંપ્રદાય કે પરંપરા વિરુદ્ધ કોઈપણ જાતનો ઉલ્લેખ થયો હોય કે કોઈપણ વિગતમાં જરા સરખો પણ અનાદર કે અવિવેક થયો હોય કે બીજી કોઈ ક્ષતિઓ રહી જવા પામી હોય તો અંતકરણપૂર્વક ક્ષમા માંગી લઈએ છીએ. અમારી આ લાંબી સાહિત્યયાત્રામાં વિદ્વાન જૈન મુનિ શ્રી જયદર્શનવિજયજી મ.સા., શ્રી કુમારપાળભાઈ દેસાઈ, શ્રી જોરાવરસિંહ જાદવ સંસ્કૃતના પ્રખર જ્ઞાતા અને પ્રકાંડ પંડિત પ્રા. શ્રી જનાર્દનભાઈ દવે, ઇતિહાસવિદ્દ શ્રી રમેશભાઈ જમીનદાર, પ્રખર વિવેચક અને વાર્તાકાર શ્રી જયંતિભાઈ ગોહિલ અને પ્રા. શ્રી ઉષાબહેન રા. પાઠક, ડૉ. મંદાબહેન પરીખ, અમદાવાદના મયંક ઉપાધ્યાય આ સૌએ અમને માર્ગદર્શનમાં હમેશા મુક્ત હાસ્યથી આવકાર્યા છે, દ્વારકાના શ્રી સવજીભાઈ છાયા, રાજકોટના પ્રતાપસિંહ જાડેજા, વાંસદાના કિરીટસિંહ મહિડા અને જામનગરના શ્રી મહેન્દ્રભાઈ ડી. શેઠ તરફથી ઉમળકાભેર સહકાર મળ્યો છે. ગ્રંથના છાપકામમાં અમારા પરમ હિતેચ્છુ એવા શ્રી જ્ઞાનચંદજી જૈન અને તેમના સુપુત્રો નિલયભાઈ અને નિજેશભાઈએ ખૂબ જ કાળજી લીધી છે. પ્રૂફ રીડીંગના કાર્યમાં રાહીભાઈ ઓધારિયાની સેવા પણ નોંધપાત્ર છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy