SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ અનેક સાંપ્રત પ્રતિભાઓએ ગુજરાતનું નામ ભારતમાં ઉજ્વળ કર્યું છે. ભારતને ગુજરાતની આ મહામૂલી ભેટ છે. ગુજરાતીઓમાં કલા સદ્ગુણો, ત્યાગ અને સમર્પણ જેવા શ્રેષ્ઠ પ્રસંગોનો થાળ વિશાળ વાચકો સુધી આ પ્રકાશન દ્વારા પહોંચાડવાના આ નમ્ર પ્રયાસ વખતે ગૌરવ અનુભવું છું. એ દર્શાવે છે કે માનવીના ચરિત્રની પારાશીશી તેનાં જીવનકાર્યો છે, તેના જીવનવિચારો છે, તેના જીવનાદર્શો છે. જે કલ્યાણકારી માર્ગે ચાલે છે તેને ચિરંજીવી યશ પ્રાપ્ત થાય છે, એટલે તો રાજા કલાપીએ કહ્યું હતું કે ધન્ય ધરા “તમારાં રાજદ્વારોના ખૂની ભપકા નથી ગમતા, મતલબની મુરવ્વત જ્યાં, ખુશામદના ખજાના જ્યાં.'' આમ, જે વ્યક્તિ તન-મન-ધનથી સમાજસેવા કરે છે તેની કીર્તિધ્વજા અહર્નિશ લહેરાયા કરે છે. સફળ ઉદ્યોગપતિઓ : દાનવીરો અર્થતંત્ર જ્યારે જ્યારે કેન્દ્રગામી બને છે ત્યારે ગરીબ-અમીરની વચ્ચેની ખાઈ બહુ મોટી થાય છે અને ત્યારે કોઈ ને કોઈ પ્રકારની ક્રાંતિ થાય છે અને સમાજ અસ્તવ્યસ્ત થઈ જાય છે. એટલે પ્રાચીન ગ્રંથોમાં યજ્ઞનું પ્રતીક આપવામાં આવ્યું હતું, આજના યુગમાં મહાત્મા ગાંધીજી જેવા ચિંતકોએ અર્થના વિકેન્દ્રીકરણનો ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત આપ્યો અને વિશ્વશાંતિ માટે, માનવકલ્યાણ માટે એક ઉપાય બતાવ્યો અને એ ઉપાયને ‘દાનવૃત્તિ’નું નામ આપવામાં આવ્યું. સ્વાર્થ નહીં, પણ પરમાર્થને મહત્ત્વ આપવામાં આવ્યું. સ્વાર્થ નહીં, પણ સહકાર–સમભાવ–સમસંવેદનને અગત્યતા આપવામાં આવી એ સિદ્ધાંતે જીવન જીવતાં શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, અમીરો પણ સમાજમાં આદરપાત્ર હોય છે. યશોગાથાના ગૌરવપ્રદ પરિચાયકો' નામના આ પાંચમા વિભાગમાં વળી સાવ આગવી માહિતીઓ છે. ગરવી ગુજરાતમાં શોભતા મોભીઓ, મહાજનો, શ્રેષ્ઠીવર્યો તો અપાર છે પણ ભારતભરમાં અને વિદેશોમાં મહત્તા પામેલા ગુરુગાથાના ગુણિયલોનો પણ આ વિભાગમાં સમાવેશ છે. અહીં સમાજસેવી, મહિલાહિતમાં કામ કરી જીવન સમર્પિત કરનારી મહિલાઓ, મહિલાસંસ્થાઓ, પ્રતિભાસંપન્ન પાટીદારો, જળકમળવત્ રહેતા સમાજના અંતિમ છેવાડા સુધી પહોંચી સ્વસુખનો સંન્યાસ લઈ પરગજુ બનેલા નાનામોટાના ભેદ વિનાનો સમાજ જેને રૂડો લાગે, હર્યોભર્યો લાગે છે તેના મૂળમાં જલસિંચન કરનારા સમર્પિતોની આ વિભાગમાં સ્તુતિગાથા નજરે પડે છે. સમાજસેવાના ક્ષેત્રમાં ભલે જુદા ઉપક્રમો, જુદા ધ્યેય, સંકલ્પો કે જુદી રીતરસમ હોય છતાં મહામાનવધર્મના વિચારછત્ર હેઠળ આ વંદનીય વિભૂતીઓ એક સમાન આદરપાત્ર બને છે. આપણા એક કવિ ખબરદારે ગાયું છે : જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!'— આ વિભાગમાં આવા ગૌરવવંતા ગુજરાતીઓની યશોગાથા રજૂ થઈ છે. માત્ર આજીવિકા માટે વતનથી દૂર વસવા છતાં વતનની ભૂમિ સાથે જેમનાં મૂળ જોડાયેલાં રહ્યાં છે, તેવા આ યશોધર ગુજરાતીઓ પોતાનો વ્યક્તિગત, કુટુંબગત જ નહીં, સમગ્ર ગુજરાત રાજ્ય અને પ્રજાનો કીર્તિધ્વજ ફરકતો રાખીને વિશ્વમાં વતનની–ગુજરાતની– ગિરમા ફેલાવતા રહ્યા છે! એ સૌ અભિનંદનના સાચા અધિકારી છે! દેશવિદેશે આગેવાન ગુજરાતીઓ કવિ ખબરદારે કહ્યું છે : “જ્યાં જ્યાં એક વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.” ઇતિહાસકારોએ ગુજરાતી પ્રજાને વેપારી તરીકે ઓળખાવી છે અને વેપાર એટલે સાહસિકતા. વેપાર એટલે વિસ્તરણ. એ માટે દરિયો ખૂંદીને અજાણ્યા મુલકના ખૂણે ખૂણે પહોંચવાનું હોય. ગુજરાતના ઇતિહાસમાં આવા સાગરખેડુ સાહસિકોની Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy