SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ આ નરેશે પ૬૫ રાજ્યોમાંથી પોતાની રાજસત્તા પ્રેમથી પ્રજાને ચરણે ધરી દેવામાં ભારતના ઇતિહાસમાં પહેલ કરનાર આ દરબારનો ત્યાગ વિરલ હતો. સમાજ નાનામોટા સૌ શહીદોને અહર્નિશ યાદ કરતો રહે છે અને એમનાં કાર્યોમાંથી પ્રેરણા લઈને આગળ વધતો રહે છે. અમદાવાદમાં કોમી તોફાનોમાં કોમી એકતા માટે શહીદી વહોરી લેનાર વસંતરાવ હેગીસ્ટ અને રજબઅલી લાખાણીને સો સો સલામ. જે સમાજ પોતાના આવા પનોતા પુત્રોને ભૂલી જાય છે તે સમાજ દિશાહીન | માર્ગે ફંટાય છે. ગામે ગામ પાદરના પાળિયાથી માંડીને મહાનગરોના ચોકમાં મૂકાયેલી વિશાળકાય શહીદ પ્રતિમાઓ પ્રજાને આ પ્રેરણાનાં પીયૂષ પાતી રહે છે. ગુજરાતના મુખ્યમંત્રી સ્વ. બળવંતરાય મહેતા અને સરોજબહેન મહેતાનાં નામો ચિરસ્મરણીય બન્યાં છે. (યશગાથાના ગૌરવપ્રદ પરિચાયકો | નામ રહંતા ઠાકરા, નાણાં નહીં રહંત, કીર્તિ કેરા કોટડા, પાડ્યા નહીં પરંત.” એ વિખ્યાત દોહામાં નામ-કીર્તિ-યશનું સાચું ગૌરવ કરવામાં આવ્યું છે. સાચું નાણું યશ-પ્રતિષ્ઠા છે, જેનાથી ચારિત્રનું માપ નીકળે છે. સાચી કીર્તિ યુગો સુધી લોકોના હૃદયમાં વાસ કરે છે, જેને કોઈ ભૂંસી શકતું નથી. લક્ષ્મી ચંચળ છે અને મહેલાતો નાશવંત છે, પણ યશ-કીર્તિ તો સૂર્ય-ચંદ્ર જેમ અવિચળ છે. માતૃભૂમિના રાજનીતિશાસ્ત્રકારો વ્યક્તિ અધ્યાત્મ ગુણોથી શોભે છે. કુટુંબ સારા સંસ્કારો વડે દીપે છે. સમાજ ઉમદા નીતિ-નિયમોથી શોભે છે અને રાજ્યવ્યવસ્થા સર્વજનહિતાય કાર્યોથી દીપે છે. પ્રજાની સુખસમૃદ્ધિનું માપ પૈસો નથી, પણ પ્રજાજીવનમાં માનવમૂલ્યોની કેવી ખેવના થાય છે તેના પર છે. જેમ ઘર-કુટુંબને પોતાના ખાસ સંસ્કારો હોય છે, તેમ અમુક પ્રદેશમાં પથરાયેલી પ્રજાને પોતાની ખાસ વિશેષતાઓ હોય છે. એ સર્વને નજર સમક્ષ રાખીને શાસનકર્તાએ આદર્શો, ભાવનાઓ, નિયમો, કાયદાઓ અને કાર્યપ્રણાલિઓ નક્કી કરવાની હોય છે. એમ કરવામાં આવે તો જ ઉત્તમ રાજ્યવ્યવસ્થા સ્થાપી શકાય. ભારતનું એ સભાગ્ય છે કે પરતંત્રતાના દિવસો સિવાય, રાજાશાહી હોય કે લોકશાહી હોય, પણ ભગવાન ચાણક્યથી લઈને સમ્રાટ અશોક કે મહાન અકબર કે સરદાર વલ્લભભાઈ પટેલ આ આકાશગંગાના અગણિત તેજસ્વી તારલાઓ સમન્વયની, સંવાદની, સમભાવની, સમુદ્ધારની રાજનીતિ જ પેશ કરતા આવ્યા છે. એ આદર્શો અને ભાવનાઓના ઓથાર નીચે છેવાડાના માણસો સુધી એ મૂલ્યો પ્રસર્યા છે. આ યશ-નામ-કીર્તિ-પ્રતિષ્ઠા-આદર-સમ્માન કોને મળે છે? જે સમાજમાં કલ્યાણકારી પ્રવૃત્તિઓ ચલાવે છે, જે સદાચરણથી જીવન જીવે છે, જે પાવન-પવિત્ર-ધાર્મિક-શ્રેયસ્કર સગુણો વડે અન્ય સાથે વ્યવહાર કરે છે, તેને સમાજ આદરપાત્ર ગણે છે. દાનવીર ભામાશાને સૌ વંદન કરે છે, રાજા માનસિંહની તસવીરો કોઈ લગાવતું નથી, રાણા પ્રતાપનાં પૂતળાં ઘણા ચોકમાં જોવા મળે છે, પરદુઃખભંજક વીર વિક્રમની વાતો આજે પણ એટલી જ લોકોમાં પ્રચલિત છે, પરપીડક લૂંટારાઓને કોઈ યાદ કરતું નથી. એકાદ ગામ વચ્ચે બેસીને ગ્રામોદ્ધારની પ્રવૃત્તિઓ ચલાવનાર સેવકને સૌ યાદ કરે છે, જીવનનાં તમામ ક્ષેત્રોમાં પોતાનું હીર બતાવી આપનાર નામી-અનામી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy