SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ધન્ય ધરા ટૂંકમાં, જીવન જીવવાનો, જીવનને સુખમય બનાવવાનો સાચો માર્ગ શ્રેયનો છે. એનાથી સમૂહજીવનમાં સંતોષ, શાંતિ અને સંપની ભાવના પ્રગટે છે. એનાથી સહકાર અને પરોપકારની પ્રવૃત્તિઓ પાંગરે છે. એનાથી આત્માનું અને સમાજનું કલ્યાણ થાય છે. એનાથી જીવનમુક્તિના, સમર્પણના આચરણનો વિકાસ થાય છે. સંન્યસ્ત અને મોક્ષપ્રાપ્તિ તરફ ગતિ થાય છે. માનવજીવનની આ શ્રેયયાત્રામાં અહીં બહુ મોટા વ્યાપમાં વિશેષાર્થના અધિકારીઓ, દેશભક્તો, સમાજસેવકો, ગ્રામજીવનમાં–ક્ષેત્રોમાં સેવા-મૂકસેવાના ઠક્કરબાપા, રવિ ઘોંડો કેશવ કર્વે, જેમનાં નામ કાવ્ય-સાહિત્યમાં કદી ન આવ્યાં હોય, આવવાની જરીકે સંભાવના ન હોય, એવી વણપ્રીછી કોડિયાંની દિવેટો અહીં પ્રવેશ પામી છે. સદાચારના મૂર્તિમંત અખંડ દીવાઓ આ વિભાગને અજવાળવા હાજર છે. આર્યા ધીરોદાત્ત ચરિત્રો છે તો પોતડિયા માસ્તરો (ગુરુજનો કહેવડાવવામાંથી દૂર ભાગતા) સિદ્ધિપ્રસિદ્ધિના ઝળહળાટથી દૂર ભાગતા પલાંઠી વાળી સ્વાધ્યાય તપના તપસ્વીઓ પણ આમાં દર્શન આપે છે. માનવસમાજના આ શ્રેયયાત્રીઓ જમાને જમાને બદલાતા રહ્યા છે. પોતપોતાના યુગ અનુસાર પ્રજાજીવનના પ્રવાહોને અનુરૂપ ધર્મચિંતન દ્વારા પથદર્શન કરાવતા રહ્યા છે. માણભટ્ટ પ્રેમાનંદનાં આખ્યાનો અને સંત પૂ. મોરારિબાપુની કથામાં આ ભેદ સ્પષ્ટરૂપે જોઈ શકાય છે, એટલે દરેક સંતનું કાર્ય તેની પશ્ચાદભૂમિકા સાથે મૂકીને મૂલવવું જરૂરી છે. સાર્વત્રિક દૃષ્ટિએ તો રાજામહારાજાઓ કે ધનિકો કરતાં આ શ્રેયયાત્રીઓ સવાયા ઉપયોગી બન્યા છે. તેથી જ સમાજમાં આજે પણ વર્ષો બાદ તેમને યાદ કરવામાં આવે છે. લોકનાયકો : ગણતંત્રના સંરક્ષકો માનવજીવનને ભર્યુંભર્યું રાખનારાં અનિવાર્ય ક્ષેત્રોને કુટુંબ-સમાજ-રાજ્ય એવાં નામે ઓળખીએ છીએ. જેમ હૃદયસ્થ ભાવ-ભાવનાઓથી આ ક્ષેત્રો હર્યાભર્યા રહે છે, તેમ બૌદ્ધિક વ્યવસ્થાથી આ ક્ષેત્રો વ્યવસ્થિત રહે છે. એક સમયે પ્રજા પર અપાર પ્રીતિ રાખનારા કેટલાક રાજાઓ દેવ જેમ પૂજાતા. સુવ્યવસ્થિત શાસનમાં સમાજનાં ધર્મનીતિ, વેપાર-ઉદ્યોગ, કળા-સંસ્કૃતિ વગેરે બારોબાર ખીલ્યાં હોવાના દાખલા ઇતિહાસમાં મળે છે. લોકશાહી રાજ્યવ્યવસ્થામાં તો સમસ્ત પ્રજા શાસક હોય છે. પ્રજા પોતાનો મત આપે છે ત્યારે એ પોતાનો શાસન પ્રત્યેનો અભિપ્રાય આપે છે. શાસન-વ્યવસ્થાના એક ભાગરૂપે પ્રજાને પોતાના પ્રતિનિધિ ચૂંટવાના હોય છે. એ પ્રતિનિધિઓ લોકોના નાયકરૂપે રહીને રાજ્યવ્યવસ્થા સંભાળે છે, એટલે લોકશાહી વ્યવસ્થામાં તો એકેએક લોકનાયક ઉમદા વ્યક્તિત્વ ધરાવતો રાજા છે. એનામાં રહેલા રાષ્ટ્રપ્રેમ-સમાજપ્રેમ-માનવપ્રેમની ભાવ-ભાવના અને આદર્શો સમગ્ર ગણતંત્રને હર્યુભર્યું રાખે છે. ગામડાના સરપંચથી માંડીને વડાપ્રધાન સુધી લોકનાયકની અપ્રતીમ છાપ હોય તો જ ગણતંત્રની ગરિમા જળવાઈ રહે છે. ઈ.સ. ૧૯૧૫-૨૦થી ૧૯૫૦-૬૦ સુધી ભારતના ઇતિહાસમ આવા લોકનાયકો આકાશમાં તારાઓ જેમ ઝગમગી-ઝળહળી ગયા એ કોઈ કેમ ભૂલી શકે! રણબંકા રાજપૂતો : શહીદવીરો નાનકડું કુટુંબ હોય કે વિશાળ દેશ હોય, એનું રક્ષણ કરનાર, જતન કરનાર, પાલનપોષણ કરનાર ક્ષત્રિય છે. ગામ કે પંથકની રક્ષા કાજે માથાં મૂકી દેનારા નરવીરોના અનેક કિસ્સા ઇતિહાસના પાને પાને નોંધાયેલા છે. પછી તે એક-બે-પાંચ રાજપૂતોનાં કેસરિયાં હોય કે અંગ્રેજ સલ્તનત સામે અહિંસક સત્યાગ્રહ ખેડવા નીકળી પડતાં ગાંધી ફોજના લાખો સત્યાગ્રહીઓ હોય, એ દરેકનું મૂલ્ય ભગતસિંહ કે સુભાષ બોઝ કરતાં સહેજે ઓછું નથી. ગોહિલવાડના વીર મોખડાજી, યુદ્ધમાં દેહાર્પણ કરી અક્ષય કીર્તિ મેળવી જનારા સરદારસિંહજી રાણા વગેરેને કેમ ભૂલી શકાય? ભાવનગરના દેવાંશી રાજવી કૃષ્ણકુમારસિંહજીને પ્રજાએ હમેશા તેમને ભક્તિભાવથી જોયા હતા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy