SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ રસિકભાઈ, યશવંત પુરોહિતની સ્વરોપાસનાનાં પૃષ્ઠો દેખાશે. મહાગુજરાતે સર્વ ક્ષેત્રની જેમ જ સુરસ્વામીઓ અને કલાગુરુઓ પણ પ્રગટાવ્યા. પંદરમી શતાબ્દીમાં અને તે પછીના કાળમાં શાસ્ત્રીય ઢબે પદો ગાનાર નરસિંહ મહેતા પણ સંગીતનિપુણ હતા. મલ્હાર રાગ ગાનાર વડનગરની નાગરબહેનો તાના અને રિરિની આ જન્મભૂમિ છે. જામનગરના પંડિત આદિત્યરામ વ્યાસ અજોડ ધ્રુપદ ધમારની ગાયકીના મહાન સંગીતકારને ગુજરાતના રાજગાયક તરીકેનું સ્થાન મળેલું. સૌરાષ્ટ્રમાં મહારાજા ભાવસિંહજીના સમયમાં સંગીતકળાને સારો એવો રાજ્યાશ્રય મળેલો. સંગીતશાસ્ત્રી સ્વ. ડાહ્યાલાલ શિવરામ નાયકે “શ્રી સંગીત કલાધર' નામનો એક સુંદર ગ્રંથ પણ પ્રગટ કરેલો. શ્રીમતી ચંદ્રપ્રભા એક ઉત્તમ ગાયિકા હતાં અને ભાવનગર રાજ્યનાં રાજગાયિકા હતાં. | ગુજરાતના સર્વોત્તમ સંગીત માર્તડ પદ્મશ્રી ઓમકારનાથજી ઠાકુર, પં. યશવંતરાય પુરોહિત, જગદીપ વિરાણી, રસિકભાઈ અને બાબુભાઈ અંધારિયા, દયારામ દલસુખરામ ઠાકોર, પં. વિષ્ણુ-દિગમ્બર અને આશ્રમ ભજનાવલીનું વિશિષ્ટ પ્રદાન આપનારા નારાયણરાવ ખરે આપણા ગૌરવવંતાં સંગીતરત્નો છે. શાસ્ત્રીય નૃત્યાંગના મૃણાલિની સારાભાઈ, અવિનાશ વ્યાસ અને અંજલિ મેઢ પણ આપણું ગૌરવ છે. ભરતનાટ્યમ્ નૃત્યના શાસ્ત્રપૂત જ્ઞાતા, ઉદયશંકરની પ્રેરણા પામેલા નૃત્યાચાર્ય ધરમશીભાઈ શાહ કથ્થક મણિપુરી વગેરે નૃત્યશેલીના પ્રેરક આચાર્ય છે. વિવિધ નૃત્યપરંપરાઓ, લોકગાયકો, ચારણી સાહિત્યના મર્મીઓ, પત્રકારો, કટારલેખકો, છબીકારો સૌ માનસ્તંભોની સુદીર્ઘ યશોગાથા આ વિભાગમાં છે. 'માનવજીવનની શ્રેયગાથા માનવસંસ્કૃતિના વિકાસના બે માર્ગો છે : ૧. પ્રેમ અને ૨. શ્રેય. માનવનાં જીવનકાર્યો આ બેમાંથી એક માર્ગ ગ્રહણ કરીને લક્ષ્ય તરફ ગતિ કરે છે, સ્વ અર્થે થતાં કાર્યોને પ્રેય કહે છે, પર અર્થે થતાં કાર્યોને શ્રેય કહે છે. તેથી પ્રેયમાં સ્વાર્થના અને શ્રેયમાં પરમાર્થનાં દર્શન થાય છે. પશ્ચિમની સંસ્કૃતિમાં અધિકાંશે પ્રેયનું વર્ચસ્વ રહ્યું છે, પૂર્વની—ખાસ કરીને ભારતની સંસ્કૃતિમાં શ્રેયનું મહત્ત્વ રહ્યું છે. પ્રેયવૃત્તિથી પ્રેરાયેલી પ્રવૃત્તિઓ મોટે ભાગે અહંકેન્દ્રી હોય છે. જીવન જીવવામાં જાત પૂરતો જ વિચાર કરવો, ભૌતિક સમૃદ્ધિને જ મહત્ત્વ આપવું, અહંકારને પોષણ મળે એવાં કાર્યો કરવાં વગેરે પ્રેયવૃત્તિનાં લક્ષણો છે, જેથી પશ્ચિમનો માનવી એકલો જીવતો હોય તેમ લાગે છે. અહંકાર અને સત્તાલાલચુ બનાવે છે ત્યારે તે બીજા પર હુમલો કરતાં પણ અચકાતો નથી. સિકંદરથી માંડીને પશ્ચિમનો આજ સુધીનો ઇતિહાસ આનો પુરાવો છે. પ્રેયમાં વ્યક્તિના અંગત ગમા-અણગમાની તીવ્ર દોરવણી હોય છે, જ્યારે શ્રેયમાર્ગ જાતનું જ નહીં, સર્વનું કલ્યાણ ઇચ્છે છે, એટલે શ્રેયવૃત્તિઓ ધરાવનાર ભૌતિક સુખ-સગવડ કે સમૃદ્ધિને મહત્ત્વ આપતો નથી. માનવી તરીકે તેની આંતર સમૃદ્ધિનો વિકાસ થાય એમ ઝંખે છે. પરિણામે તેનામાં પ્રેમ, અહિંસા, કરુણા, દયા, ઉદારતા, પરોપકાર, સંતોષ, સમાધાન વગેરે સગુણોનો વિકાસ થાય છે. ભારતીય સંસ્કૃતિનું આ વિશિષ્ટ પાસું જગતનો ઇતિહાસ જાણે છે. આજ સુધીમાં ભારતે પોતાનું સાર્વભૌમત્વ વિકસાવવા પડોશી દેશો પર હુમલો કર્યો હોય એવું બન્યું નથી. યુગોથી જગતના ખૂણે ખૂણે પહોંચીને વેપાર કરતો ભારતીય ક્યારેય ત્યાં સત્તા જમાવીને બેસી ગયો હોય એમ બન્યું નથી. પોતાની વૈયક્તિક સંપદાને સમાજને ચરણે ધરી દેતી આવી ઘણી વ્યક્તિઓ એક સમયે અસાધારણ બની જતી હોય છે, અનેકનાં હૈયામાં ચિરંજીવ યશ પ્રાપ્ત કરી લ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy