SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્ય ધરા વર્તમાન વિવિધ કળાઓના પ્રસ્તુતીકારો હોવું' એટલે અસ્તિત્વ અને અસ્તિત્વની પ્રતીતિ એટલે અભિવ્યક્તિ. વ્યક્ત થવાની ઉત્તમ કોટિને કળા કહેવાય છે. વ્યક્ત થવાની એ ક્રિયા-પ્રક્રિયાને પૂરી સજ્જતાથી અને સભાનતાથી યુગોથી સંસ્કાર્યા કરવાથી કળા જન્મે છે, જે તેની કોઈપણ કોટિએ રસ અને સૌંદર્યને નિષ્પન્ન કરે છે અને કોઈપણ કોટિએ અમીટ-અનન્ય-અભુત છાપ મૂકી જાય છે. સ્થાપત્યની આકૃતિ, શિલ્પનો શણગાર, ચિત્રની જીવંતતા, સંગીતનો અર્થપૂર્ણ લય અને સાહિત્યનો લયપૂર્ણ અર્થ કળાના આ અસરકારક પ્રભાવની નીપજ હોય છે. નૃત્ય પણ એવી જ સંકુલ કળા છે. એમાં સર્વ લલિત કળાઓનો સમન્વય હોય છે. શિલ્પ-ચિત્ર-સંગીત અને કવિતાનો અદ્ભુત સમન્વય નૃત્યકળામાં જોવા મળે છે. સર્વ કળાઓની જેમ નૃત્ય પણ વિવિધ માનવ-ભાવ વ્યક્ત કરે છે. અધ્યાત્મપ્રાપ્તિનું સાધન છે. ભાવની અભિવ્યક્તિ એ બીજી કળાઓ જેમ નૃત્યનો પ્રાણ છે. શિવજીનું તાંડવ અને પાર્વતીજીનું લાસ્ય એનાં ઉત્તમ ઉદાહરણો છે. ચૈતન્ય મહાપ્રભુ અને નરસિંહ મહેતાએ લય અને નાદ સાથે એકત્વ પ્રાપ્ત કર્યું હતું, પણ કોઈ પણ ભાવને તીવ્રતાથી મૂર્ત રૂપ આપવું એ નૃત્યનો વિશેષ છે. યુગોથી વિવિધ પ્રજામાં વિવિધ કળાઓ સજીવન છે. ગુજરાતમાં પણ વિવિધ કળાનાં પ્રસ્તુતીકારો ઘણાં જોવા મળે છે. એટલે જ લલિતકળા સ્થળ અને કાળથી પર હોય છે. બાઇબલ કે કુરાનને આરાધનારો વર્ગ અલગ અલગ હોવાનો, શિવસંપ્રદાય કે વૈષ્ણવ-સંપ્રદાયના ગોળ અલગ અલગ હોવાના, અંગ્રેજી, ફ્રેન્ચ, રશિયન, જાપાનીઝ કે હિન્દી ભાષાઓનાં જૂથ અલગ અલગ હોવાનાં; પણ તાજમહાલ કે મોનાલિસા કે રવિશંકરનું સંગીત કે શેક્સપિયરકાલિદાસનાં નાટકોને કોઈ સ્થળમાં કે કોઈ કાળમાં સીમિત રાખી શકાતાં નથી એ જોઈ શકાશે. એ કળાસમૃદ્ધિ માનવજાતની ઉન્નત ભાવનાઓનું પરિણામ હોય છે, એટલે માનવીએ વિકસાવેલા અનેક આયામોમાં કળાનું સ્થાન સૌથી ટોચે છે. એવી કળાના આસ્વાદથી જ માનવી પરમ સુખનો અનુભવ કરે છે. આ ધરાના કવિ કાંતથી માંડીને કૃષ્ણલાલ શ્રીધરાણી અને પ્રહલાદ પારેખ સુધીની અખંડ કાવ્યધારા આ ભૂમિ સંસ્કૃતિનાં અમૃતપાન કરાવતી ચિરકાળ વહેતી રહેશે. આ ભૂમિમાં સરસ્વતીના પુત્રો ગણાતા આ બ્રહ્મભટ્ટ બારોટોનું બુદ્ધિચાતુર્ય અને સાંસ્કૃતિક ચેતનાના પ્રભાવને કારણે બૃહદ ગુજરાતમાં વિદ્યાનાં પ્રત્યેક કેન્દ્રો જેવાં કે આયુર્વેદવિદ્યા, ગાંધર્વવિદ્યા, વ્યાકરણવિદ્યા, કોશ, કાવ્ય કે અલંકારવિદ્યા આવાં અનેક ક્ષેત્રે અભુત કલમ ચલાવીને સાહિત્ય સર્જન દ્વારા બહોળા જનસમૂહને મંત્રમુગ્ધ કરી દીધા. કલાસાહિત્ય સિવાય પણ વિવિધ ક્ષેત્રનાં સફળ શિખરો સર કર્યાની, ઇતિહાસ અને સંસ્કૃતિનું જીવનભર જતન કર્યાની થોકબંધ વિગતો મળે છે. સાહિત્યસમૃદ્ધિ અને કલાદર્શનમાં ભાસ, કાલિદાસ, કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યજીના દ્વયાશ્રય, સિદ્ધહૈમ, કાવ્યાનુશાસન-પ્રેમાનંદ, નરસિંહ, મીરાંથી રમેશ પારેખ અને કૃષ્ણદવે સુધીના ચાર સ્ત્રોતોના સાહિત્યસંગમોનાં તીર્થસ્થાન અહીં શક્ય બન્યાં છે. યશસ્વી કવિઓની લેખમાળામાં પણ જીવનની પ્રભાવક વિગતો એ હૃદયસ્પર્શી અને ચોટદાર અભિવ્યક્તિ છે. નાટ્યવિદો, નાદ બ્રહ્મના આરાધકો, બૈજુ, ‘તાનસેન', ૩ૐકારનાથજી, બાબુભાઈ, Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy