SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ- ૨ સાંપડે છે. જે પ્રજા ઇતિહાસની સાક્ષી નથી બની શકી, તેવી માનવસમાજની વર્તમાન અને ભાવિ પ્રજા માટે ઇતિહાસ ગૌરવ, આત્મસમ્માન અને પ્રગતિકૂચ માટેની ઉત્તમ પ્રેરણા પૂરી પાડે છે. “અમદાવાદઃ અસ્મિતાના વિધાયકો” લેખમાળામાં પણ સાધુચરિત વ્યક્તિઓ છે તો જીવનનાં પ્રાપ્ત કર્તવ્યો નિષ્ઠાપૂર્વક કરનારાં સજ્જનોસન્નારીઓ પણ છે. આમ ઇતિહાસની તેજકિરણાવલીથી માનવસમુદાયનો ભાવિ પંથ પ્રકાશપૂર્ણ બની રહે છે! પ્રત્યેક સદીની સમયકાળમાં ધરતીની ધૂળમાંથી સુવર્ણકણો શોધતાં ધૂળધોનારાઓ પાકયા છે, જેમણે એક ખમીરવંતી સંસ્કાર-કેડી ઊભી કરી છે. માનવીનાં જીવનમાં પથરાયેલા શુભ સાત્ત્વિક તત્ત્વોને પ્રમાણવાની એક નવી જ ક્ષિતિજ દોરીને આ ધરતીની ગરિમાનું વિચારવલોણું મારા મનમંદિરમાં સતતપણે ઘૂમતું રાખ્યું એવી આત્માની અનંત શક્તિઓમાં તદાકાર બની વિચરતી એવી સૌ પ્રતિભાઓની સારપનું સામૈયું કરવાનો હર્ષના આંસુઓ સાથે આ એક ઉમદા પ્રયાસ છે તેમ સમજવું, કારણ છેલ્લા ચારેક દાયકામાં આશા, ઉમંગ અને અપૂર્વ ઉલ્લાસ સાથે મન ભરીને જે જે શુભ સૌંદર્ય જોયું, માણ્યું, અનુભવ્યું એ જ મારી આશા શ્રદ્ધાનું પ્રેરકબળ બની રહ્યું. મારી સમજણનો સૂર્યોદય લાવવામાં જૈન મુનિઓનો વિશેષ ફાળો રહ્યો છે. મારું આ અનુભવભાથું મારી જીવનમાંડણીમાં આજસુધી એક ધબકતી ચેતના બની રહ્યું. તેને આશા ઉત્સાહથી વાગોળવાનો આ પ્રકાશન દ્વારા શુભ અવસર મળ્યો છે ત્યારે એ સૌ હૃદયસ્પર્શી પ્રતિભાઓનાં માન-સન્માનને કંકુ ચોખાથી વધાવીએ, અહોભાવથી તેમના ઓવારણા લઈએ અને ભાવોલ્લાસથી સૌને પ્રણમીએ. 'સાહિત્યસમૃદ્ધિ અને લલિતકલા માનવીની કોઈપણ પ્રવૃત્તિ કોઈ ને કોઈ ઉદ્દેશ માટે હોય છે. એ ઉદેશ મોટે ભાગે ભૌતિક અને લૌકિક હોય છે. કલાની પ્રવૃત્તિનો ઉદ્દેશ નિરાળો હોય છે. દરેક લલિતકલા માત્ર આનંદ આપવાનો ઉદ્દેશ ધરાવે છે. સાંસારિક બાબતોથી છૂટીને જાણે કે કલાની જુદી જ દુનિયામાં આવી પડ્યા હોઇએ એવું લાગે છે, જયાં આનંદ, મોજ, પ્રસન્નતા, રસસૌંદર્યનો અનુભવ અને અનુભૂતિ થાય છે ઉત્તમ નાટક, ઉત્તમ કથા, ઉત્તમ કાવ્ય, ઉત્તમ સંગીત, ઉત્તમ ચિત્ર કે સ્થાપત્ય કે શિલ્પ આપણને જાણે કોઈ જુદા જ લોકમાં લઈ જઈ જુદા જ લોકનો સાક્ષાત્કાર કરાવે છે! એનાથી કોઈ ભૌતિક લાભ થતો નથી, માત્ર ને માત્ર છે. આ આનંદ થાય છે, એટલે એ આનંદને નિર્વાજ-નિર્ભેળ-નિતાંત આનંદ કહેવામાં આવે છે. એનો સંબંધ આત્મા સાથે છે. અન્ય ઉપયોગી કળા-કારીગરી-કસબનો સંબંધ સ્થૂળ જગત સાથે છે. સુંદર રાચરચીલું કે સરસ કપડાં કે રંગબેરંગી રમકડાં આપણી લૌકિક વૃત્તિને ગમે છે, જ્યારે તાજમહાલ, મોનાલિસા, નટરાજ કે મલ્હાર કે શાકુંતલ આપણા આત્માને સ્પર્શી જઈને આપણને આનંદવિભોર કરી મૂકે છે, ત્યારે આપણને હંમેશ માટે પ્રસન્ન પ્રસન્ન કરી મૂકે છે. કળાના પણ એથી બે વિભાગો છે. એક લલિતકળા અને બીજી લલિતેતર કળા. જેના સર્જનમાં લૌકિક ઉદ્દેશ ભળેલો હોય, બોધ-ઉપદેશ-શિખામણ-વિચારસરણી ભળેલાં હોય એવું સાહિત્ય લલિતેતર વર્ગમાં આવે છે. દીવાનખાનામાં ગોઠવેલી ચિત્રવિચિત્ર મૂર્તિઓ કે ચિત્રો સારું દેખાડવાના ઉદ્દેશથી મૂકેલાં હોય તેથી તે ઉપયોગી કળા કહેવાય છે. વસ્ત્રો પરની ડિઝાઇન કે મકાનો પરની કોતરણી ઉપયોગી કળા છે, કારણ કે એનો ઉદ્દેશ વિનિમયનો છે; શુદ્ધ આનંદનો નથી. જ્યારે લલિતકળાનો ઉદ્દેશ નિર્ચાજ આનંદનો છે. કોઈ અલૌકિક સુખપ્રાપ્તિનો છે. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy