SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્ય ધરા નકશાના રંગો તો યુગ પ્રમાણે સમયે સમયે બદલાતા રહે છે. એક સમયનું ગુજરાત ઉત્તર ગુજરાત પૂરતું મર્યાદિત હતું. તે પછી મરાઠા સત્તાધીશો મધ્ય ગુજરાત સુધી આવી લાગ્યા અને અંગ્રેજોએ ગુજરાતને મુંબઈ ઇલાકામાં સમાવી દીધું. એક કાળે મુંબઈ સુધી લંબાયેલું ગુજરાત દ્વિભાષી રાજ્યની વિભાજનની પ્રક્રિયાથી મુંબઈથી છૂટું પડ્યું. ૧૯૬૦ના મે મહિનાની પહેલી તારીખના ધન્ય પ્રભાતે નૂતન ગુજરાત રાજ્યનો ઉદય થયો. પૂ. રવિશંકર મહારાજના હાથે માણેકસ્થંભ રોપાયો, ઝળહળતું તોરણ બંધાયું. આજે ગુજરાતનો નકશો ખરેખરી ગુર્જર પ્રજાને ઓળખાવે છે અને સુરત-નવસારી-વાપી સુધી દક્ષિણ ગુજરાત તરીકે ઓળખાવે છે. ઉત્તર તરફ ખંભાત અને ઘોઘા જેવાં બંદરો દેશ-વિદેશના વેપારથી ધમધમતાં હતાં, તેમ સુરત દક્ષિણ ગુજરાતનું મુખ્ય બંદર હતું. વારંવાર આક્રમણો પછી પણ આજે અડીખમ ઊભું છે અને મુંબઈ જેવા મહાનગરની હોડમાં ઊતર્યું હોય તેમ વિકસી રહ્યું છે. કહેવાની જરૂર નથી ગુજરાત માત્ર દેશમાં જ નહીં, વિદેશમાં પોતાની આગવી મુદ્રા ધારણ કરીને પ્રખ્યાત છે. અંગ્રેજોએ પહેલી કોઠી સુરતમાં સ્થાપી કે મરાઠાઓએ લાંબો કાળ શાસન કર્યું, પણ ગુજરાતી પ્રજાએ પોતાની આગવી ઓળખ જાળવી રાખી છે. શિક્ષણની શરૂઆત હોય કે સમાજસુધારાની ઝુંબેશ, પારસીઓનું આગમન હોય કે ગાંધીજીની દાંડીયાત્રા હોય, કોઈ પણ ક્ષેત્રમાં ગુજરાત હંમેશાં અગ્રેસર રહ્યું છે. ખેતી, ઉદ્યોગ, વેપાર વગેરેમાં ગુજરાતનો ફાળો અસાધારણ રહ્યો છે. પરિણામે યુગે યુગે અહીં અગણિત માંધાતાઓ જન્મતા રહ્યા છે. ગુજરાતની આ ધન્યધરા એટલે કૃષ્ણ-સુદામા, હેમચંદ્રાચાર્ય-કુમારપાળ, ગાંધી-સરદાર, દયાનંદ-પ્રેમાનંદની પુણ્યભૂમિ, સંતો અને સાધનાની ભૂમિ, સોમનાથ અને દ્વારકા વૈષ્ણવોનું ધમધમતું ભક્તિકેન્દ્ર અને સહજાનંદની કર્મભૂમિ. ગુજરાતે જેમ સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે અનેક પરિવર્તનો ક્રમે ક્રમે જોયાં તેમ સાહિત્યકળા અને શૈક્ષણિક જગતમાં પણ અભિનવ સીમાચિહ્નો રોપાતાં જોયાં. ઉપરોક્ત ક્ષેત્રોનાં પરિબળોની તવારીખ આપણા સાંસ્કૃતિક ઇતિહાસમાં એક વિશિષ્ટ અધ્યાય બની રહે તેવી પ્રબળ ક્ષમતા ધરાવે છે. કલાભવથી મંડિત જિનમંદિરો જેમ આત્મકલ્યાણનાં જીવંત સ્મારકો બની શક્યાં તેમ શિક્ષણ-સંસ્કારના ઘડવૈયાઓના ઉઘાડી કિતાબ જેવા પરિચય આપણા માટે દીવાદાંડીરૂપ બની પ્રેરક સંદેશો આપી રહ્યા છે. આ ધરાની અનેક પ્રતિભાઓ મોતીના દાણાની માફક ચારે તરફ જોવા મળશે પણ એ નીરખવા આપણામાં આંતરદૃષ્ટિ જરૂરી છે. આ બધા પરિચયોમાં કોઈકમાં અગાધ શક્તિનાં દર્શન થાય છે, તો કોઈના જીવનબાગમાં સરળતા, ઉદારતા અને નમ્રતા-નીતિમત્તા જેવા ગુણો ઘરેણાંની માફક શોભી રહ્યા છે. ક્ષેત્ર પછી ભલે સમાજસેવાનું હોય, સરસ્વતી-સાધનાનું હોય કે શિક્ષણસંસ્કૃતિના સંવર્ધનનું હોય, ગુજરાતનું નામ અનેક કાર્યોથી ઊજળું રહ્યું છે. “ધન્યધરા' ગ્રંથના પ્રથમ ભાગમાં જિનદર્શનનાં મંગલાચરણ પછી આ બીજા ભાગમાં ઇતિહાસની તેજકિરણાવલી વિભાગમાં ભેદભાવ વિના, ખેંચતાણ વિના, વૈશ્વિક પરિવારની ઉદારચરિત દૃષ્ટિને સતત ઉઘાડી રાખી પૃથ્વીભૂષણ સમ્રાટો, નૃપતિઓ લેખમાળામાં શ્રી રમેશભાઈ જમીનદારે એ વૈભવી ભૂતકાળનું સુપેરે દર્શન કરાવ્યું છે, જેમાં આકાશને આંબતાં નામો આ ગ્રંથના બને ભાગમાં ગ્રંથસ્થ થયાં છે. સિદ્ધરાજ, કુમારપાલ, સયાજીરાવ, ભાવેણાના દેવાંશી રાજવી કૃષ્ણકુમાર, વસ્તુપાલ-તેજપાલ, આંબડવહડ, ઉદયન મંત્રીશ્વર, મુંજાલ મહેતા, અમરજી દીવાન ગગા ઓઝા, સર પ્રભાશંકર પટ્ટણી ‘દેશી રાજ્યોના દીવાનો' લેખમાળામાં શ્રી દોલત ભટ્ટ સારો પ્રકાશ પાડ્યો છે. નામ લેતાં અચંબો થાય–આવા એ મહામાનવો અહીં જ, આ ભોમકામાં થયો હશે કે શું? લોકનાયકો, ગણતંત્રના પુરસ્કર્તાઓ, પ્રજાકલ્યાણની જ જપમાળા ગળામાં પહેરી ફરતા મહાપુરુષો વિશે અહીં મંગલ ગુણગાન Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy