SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ઇતિહાસની તેજ-કિરણાવલી રાજાશાહીની પ્રલંબ પરંપરાએ ઇતિહાસ વિશેની સમજણને રાજકીય ઊથલપાથલ અને ચડતીપડતી પૂરતી સીમિત કરી નાખી હતી. યથા રાના તથા પ્રષ્નાને ન્યાયે રાજા દ્વારા પ્રજાના ઉદ્ધાર માટે જે જે કાર્યો થતાં તેની નોંધ લેવામાં આવતી, પણ અંતે જતાં એ સર્વનું ફળ, સર્વનું શ્રેય રાજાના ખાતામાં જમા થતું. અકબરના દરબારમાં બિરાજતાં નવ રત્નો પોતાના ક્ષેત્રમાં અકબર કરતાં લાખ–સવાયા હોય, પણ એ સર્વનું શિખર તો અકબર જ ગણાય એવી ઇતિહાસદૃષ્ટિ હતી. ટૂંકમાં, ઇતિહાસનાં આલેખનો મોટે ભાગે વ્યક્તિલક્ષી હતાં. વિશ્વમાં લોકશાહીના ઉદય પછી ઇતિહાસદૃષ્ટિમાં આમૂલ પરિવર્તનો આવ્યાં. ઇતિહાસ રાજાઓની વંશાવલી નથી, પણ સમગ્ર ચિત્રકાર અશોક ખાંટના સૌજન્યથી પ્રજાજીવનની છબી છે. એમ મનોમન સમજાતું થયું. માનવજીવનનાં વિવિધ અને વિશાળ પાસાંઓનાં આલેખનો જ સાચો ઇતિહાસ છે એમ દૃઢપણે મનાતું થયું. આમ ઇતિહાસનું આલેખન વ્યક્તિલક્ષી મટીને સમૂહલક્ષી થયું. એજ ઇતિહાસનું સાચું અને શ્રેયસ્કર દર્શન છે. વળી એમ થયું તે પણ યોગ્ય જ થયું, કારણ કે આ બહુરંગી માનવસમાજમાં દરેક ક્ષેત્રમાં અસાધારણ વ્યક્તિ જન્મતી જ હોય છે. કળા-કારીગરી, વેપારવણજ, ધર્મ-સંપ્રદાય, સમાજ-રાજ્યની સેવાવૃત્તિ ધરાવતાં પરદુઃખભંજકો પાકતાં જ રહે છે. સૂર્ય જેમ અસંખ્ય કિરણાવલીથી દેદીપ્યમાન છે તેમ આ માનવસમાજ પણ અનેક વિભૂતિમંતોથી પ્રકાશમાન છે. એ એક વિભૂતિનું અસામાન્ય લક્ષણ સ્થળ અને કાળને વીંધીને સનાતન રૂપ લેતું હોય છે. એનું અસાધારણ કાર્ય યુગો સુધી આવનારી પેઢીને પ્રેરણા આપતું રહે છે, માટે ઇતિહાસે પ્રજાજીવનની આ સમૂહ છબીને આલેખવાની રહે છે. ઇતિહાસ માનવજીવનનો ભૂતકાળ સમજવામાં અને વર્તમાનકાળના પ્રશ્નો હલ કરવામાં ઉપયોગી થઈ પડે છે. ઇતિહાસની આરસીમાં ગુજરાતદર્શન ઈસવી સનના સાતમા સૈકામાં ગુર્જરોના કાફલા જે ભૂમિ પર સ્થાયી થયા તે ભૂમિને ‘ગુર્જર રાષ્ટ્ર’ ‘ગુર્જરાત’ કે ‘ગુર્જરાર્ત’ પછી ‘ગુજરાત’ તરીકે ઓળખવામાં આવી. ફળદ્રુપ જમીન, વિશાળ દરિયાકાંઠો, બારમાસી નદીઓ અને સમશીતોષ્ણ આબોહવાએ ગુર્જરોને સમૃદ્ધ જીવન આપ્યું. ખેતી અને પશુપાલનના વ્યવસાયે સમૃદ્ધિ આપી અને લાંબા સમુદ્રે દેશ-વિદેશમાં વેપાર અર્થે સાહસો કરવાની પ્રેરણા આપી. પહેલાં રાજપૂત રાજાઓ, પછી મુસ્લિમ સલ્તનત અને પછી બ્રિટિશ હકૂમતે ગુજરાતની ગરિમાને અકબંધ રાખવાની મજબૂરી સેવવી પડી. Jain Education International For Private & Personal Use Only ૧૧ www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy