SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્ય ધરા અર્થાત્ આહાર, નિદ્રા, ભય અને મૈથુન જેવી વૃત્તિઓ પશુ અને માનવીમાં સામાન્ય છે, પણ માનવામાં ધર્મ નામનું તત્ત્વ વિશેષ છે. ધર્મ વિનાનો માનવી પશુ સમાન છે, કારણ કે ધર્મનો મૂળભૂત અર્થ છે ધારણ કરવું. જીવનમાં માણસ તરીકે શું ધારણ કરવાનું હોય છે? જેમ પશુથી અલગ, માનવી વસ્ત્રો ધારણ કરે છે તેમ ધર્મ ધારણ કરવાનો રહે છે. ધર્મ એટલે સદાચાર, સદ્ભાવ, સંયમ અને વિવેક. ધર્મ એટલે પવિત્રતા, પુષ્ય, પરોપકાર. ધર્મ એટલે દયા, કરુણા, દાન અને ઉદારતા. વ્યક્તિનું જીવન પવિત્ર અને પુણ્યશાળી બને અને સમષ્ટિનું જીવન સત્ય અને અહિંસાથી ન્યાય અને શાંતિથી, સંયમ અને પરોપકારથી સુંદર સંવાદ રચે એ જ માનવજીવનનું લક્ષ્ય છે અને એ લક્ષ્ય ધર્મથી સધાય છે. જગતના મહાન ધર્મોમાં પોતાના ઊંડા ચિંતનાત્મક તત્ત્વજ્ઞાનથી અજોડ સ્થાન ધરાવતા જૈન ધર્મના અનુપમ કલાકારીગરીથી શોભતાં ગગનચુંબી મંદિરો, સ્વામિનારાયણ સંપ્રદાયનાં મંદિરો અને વૈષ્ણવ સમાજને અહર્નિશ ધર્મપ્રેરણા આપતી જીવતી જાગતી જ્યોતો અડીખમ ઊભી છે. શ્વાસોચ્છવાસની જેમ જ સારું-નરસું, પાપ-પુણ્ય, શ્રેય-પ્રેય, સ્વાર્થ–પરમાર્થ, રાગ-દ્વેષ અને યુદ્ધ-શાંતિનાં જોડકાં માનવજીવનને તળે ઉપર કરતાં રહે છે. એમાં સત્સંગ ઉત્તમ વ્યકિતઓના જીવન-પ્રેરણા એ જ સાચું સદ્ તરફ ગતિ કરવાનું લક્ષ ધર્મ દ્વારા મળે છે. વિવેક, સંયમ અને શ્રદ્ધા દ્વારા માનવી પોતાની ધાર્મિક વૃત્તિને યોગ્ય દિશામાં વાળી શકે છે. મંદિરોમાં સ્થાપેલી મૂર્તિઓ બીજું કંઈ નથી, સદ્ તરફ જવાની પ્રેરણા આપતી પ્રતિમાઓ છે. એક એક અવતાર કોઈને કોઈ વિશિષ્ટ જીવનદૃષ્ટિનો પરિચાયક છે, પછી તે રામ હોય કે કૃષ્ણ, ઈસુ હોય કે મહમ્મદ પયગંબર, બુદ્ધ હોય કે ગાંધીજી. એ બધા માનવજીવનને ઉજાગર કરનારાં વિભૂતિમત્ત તત્ત્વો છે. એમનાં દર્શનો અને એમના જીવનકાર્યો, એમના આચારવિચાર માનવીને યુગો સુધી પ્રેરણાનાં પીયૂષ પાયા કરે છે. એનાથી જ માનવજીવન સમૃદ્ધ, વૈભવપૂર્ણ અને સશક્ત બને છે. વિશેષ તો માનવહૃદયનું ઐક્ય સાધનારી કોઈ એક મહાશક્તિ છે તેનો સ્વીકાર વિશ્વના દરેક સંપ્રદાયો અને ધર્મોએ કર્યો છે અને તેમાંથી જે સત્ય-સંસ્કૃતિ ઊભાં થયા તેને જ આ ધરતીનાં સનાતન મૂલ્યો જેવું બિરુદ મળ્યું. ધર્મવૈભવનું અનેરું શ્રદ્ધાકેન્દ્ર નામના આ ઉજ્જવળ વિભાગમાં ઋષિ, મુનિઓ. શાસ્ત્રકારો. પવિત્ર યોગીવરો. અવતારી પુરુષો, યતિવરો, સતીઓ, ઉત્તમ ગાઈથ્યને શોભાવતાં પતિપત્ની, દેરાવાસી, દિગંબર, સ્થાનકવાસી, વૈદિક સંપ્રદાયાચાર્યો, પીઠાધીશ્વરો, અવધૂતો, અન્નવસ્ત્રના નિરંતર દાનથી રોટલો, ઓટલો ને ભજન આપનારા જલાબાપા, બાપા બજરંગદાસ, સોરઠના સંતો અને શ્રી અરવિંદના પૂર્ણયોગની પણ અહીં સુગંધ મહેકે છે. આ બધાં સૂચવે છે કે ધર્મવૈભવનું સાચું કેન્દ્ર તો દરેક વ્યક્તિના અંતરમાં નિહિત છે. મૂર્તિપૂજા કે મંત્રજાપના બાહ્યોપચારમાં ધર્મ બંધાતો નથી, પરંતુ આંતરસૂઝના વિકાસથી જ સાચો ધર્મ પામી શકાય છે, એમ આ વિભૂતિઓના અભ્યાસથી તારવી શકાશે. આપણે આપણું શ્રદ્ધાકેન્દ્ર જાગ્રત કરી શકીએ તો જ આપણો આધ્યાત્મિક વિકાસ શક્ય બની શકે. જે ધરા અનેક નરપુંગવોની જન્મદાત્રી બની એવી ગુર્જર ધરા ઉપરના બુદ્ધપ્રચારની યાદ તાજી કરતાં વલભીપુરનાં અવશેષો અને ખંડિયરો, તળાજા અને ઢાંકની ગુફાઓ જેમ વેદજૂની સંસ્કૃતિ ગણાય છે તેમ વિવિધ હેતુ કાજે જીવન સમર્પણ કરનાર વીરપુરુષોનાં શૌર્ય આ ધરતીની અસ્મિતાને ઉજ્વળ કરી ગયાં અને તેમાંથી પ્રજાને નિરંતર કલ્યાણકારી દૃષ્ટિ મળતી રહી, સમયે સમયે તેમાંથી કાંઈક નવું જ ચેતન્ય પ્રગટતું રહ્યું છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy