SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ધન્ય ધરા MARX28282828RRAXAUR82828282828282828282828282828A વર્તમાનયુગમાં ઉત્તમ ગ્રંથો--જીવનચરિત્રો સત્સંગનું પરબ છે. શ્રી નંદલાલભાઈએ ગુજરાતની અસ્મિતાના દીવાની દીવેટને સંકોરનારા વિરલ મહાનુભાવોના પ્રેરક અને છે વૈવિધ્યસભર વ્યક્તિત્વનો સંક્ષેપમાં પરિચય કરાવતા આ ગ્રંથો દ્વારા જાણે છે કે દશે દિશાઓમાંથી સત્સંગનાં દ્વાર છે ખોલી આપ્યાં છે. આવા ગ્રંથોનાં સ્વાધ્યાય વ્યક્તિના જીવનકર્મના દીવાને પ્રજ્વલિત રાખે છે. સંપાદકે વાચકના હાથમાં છે મહામૂલો સત્સંગનો પ્રસાદ મૂકી દીધો છે. પ્રસ્તાવનામાં ડૉ. ભારતીબહેન શેલતે જણાવ્યું છે તેમ ‘જ્ઞાનીનું સત્યાર્થસ્વરૂપ છે જ્ઞાન વિવિધ વિષયોના દીર્ધ વાચનથી આવે છે.' આ ચરિત્રાંકનો જીવનના બહુવિધ ક્ષેત્રમાંથી લેવાયેલાં હોવાથી તેનું આ ફલક ઘણું વિસ્તૃત છે. ભિન્ન ભિન્ન રસરુચિ ધરાવનારાં વાચકોને માટે હૃદયસંતર્પક અને પ્રેરણારૂપ ગ્રંથો આપનારા શ્રી નંદલાલભાઈ દેવલુક આપણા સૌના અભિનંદનના અધિકારી છે. સંદર્ભગ્રંથોના સંપાદક શ્રી નંદલાલભાઈ દેવલુક ઈ.સ. ૧૯૬૪માં શ્રી નંદલાલભાઈએ રાજકારણ છોડ્યું ત્યારે આદરણીય શ્રી બળવંતભાઈ મહેતાએ તેમને સૂચન છે કર્યું કે “ગુજરાતી ભાષામાં ગેઝેટિયર જેવા સંદર્ભગ્રંથો તૈયાર થવા જોઈએ.” શ્રી નંદલાલભાઈએ આ વાત ઉપાડી જ લીધી. ગોહિલવાડ જિલ્લાના પરિચયથી શરૂ કરીને વિશ્વની અસ્મિતાની ઝાંખી કરાવતા ૨૪ ગ્રંથોનું તેમણે સંપાદન શું કર્યું છે. આપણે ત્યાં ૧૨ વર્ષની સાધનાને “એક તપ' તરીકે ઓળખાય છે. શ્રી નંદલાલભાઈએ લગભગ “સાડા ત્રણ તપ' ૧૯૬૪થી ૨૦૦૮-પૂરાં ૪૪ વર્ષ એકનિષ્ઠાથી સંદર્ભગ્રંથોનું સંપાદન કાર્ય કર્યું છે. જે તેમની બહુ મોટી સાધના શું છે, તેમનું મૂલ્યવાન પ્રદાન છે, ઈ.સ. ૨૦૦૮માં નિસ્પૃહભાવે સંપાદક “ધન્ય ધરાઃ શાશ્વત સૌરભ ભાગ-૨' ૨૪મો ગ્રંથ પ્રગટ કરી જ રહ્યા છે. સાહિત્ય-લેખન-સંપાદન કાર્ય કરનારને માટે ક્યારેય નિવૃત્તિકાળ હોતો નથી. આશા રાખીએ કે હવે પછી જ શ્રી નંદલાલભાઈ ૨૫મો ગ્રંથ આપે, એ ગ્રંથનું વિમોચન તેમના ૭૫માં વર્ષના મહોત્સવની ઉજવણીમાં આપણે સૌ હું સહભાગી બનીએ તેવી પ્રભુ પાસે અભ્યર્થના. 282828282828282828282828282828282828282828282828282828282828 2828282828282828282828282828282828282828282828282828282828282828 આકાશવાણી તેમજ અસંખ્ય સામí6 સંસ્થાઓમાં ભારે મોટું યોગદાન આપનાર ત્યાગમૂત' વસુબહેનનું વિશ્વનારઠ તરીકેનું સન્માન : ખરેખર તો આ સન્માતથી તારીગૌરવની પ્રતિષ્ઠાનો મહિમા ગવાયો છે. AURORRRRRRRRRRRRRRR888282828282828282828282828R Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy