SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ કે “મારું કથન સાચું હોય તો અમલ કરો. ખોટું હોય તો રેડિયો પરથી મને કાયમ બંધ કરી દો.'' પોતાની જાતને હોડમાં મૂકી આકાશવાણીને આવો પડકાર ફેંકનાર ભાવનગર રાજ્યના ભૂતપૂર્વ રાજગાયક અને વડોદરાની કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સના અધ્યાપક ગજાનન ઠાકુર હતા. એમની મૂળ અટક ‘ભોજક ઠાકુર' પૂર્વજો જમીનદાર હતા તેથી ઠાકુર કહેવાતા એટલે ગજાનનભાઈ પોતાને ઠાકુર કહેવરાવતા. ઉપરના પત્ર મુજબ ખ્યાતનામ ધ્રુપદ ગાયકની રેકોર્ડ કમિટીએ સાંભળી ગજાનનભાઈની વાત સાચી પુરવાર થઈ. રેકોર્ડ તો બંધ થઈ જ પણ કમિટી મેમ્બર પૈકી ગજાનનરાવ જોષી વિખ્યાત વાયોલિનવાદક અને ગાયક દિલ્હીથી મુંબઈ જતાં વડોદરા આવી ગજાનનભાઈની મુલાકાત લીધી. તેમનો પરિચય પૂછતાં “તમે ફૈયાઝખાનની ધ્રુપદ ગાયકી કેવી રીતે તૈયાર કરી?” પૂછ્યું. આમ તો પોતાના પિતા ઉત્તમ ધ્રુપદ ગાયક હતા તેમની પાસેથી તાલીમ લીધેલી છતાં તેમણે કહ્યું કે ફૈયાઝખાનની તમામ રેકોર્ડઝ આ આકાશવાણી કાર્યક્રમ સાંભળી એમની ગાયકી આત્મસાત કરેલી. ગજાનન ઠાકુરનો જન્મ ૧૯૧૧માં થયેલો. પિતા ભાવનગરના રાજગાયક હતા. ભાવનગરમાં તે વખતે વામનરાવ ઠકાર સંગીત શિક્ષણ આપતા હતા. તેમની પાસેથી પ્રારંભિક શિક્ષણ લીધું. ત્યારબાદ તેમના વડીલ બંધુ વાસુદેવભાઈ પાસેથી અને છેલ્લે પોતાના કુટુંબના સંગીતવારસાને સાચવવાના ઇરાદે નિયમિત તેમના પિતા પાસે સંગીત સાંભળી શિક્ષણ અને લેખન કાર્ય કર્યું. ૧૯૩૦માં ગજાનનભાઈને ગોંડલના વિદ્યાધિકારી શ્રી ચંદુલાલ પટેલે જુદી જુદી સ્થાનિક શિક્ષણ સંસ્થાઓના સંગીતાચાર્ય પદે નીમ્યા હતા. એ સમયે વડોદરાની મ્યુઝિક કોલેજના એક વખતના પ્રિન્સિપાલ શ્રી શિવકુમાર શુકલ તેમના વર્ગમાં સંગીતશિક્ષણ લેતા હતા. ૧૯૩૨થી ૧૯૪૯માં ભાવનગર રાજ્યના ગાયક તરીકે નોકરી કરી. એ સમયે ભાવનગર-નરેશે યુવરાજશ્રી અને કુમારો માટે કુમારશાળાની સ્થાપના કરેલી તેમાં નિમાયા. રાજમાતા વિજ્યાકુંવરબા, સ્વ. વીરભદ્રસિંહજી મહારાજા, રાજકુમાર શિવભદ્રસિંહજી તથા કુંવરીઓએ તેમની પાસે સંગીતશિક્ષણનો આરંભ કરેલો. આ પ્રસંગે રાજકુટુંબ સાથે કાશ્મીરથી રામેશ્વર સુધીની યાત્રાનો લાભ પણ મળેલો. કૃષ્ણકુમારસિંહજી મદ્રાસના ગવર્નર નિમાયા ત્યારે પણ રાજકુટુંબના સંગીતશિક્ષક તરીકે તેઓ મદ્રાસ ગયેલા. Jain Education International ૨૯૦ ૧૯૫૪થી ૧૯૭૧ સુધી વડોદરાની કોલેજ ઓફ મ્યુઝિક ડાન્સ એન્ડ ડ્રામેટિક્સમાં અધ્યાપક પદે રહ્યા. ગજાનનભાઈ પાસે જૂના મહાન સંગીતકારોની અપ્રાપ્ય ગણાય તેવી ગ્રામોફોન રેકોર્ડઝનો સંગ્રહ હતો, જેનો તેમણે ઝીણવટ ભર્યો અભ્યાસ કરી ઉત્તમ કક્ષાની ગાયકી કેળવી હતી. પરિણામે ૧૯૫૨માં આકાશવાણી દ્વારા સંગીતકારોની પ્રથમ ફરિજયાત અવાજ પરીક્ષા લેવાઈ તેમાં ગજાનનભાઈ સૌરાષ્ટ્રમાંથી ઉત્તમ રીતે પસંદ થયા હતા. તેમણે જુદી જુદી યુનિવર્સિટીઓમાં સંગીતપરીક્ષક તરીકે કામ કર્યું છે. ઉપરાંત આકાશવાણીએ તેમને શાસ્ત્રીય સંગીતશિક્ષણના પાઠો આપવાની કામગીરી સોંપેલી. આકાશવાણી ઓડિશનની જ્યુરીમાં પણ તેઓ સભ્ય હતા. તેઓ સિતાર, દિલરુબા, ધ્રુપદ ધમાર ખયાલ ગાયનમાં સિદ્ધ હતા. મદ્રાસ રેડિયો પરથી તેમણે દિલરુબા વાદન પણ રજૂ કરેલું. ૧૯૭૨માં ભાવનગર જિલ્લા પંચાયતના હોલમાં નિવૃત્ત શિક્ષકો સાથે તેમ જ ૧૯૭૪માં ડભોઈ ખાતે બૃહદ્ ગુજરાત સંગીત સમિતિના ત્રિ-વાર્ષિક સંમેલનમાં તેમનું બહુમાન થયેલું. જિંદગીનાં છેલ્લાં વર્ષોમાં ૧૯૮૦ માં મથુરાના વિશ્વધ્રુપદ મેળામાં હાજરી આપવા તેઓ ગયેલા. દરેકે ૧૫ મિનિટમાં ગાયન પૂરું કરવાનો નિયમ હતો તે મુજબ તેમણે પૂરું કર્યું, પરંતુ અપવાદરૂપ તેમને તેમનું ગાયન વધુ સમય આપી ગાવા કહેવાયું અને તેમનું જાહેર સમ્માન થયુ. ત્યાંથી નેપાળની યાત્રા કરી પાછા વળતાં તબિયત બગડી. ભાવનગરમાં દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા તે વખતે વડોદરાથી જયદેવભાઈ ભોજકને પત્ર લખી બોલાવી તેમણે વાત કરી કે “હું જ્યોતિષ વિદ્યાથી જાણતો હતો કે આજ દિવસોમાં મારે શરીરે ઘાત છે. બચવાની આશા નથી પણ આપણા ઘરમાંથી સંગીત વિદ્યા જવી ન જોઈએ એટલો મારો સંદેશ છે.” અઠવાડિયામાં જ ગુજરાતના એકમાત્ર ઉત્તમ ધ્રુપદ ગાયકે ૨૪-૧૨-૧૯૮૦ના રોજ આ ફાની દુનિયા ત્યજી સ્વર્ગપ્રયાણ કર્યું. રસિકલાલ અંધારિયા ઃ સૂરમણિ [૧૯૩૧-૧૯૮૫] ભાવનગરના સંગીત જગતમાં બે રસિકલાલનાં નામ જાણીતાં છે. એક અમદાવાદ ઑલ ઇન્ડિયા રેડિયોના મ્યુઝિક પ્રોડ્યુસર રસિકલાલ ભોજક અને બીજા માજીરાજ ગર્લ્સ સ્કૂલના સંગીતશિક્ષક રસિકલાલ અંધારિયા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy