SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ ધન્ય ધરા રસિકલાલના પિતા ભાવનગર રેલ્વેમાં નોકરી કરતા હતા ને સંગીતના શોખીન હતા. તેમના પિતામહ મગનલાલ અંધારિયા દરબારી કોઠારના ઉપરી હતા. ખૂબ સારું સંગીતનું જ્ઞાન, તેઓ આથી ભાવનગરના રાજગાયક દલસુખરામભાઈ સાથે કુટુંબ જેવો સંબંધ ધરાવતા. આ મૈત્રીને પરિણામે તેઓ બંને સંગીતમાં ખૂબ આગળ વધી શકેલા. રસિકલાલ અંધારિયાને દાદાનો સંગીત વારસો જન્મથી મળેલો. ઘણા લાંબા સમય સુધી સંગીત શોખ ખાતર ગાતા. એવામાં એમના વડીલબંધુ બાબુભાઈને ભાવનગર રાજ્ય તરફથી સીવણ વિદ્યા શીખવાની સ્કોલરશીપ મળીને તેઓ પૂના ગયા. બાબુભાઈને સીવણ કરતા સંગીતમાં અનહદ રસ. આથી પૂનામાં સંગીત પણ શીખ્યા. ભાવનગર આવ્યા ત્યારે તે બંને વિદ્યામાં વિશારદ હતા. બાબુભાઈને ઘરશાળામાં નોકરી સંગીત શિક્ષકની મળી. તે વખતે પ્રહલાદ પારેખ જેવા શાંતિનિકેતન જઈ આવેલા કવિઓએ ભાવનગરના શિક્ષણ જગતમાં સંગીત વિષયનું મહત્ત્વ વધારી દીધેલું. એ વખતની દક્ષિણામૂર્તિ શિક્ષણ સંસ્થામાંથી છૂટા થઈને હરભાઈ ત્રિવેદી અને તેમના મિત્રોએ ઘરશાળા’ સંસ્થા સ્થાપી જેમાં સંગીતકળાને મહત્ત્વ અપાયું. આ ઘરશાળામાં વાર્ષિકોત્સવમાં બાબુભાઈના સંગીતને રસિકભાઈના કંઠનો લાભ મળતો-ધીમે ધીમે મોટાભાઈ પાસેથી સંગીત વિદ્યા એવી તો આત્મસાત્ કરી કે “ગુરુ કરતાં ચેલા સવાયા” એ ન્યાયે તેમને ઘણી નામના મળી. પ્રથમ તો ભાવનગરના સ્થાનિક કાર્યક્રમોમાં રસિકભાઈએ જમાવટ કરી. બાબુભાઈ અંધારિયા, રસિકભાઈ અને લાભુભાઈ પુરોહિતની મંડળીએ તે વખતે સંગીતના કાર્યક્રમોમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરી. બાબુભાઈએ રસિકભાઈને સંગીતની પરીક્ષાઓ પણ અપાવીને તેમાં ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી તેઓ સંગીતશિક્ષકની નોકરીમાં સ્થાયી થયા. તે દરમિયાન સ્વ. જગદીપ વીરાણીએ “સપ્તકલા' સંસ્થામાં સંગીત વિભાગ રસિકલાલ અંધારિયાને સોંપ્યો. અહીં રસિકભાઈ પાસે ઘણા વિદ્યાર્થીઓ દીક્ષિત થયા. વખત જતાં ઑલ ઇન્ડિયા રેડિયોનું ઓડિશન પાસ કરી પ્રસારણમાં ગાવા લાગ્યા ત્યારે તેમની ઉંમર માત્ર ૨૫ વર્ષની હતી. એકધારી તપસ્યા, સાધના સંગીતની ભાષામાં રિયાઝ કરી આકાશવાણીનો ઉચ્ચ ગ્રેડ મેળવ્યો. હવે તેમને નેશનલ પ્રોગ્રામ, મંગળવારીય સંગીતસભા જેવા વિશિષ્ટ કાર્યક્રમોમાં ગાવાની તક મળી. એ દરમિયાન ભારતના જુદાં જુદાં શહેરોમાં વડોદરા, ધારવાડ, બેંગલોર, ભોપાલ, જયપુર, બનારસ, લખનૌ, ઇન્દોર, પૂના, કલકત્તા, દિલ્હી જેવાં શહેરોમાં તેમના કાર્યક્રમો થવા લાગ્યા. આવાજ મુંબઈના સૂર–વૃંગાર સંસદના કાર્યક્રમમાં તેમને “સૂરમણિ' ઇલ્કાબથી નવાજવામાં આવ્યા. રસિકભાઈના ગળામાં ખૂબ જ સૂરીલો સ્વર સિદ્ધ થયેલો. પૂરિયા, માલકૌસ દરબારી જેવા સૂરપ્રધાન રાગો દ્વારા શ્રોતાઓને તેઓ મંત્રમુગ્ધ કરતા તો સાલગવરાળી, રાગેશ્રીકસ, મારુબસંત, શ્યામદેશ જેવા અપ્રચલિત રાગો ગાઈને ઘણાને આશ્ચર્ય પમાડતા. સામાન્ય રીતે આવા ખ્યાતિપ્રાપ્ત સંગીતકારને પ્રભુ દીર્ધાયુ આપે જ છે પણ રસિકભાઈ સંગીતવિદ્યા પારંગત થયા પણ જીવનવિદ્યા પારંગત થવામાં કાંઈક ખૂટ્યું. સંગીતકારને જે રોગ થાય જ નહીં હૃદયરોગથી તે પિડાવા લાગ્યા. લંડનમાં હૃદયનું ઓપરેશન સફળ ન થતાં તેમણે ચિરવિદાય લીધી. તેમનો સંગીતવારસો તેમની દીકરી શિલ્પા અંધારિયા તેવા તેમનાં સગાઓ તથા વિદ્યાર્થીઓની જાળવે છે. અમીરખાનથી કિરાના ગાયકીનો એક તેજસ્વી તારલો અકાળે આથમી ગયો. ભાવનગર તેમની સ્મૃતિમાં શહેરના આંબાવાડી સર્કલને ‘સૂરમણિ રસિકલાલ અંધારિયા ચોક' નામ આપી સ્વર્ગસ્થને ઉમદા ભાવાંજલિ આપી છે. અરવિંદ પરીખ : સિતારવાદક ઉધોગપતિ ઉદ્યોગપતિ હોય, આર્થિક રીતે સંપન્ન હોય, વ્યવસાયમાં ખૂબ જ વ્યસ્ત રહેતા હોય છતાં સંગીતવિદ્યાની સાધના, શિક્ષણ, પ્રચાર અને પ્રસારમાં અપૂર્વ રસ લેતા કળાકાર એટલે શ્રી અરવિંદ પરીખ. અરવિંદ પરીખનો જન્મ શેઠ મંગળ ગિરધર, જે તેમના નાના થાય તેમના ઘરમાં થયો. અમદાવાદમાં જીવનના આરંભનાં વર્ષો તેમણે કિશોરાવસ્થા સુધી ગાળ્યા. દરમિયાન પ્રાથમિક શિક્ષણ રાજકોટની રાજકુમાર કોલેજમાં શરૂ કર્યું, પણ ત્યાં તેમને ગમ્યું નહીં એટલે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અને સી.એન. વિદ્યાલયમાં મેટ્રિક સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. અમદાવાદમાં ગાંધર્વ વિદ્યાલયના ગોપાલરાવ જોષી પાસે દિલરુબા શીખ્યા. પ્રાણલાલ શાહ પાસે વાયોલિન અને પ્રાણલાલ બાદશાહ પાસે સિતાર શીખ્યા. એ દિવસોમાં રેડિયો સાંભળવાની બોલચાલા હતી. ઘરમાં રેડિયો સાંભળતાં વિલાયતખાં પાસેથી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy