SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ હતું “યુ આર ઓલ રેડી યે ગ્રેજ્યુએટ, વ્હાય ડુ યુ બોધર યોર હેડ વિથ એલ્જીબ્રા એન્ડ જ્યોમેટ્રી”. પોરબંદરમાં કેદાર રાગ સાંભળ્યા પછી ફરી ટાગોરની ઇચ્છા દલસુખરામજી ને તેમના પુત્રને ફરી સાંભળવાની હતી. વસંત રાગની જમાવટ એવી કરી કે ટાગોર મુગ્ધ થઈ ગયા. પ્રથમ દલસુખરામને, પછી વાસુદેવને શાંતિનિકેતન આવવા પૂછ્યું. જવાબમાં “આ તો મારો લાકડીનો ટેકો છે' કહી પિતા દલસુખરામભાઈએ સવિનય ના પાડી. જોકે મેટ્રિક થવાની ઇચ્છા તો પૂર્ણ ન થઈ પણ ત્યારથી ભાવનગરના રાજગાયક પદ ઉપરાંત દક્ષિણામૂર્તિ વિદ્યામંદિર, દાણીબાઈ મહિલા વિદ્યાલયમાં તેઓ માનદ્ સેવાઓ આપતા. છેલ્લે માજીરાજ ગર્લ્સ સ્કૂલમાં સંગીત શિક્ષક તરીકે નોકરી કરી નિવૃત્ત થયા. ભારતને સ્વતંત્રતા મળી તે વખતે સંગીતવિદ્યા અને સંગીતકારો પ્રત્યે શિક્ષણ ખાતાની કેવી દૃષ્ટિ હતી તેનો એક દાખલો ભાવનગરના બે રાજગાયકો વાસુદેવભાઈ-ગજાનનભાઈ અને ત્રીજા સંગીતકાર બાબુલાલ અંધારિયાનો છે. વાસુદેવભાઈ પાસે ઘણા વિદ્યાર્થીઓ સંગીત શીખેલા. પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડેનાં પુસ્તકોનો સૌપ્રથમ પ્રચાર ભાવનગરના શિક્ષણક્ષેત્રે કરનાર વાસુદેવભાઈ હતા. ભાતખંડેનાં પુસ્તકોની તમામ રાગની સંખ્યાબંધ ચીજો તેવો ગાતા હતા. ઉપરાંત ધ્રુપદ ગાયકીના તેઓ નિષ્ણાંત હતા. એક વખત રમણલાલ યાજ્ઞિક (આર. કે. યાજ્ઞિક તરીકે પ્રસિદ્ધ) ભાવનગરના સૌરાષ્ટ્રના કેળવણીખાતાના ઉપરી તરીકે આવેલા, વાસુદેવભાઈ તેમના પિરિચત હોવાથી મળ્યા અને નોકરી આપવા વિનંતી કરી. ભાવનગરના રાજગાયકને સંગીતશિક્ષકની નોકરી કોઈ આપતું નથી?' ત્યાંને ત્યાં તેમણે ઓર્ડર કઢાવી માજીરાજ સ્કૂલમાં નિમણૂક આપી. ગજાનન ઠાકુર અને બાબુલાલ અંધારિયા વડોદરા અને રાજકોટ ચાલ્યા ગયા ને સંગીતશિક્ષણક્ષેત્રે પ્રાધ્યાપક બન્યા. ભાવનગરમાં સનાતન ધર્મ સ્કૂલમાં ગાંધીજીનું પ્રવચન હતું ત્યારે વાસુદેવભાઈએ પ્રાર્થના ગાઈ. તે સાંભળી ગાંધીજીએ તેમની પ્રશંસા કરેલી. એવી જ રીતે દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓ સાથે અમદાવાદ ગાંધી આશ્રમમાં પ્રાર્થનાસભામાં વાસુદેવનું ભજન સાંભળી ગાંધીજી બોલી ઊઠ્યા “આ છોકરાએ ખૂબ સરસ ગાયું. એ ભજન ઉપર જ હું આજ પ્રાર્થના સભાનું પ્રવચન કરીશ.” સૌરાષ્ટ્રના લાઠી, વલભીપુર, ભાવનગરના રાજકુટુંબમાં તેઓ સંગીતશિક્ષણ આપતા હતા. છેલ્લા રાજવી વિરભદ્રસિંહજી Jain Education International ધન્ય ધરા પણ તેમની પાસે સંગીત શીખેલા. ગુજરાતમાં સૌ પ્રથમ રેડિયો બરોડા ડાયમન્ડ જ્યુબિલી બ્રોડકાસ્ટિંગ” નામથી વડોદરામાં શરૂ થયેલો. તેમાં ધ્રુપદ ગાયકી માટે તેમને પસંદ કરવામાં આવેલા. માત્ર શાસ્ત્રીય સંગીત જ નહીં પણ ભજન-ગરબા-પ્રાર્થના જેવાં સુગમસંગીતનાં ગીતો પણ તેઓ ગાતા વળી તેઓ નવી બંદિશ પણ રચતા. ન્હાનાલાલનું ‘તુજ શરણું એ અમ પરમ જોમ’’ અને કલાપીનું જ્યાં જ્યાં નજર મારી ઠરે' એ એમની ઉત્તમ સ્વરરચના છે. ભાવનગરના દીવાન પ્રભાશંકર પટ્ટણી તેમની ‘મિત્ર’ કાવ્યસંગ્રહની ચોપડીનાં ગીતો, તેમની પાસે સાંભળી ખૂબ જ પ્રસન્ન થતા. પટ્ટણી સાહેબને હેડકીનો રોગ થયેલો ત્યારે અવારનવાર તેમનું સંગીત સાંભળી રાહત અનુભવતા. “જનમન અંદર પેસી શકીને”, “અનુભવની ગોળી કડવી” અને “ઉઘાડી રાખજો બારી” સાંભળવા તેવા અવારનવાર ફરમાયેશ કરતા. તેમના પિતાની જન્મશતાબ્દીની ઉજવણી પ્રસંગે દલસુખરામભાઈની ગાયકીના નમૂના વાસુદેવભાઈના કંઠે રેકોર્ડ કરવાનો હુકમ રાજકોટ સ્ટેશને થયેલો. ભાવનગર જઈ પાંચ છ રચનાઓ... રેકોર્ડ કરી લેવામાં આવી. એમના ગળામાં આલાપચારી નોમતોમ ઉત્તમ રીતે રજૂ થતી. એમના અવાજની મીઠાશ અદ્વિતીય હતી, જેની સમજ લેવી હોય તો અબ્દુલ કરીમખાનના ગળાની કુમાશ અને મીઠાશની સાથે અમીરખાનના ગળાની તાસીર ભેળવીએ તેવો તેમનો અવાજ હતો. લરજખરજ મધ્ય, તાર અને અતિતાર સપ્તક એમ પાંચ સપ્તકમાં તેઓ મૃત્યુપર્યંત ગાઈ શકતા હતા. સૌરાષ્ટ્ર રાજ્યે તેમના સંગીતજ્ઞાનની કદરરૂપે જામસાહેબના હસ્તે રૂા. ૧૦૦૦/- અને શાલથી સમ્માન કરેલું. ભાવનગરના વતની લોકસંગીત-ગરબા-સુગમસંગીતના જાણીતા ગાયિકા વીણાબેન મહેતાએ કહેલું કે “મુંબઈમાં વાસુદેવભાઈ જેવો મીઠો અવાજ અમને કોઈનો સાંભળવા મળ્યો નથી.’’ વાસુદેવભાઈને પોતાના મૃત્યુની અગાઉથી ખબર પડી ગઈ હતી ને મિત્રોને સવારે હાજર રહેવા કહેલું તે મુજબ વાસદા મુકામે તેમના પુત્ર પ્રભાતદેવના ઘરે ૧૯૦૫માં સ્વર્ગવાસ પામ્યા. ગજાનન ઠાકુર : શ્રેષ્ઠ ગુજરાતી પદગાયક “આવા બેતાલા ગાયકોનું રેકોર્ડિંગનું પ્રસારણ બંધ કરો’ એવો એક પત્ર દિલ્હી સ્થિત ઑલ ઇન્ડિયા રેડિયોના સંગીત વિભાગના મુખ્ય અધિકારીઓને મળ્યો. પત્રમાં આગળ લખેલું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy