SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ નિરુત્તર થઈ ગયા. ત્યાં એક યુવકે પોતાનું સંગીત પ્રસ્તુત કરવા મહારાજને વિનંતી કરી. તદ્દન યુવાન લાગતા આ યુવાન શું ગાશે? એવા વિચારથી ફરી સઘળા મૌન રહ્યા. ત્યાં ફરી આ • યુવકે નમ્રતાથી કહ્યું કે ઇનામની લાલચે હું આવ્યો નથી પણ આપણા મુલકની પ્રતિષ્ઠાનો સવાલ છે. જો હું યોગ્ય ઉત્તર આપી શકીશ તો મારી જાતને ધન્ય ગણીશ.'' જામનગર મહારાજાના મહા અમાત્ય શ્રી રાઘવજીની કૃપાથી એ દરબારમાં પ્રવેશી શકેલો. એણે એવું તો સરસ ગાયું કે સઘળા મંત્રમુગ્ધ થઈ ગયા. બદલામાં જામસાહેબે આપેલું ઇનામ પણ આ યુવકે પેલી નર્તકીના ચરણોમાં ધરી દીધું. એવા આ આદિત્યરામજીએ સને ૧૮૮૯માં ‘સંગીતાદિત્ય’ નામનો સંગીતવિષયતક હિંદીમાં ગ્રંથ લખ્યો જેમાં ધ્રુપદ, ધમાર, ખયાલ, ટપ્પા, ચતરંગ જેવી સ્વરચિત રચનાઓ ગ્રંથિત કરી. એમના બે પુત્રો શ્રી કેશવલાલ અને શ્રી લક્ષ્મીદાસ પણ સંગીત–વિદ્યાનો વારસો જાળવે છે, તો શિષ્ય પંડિત બલદેવ શંકર ભટ્ટ અને પ્રશિષ્યોમાં ચતુર્ભુજ રાઠોડનું નામ વિશેષ જાણીતું છે. જામસાહેબના યુવરાજના તેઓ ગુરુ હતા. જામનગરના આ સંગીતજ્ઞએ સને ૧૮૯૦માં દેહત્યાગ કર્યો. ઉસ્તાદ ફૈયાઝખાન : આફતાબે-મૌસીકી પ્રસંગ છે ગાંધીજીના મૃત્યુનો. વડોદરા તે વખતે ગુજરાતનું મુખ્ય પ્રસારણ કેન્દ્ર જેવું હતું, કેમકે સૌથી મોટા ગજાના સંગીતકારો વડોદરામાં હતા. શોકનો પ્રસંગ હતો. ગાંધીજીનું પ્રિય ભજન આકાશવાણી પરથી રજૂ કરવાનું હતું. “ભૈયા, હમકો વૈષ્ણવજન સિખાઓ” માસ્ટર મુકુંદ પાસે ખાંસાહેબે વાત મૂકી. આવા મોટા ગજાના કળાકાર છતાં ગાંધીજી પ્રત્યેની લાગણી, દેશપ્રેમને લીધે આવી નમ્રતા દાખવી ફૈયાઝખાને રેડિયો પરથી ‘વૈષ્ણવજન' ગાયું. ગુજરાતભરનાં લોકોએ સાંભળ્યું. પોતે મુસ્લિમ હોવા છતાં સ્વતંત્રતા મળ્યાના દિવસોમાં કેટલાક કલાકારો ભારત છોડી પાકિસ્તાન જતા રહેલા પણ ફૈયાઝખાન સાહેબે ભારતમાં જ રહેવું પસંદ કરેલું. તેમના મનમાં હિંદુ-મુસ્લિમનો ભેદ ન હતો. તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ તેમના જીવનમાંથી મળે છે. પોતે જ્યાં રહેતા હતા તે રસ્તાના છેડા નજીક જ રામજીમંદિર વડોદરામાં હતું. આ મંદિરમાં ત્યાંના ભક્તો ઉત્સવ ઉજવે ત્યારે ખાનસાહેબ મંદિરમાં અવશ્ય ગાવા આવતા જેને કારણે રામજીમંદિરમાં શાસ્ત્રીય Jain Education International ૨૯૩ ગાયનની પરંપરા ઊભી થઈ જે આજ સુધી ચાલુ રહી છે. કૃષ્ણભક્તિની તેમણે ગાયેલી રચના પૈકી રાગ પરજનું ‘મનમોહન બ્રીજકો રસિયા’, કવિ જયદેવની અષ્ટપદી ‘વન્દેનંદ કુમારમ્’ તથા કાફી રાગની હોરી ખેલત નંદકુમાર હોરી’ સૌથી વધુ લોકપ્રિય થયેલી. એમના શિષ્યોમાં એસ. એન. રતનજનકર, દિલીપચંદ્ર બેદી, સ્વામી વલ્લભદાસ, સોહનસિંગ, સાયગલ અને સ્થાનિક તેમના પડોશમાં રહેતા ઘણા હિંદુઓને તેમણે સંગીત શીખવ્યું હતું. આવા બિન સાંપ્રદાયિક ઉદાર વિચારના હતા. એમની પાસે શીખેલા અન્ય ગાયકોમાં આતાહુસૈનખાં, ખાદીમ હુસૈનખાં, શરાફતહુસૈનખાન, લ્યાફત હુસૈનખાનનાં નામ જાણીતાં છે. ‘સાયગલ’ ‘“બાબુલ મોરા નૈહર છૂટો જાય’ તેમની પાસે શીખેલા. ખાંસાહેબની ગાયકીની વિશેષતા એ હતી કે તેઓ ખયાલ-ઠુમરી-દાદરાના પ્રકારો ઉપરાંત ધ્રુપદ–ધમાર ગાયકીના નિષ્ણાંત હતા. ગાયન પૂર્વે ગવાતી નામનોમ આલાપચારીને તે પછી ગવાતો ધમાર તેમના શિષ્યો પૈકી બહુ થોડા ગાઈ શકતા. તેમની ઘણી ગ્રામોફોન રેકોર્ડ ઊતરી છે, જેમાં છેલ્લી દેશી રાગનો ધમાર ને નોમતોમ સાથે થયેલી એકમાત્ર રેકોર્ડ છે. ઑલ ઇન્ડિયા રેડિયોએ વડોદરા કેન્દ્ર પાસે તેમની ગાયકીને સાચવી લેવા કલાકોનું રેકોર્ડિંગ કરાવેલું જે દિલ્હીમાં ક્યાંક ખોવાઈ ગયું!! આથી બે ત્રણ રાગના રેકોર્ડિંગ સિવાય કશું આપણને પ્રાપ્ત નથી. સયાજીરાવ ગાયકવાડના તેઓ રાજગાયક હતા. એ ઉપરાંત ભારતનાં જુદાં જુદાં રાજ્યો તરફથી તેમને સંગીત ગાવા માટે નિમંત્રણ મળતાં, એ પૈકી મૈસુરનરેશ તરફથી આફતાબે મૌસિકી' (સંગીતનો સૂર્ય) ઇલ્કાબ તેમને મળેલો. એ ઉપરાંત જુદાં જુદાં સ્થાનોથી સંગીત કોન્ફરન્સમાં તેમને ‘સંગીત– ચૂડામણિ’‘સંગીતભાસ્કર' તથા ‘સંગીતસરોજ’ની પદવી એનાયત થયેલી. તેમના પિતાનું નામ સદરહુસેનખાન હતું. બચપણથી આગ્રામાં તેમના નાના ગુલામ અબ્બાસખાં પાસેથી સંગીતની તાલીમ મળેલી. તેમની ગાયકી આગ્રાઘરાના કહેવાતી. કેટલાક એને મળતી અત્રૌલી ગાયકીને પણ ગણાવે છે. એમનો અવાજ ઘેરો અને જોરદાર હતો. મહેફિલમાં તેમની પાસે ગાવામાં શિષ્યો હોય જ. આથી ગાયનમાં પ્રભાવ વધી જતો. પ્રેમ પિયા' ઉપનામથી તેઓ સંગીત રચનાઓ કરતા હતા, જૈ પૈકી રાગ ગારાની “તન મન ધન સબ વા" અને રાગ જોગની ચીજ “સાજન મોરે ઘર આયે' ખૂબ જાણીતી છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy