SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ સાંભળવાની ઇચ્છા વ્યક્ત કરી. કેદાર રાગ એટલો સરસ ગવાયો કે ટાગોર સ્તબ્ધ થઈ ગયા. ત્યારબાદ ભાવનગરમાં સંગીતકારોને સાંભળ્યા. બાબલીબાઈ નામનાં ઉચ્ચ કોટીનાં ગાયિકાને સાંભળ્યાં. સામે બેઠેલા દલસુખરામભાઈને કંઈક ગાવા કહ્યું. બબલીબાઈના ઊંચા સ્વરે મેળવેલા તાનપુરા પર તેમણે ચાર સપ્તક સુધી ગાઈ બતાવ્યું.-સામાન્ય ગાયકો ત્રણ સપ્તક સુધી જ ગાય છે એ સાંભળી બબલીબાઈએ દલસુખરામને નમસ્કાર કરીને તેમની શક્તિની પ્રશંસા કરી. ભાવનગરથી વિદાય લેતાં પૂર્વે દલસુખરામ અને તેમના પુત્રને શાંતિનિકેતનનો સંગીત - વિભાગ સંભાળી લેવા તેમણે પૂછાવ્યું. “મારું • શાંતિનિકેતન ભાવનગર છે” એમ કહી દલસુખરામભાઈએ સવિનય અસ્વીકાર દર્શાવ્યો. “વાહ ક્યા પાક આવાજ હૈ, હમારે ઘરાનેકી ગાયકી ગાઈ, દલસુખરામ કે મુકાબલેકા યહાં કોઈ ગાયક હૈ નહીં" આ વાક્યો છે ઉદેપુરના ધ્રુપદ ગાયક અલાબંદેખાં ઝાકરુદ્દીનના માત્ર ખય઼ાલ નહીં, પદ, ધમાર, હોરી, ઠુમરી, ભજન, ગઝલ તમામ પ્રકારના સંગીતનું તેમને જ્ઞાન હતું. દલસુખરામજીની જન્મરાતાબ્દી ઉજવાઈ તે પ્રસંગે ઓલ ઇન્ડિયા રેડિયોના ચીક મ્યુઝિક પ્રોડ્યુસર શ્રી નરેન્દ્ર શુક્લે કહ્યું હતું કે “દલસુખરામભાઈ મારા પિતાની સાથે જૂનાગઢના અખાડામાં કુસ્તી કરતા હતા ને હવેલીમાં સાથે કીર્તન ગાતા હતા.” “એમની પાસેથી તો હું ધ્રુપદ પૂર્વે ગવાતા પ્રબંધ શીખ્યો હતો, જયપુરના પ્રબંધ જયપુરમાં કોઈને આવડતા ન હતા, તે હું ભાવનગર તેમની પાસે ત્રણ દિવસ રોકાઈ શીખ્યો હતો.’’ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પણ આકાશવાણી રાજકોટ પરથી પ્રવચન આપતાં નાનીવયે તેમણે સંગીત શીખેલું તથા તેમના પિતાશ્રીની સંગીત મંડળીના તેઓ એક ઉત્તમ ગાયક હતા એવી પ્રશંસા કરેલી. તાના-રીરીના ગામના આ સંગીતરત્ન ૧૯૪૫ની નવરાત્રિના નવમે દિવસે સ્વર્ગવાસ પામ્યા. બીજે દિવસે દશેરાનો દરબાર હતો. મહારાજા સાહેબે હુકમ કરેલો કે દલસુખરામભાઈ જ્યાં બેસતા તે જગ્યા ખાલી રાખવી. સમગ્ર ભાવનગરમાં આ સમાચાર ફેલાઈ ગયા, આવા ગાયકની કોઈ સ્મૃતિ ભાવનગરની જનતાએ રાખી નથી એ ખરેખર નવાઈની વાત છે. Jain Education International ધન્ય ધરા આદિત્યરામજી : મૃદંગવાદક-શાસ્ત્રકાર ગુજરાતમાં જેમને તેમના ગ્રંથ થકી યાદ કરવામાં આવે છે. તેવા બે પ્રતિભાસંપન્ન સંગીતશાસ્ત્રીઓ સૌરાષ્ટ્રમાં થયા. જામનગરના આદિત્યરામા જેમણે ‘સંગીતાદિત્ય' ગ્રંથ લખ્યો ને બીજા ‘સંગીતકલાધર'ના લેખક શિવરામ. આદિત્યરામજીનો જન્મ સને ડાહ્યાલાલ ૧૮૧૯માં જૂનાગઢમાં થયો. તેમના પિતા સંગીતકાર હતા તેથી તેમને સંગીત વારસાગત હતું. સામાન્ય રીતે ગાયન-વાદન જેમના કુટુંબમાં હોય છે તેઓ ગાયક બનવાનું વિશેષ પસંદ કરે છે પરંતુ જો અવાજની કુદરતી બક્ષિસ ન હોય તો વાદન તરફ પસંદગી થાય છે. આદિત્યરામજીને આ બંને હસ્તગત હતાં પરંતુ ગિરનારના કોઈ સંત પાસેથી તેમને મૃદંગ વાદન શીખવા મળ્યું ને તેમાં પારંગત થયા. ભાવનગરના રાજગાયક દલસુખરામના પિતા વસ્તારામ જૂનાગઢમાં આદિત્યરામજી પાસે મૃદંગવાદન શીખેલા. એમણે પણ આદિત્યરામજીની મૃદંગાચાર્ય તરીકે ખૂબ પ્રશંસા કરી હતી. જૂનાગઢનું નવાબસાહેબ-કુટુંબ સંગીતનું પરમ ચાહક અને ઉપાસક હતું, નવાબ શ્રી બહાદુરખાન તથા તેમના વારસદારોએ આદિત્યરામજી પાસેથી પખવાજવાદન તથા સંગીત શિક્ષણ લીધું. ત્યારબાદ સને ૧૮૪૧માં જામનગર ગયા જ્યાં તેમને ગોસ્વામી વ્રજનાથજીનો પરિચય થયો. ગોસ્વામીજીએ તેમને સંગીતમાં ખૂબ ઉત્તેજન આપ્યું. આથી જામનગરમાં સંગીતશાળાઓ ખોલી. સંગીતશિક્ષણનું કાર્ય કાર્ય આરંભ્યું. ગોસ્વામીજી થાળાએ જતા ત્યારે સાથે આદિત્યરામજાને પણ લઈ જતા. આમ જુદા જુદા પ્રદેશની ભાષાનું જ્ઞાન પણ તેમને થઈ ગયું. ગોસ્વામી જનાવ મહારાજ થકી તે જૂનાગઢથી જામનગર આવ્યા હતા. એ વખતે જામરણમલજીના દરબારમાં રાજવીના જન્મોત્સવ પ્રસંગે અફઘાનિસ્તાનથી નર્તકી મહાભીન બેગમ આવેલાં. એના નર્તનથી દરબાર ખૂબ પ્રભાવિત થયેલો. એ પ્રસંગે આ નર્તકીએ 'કાઠિયાવાડમાં કોઈ સારા કલાકાર નથી ?' એવો પ્રશ્ન કર્યો. આ પ્રશ્નથી સઘળા દરબારીઓ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy