SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ આ ગ્રંથ તે જમાનામાં અનન્ય હતો. તેમાં રાગનાં નોટેશન સાથે ગીતોના સરગમના પ્રકારો છે, અંગ્રેજી ગીતોનાં નોટેશન છે. લાંબા સમય સુધી અપ્રકાશિત રહેલ આ ગ્રંથ પ્રવીણ પુસ્તક પ્રકાશન રાજકોટ દ્વારા હાલ ઉપલબ્ધ છે. કૃષ્ણકુમારસિંહજીના લગ્ન પ્રસંગે પંડિત શ્રી ભાતખંડેને સંગીત પર પ્રવચન આપવા મહારાજા સાહેબે રાજગાયક દલસુખરામજી તથા તેમના પુત્રને મોકલેલા. પંડિત ભાતખંડેજીએ “તમારા રાજ્યમાં પંડિત ડાહ્યાલાલ જેવા વિદ્વાન છે તો પછી મને શા માટે બોલાવો છો?'' આવા ભારતખ્યાત શાસ્ત્રકાર ભાતખંડેએ પણ તેમની વિદ્વતાની કદર દાખવી હતી. કાશી, અલ્હાબાદ, નેપાળ અને વડોદરા જેવાં શહેરોમાં જ્યારે જ્યારે સંગીતની કોન્ફરન્સ થતી ત્યારે પોતાના રાજગાયક ડાહ્યાલાલને શાસ્ત્રચર્ચા માટે અને દલસુખરામ ઠાકોરને ગાયન પ્રસ્તુત કરવા રાજના ખર્ચે મોકલતા હતા. આ વિદ્વાન કોલેજના પ્રિન્સિપાલ જમશેદજી ઊનવાળા પાસે ઇંગ્લીશ નોટેશન, અંગ્રેજીભાષા શીખ્યા તો પ્રોફેસર શેખ મહમ્મદ ઇરફાન પાસેથી ફારસી ભાષાનો આગળ અભ્યાસ કર્યો. તેમણે સંગીતના અન્ય શિક્ષણ ઉપરથી પુસ્તકો પૈકી‘સંગીત બાળપોથી’, ‘સંગીતનાં મૂળ તત્ત્વો’, ‘મ્યુઝિક મેન્યુઅલ’, ‘સાહિત્યકાસ્વર’, ‘સંગીત શિક્ષક' પુસ્તકો લખ્યાં. પ્રથમ વિશ્વ યુદ્ધના સમાચાર આપવા માટે મહારાજા શ્રી માટે તેમણે વર્તમાન મહાભારતની શ્રેણીમાં ‘બેલ્જિયમ આખ્યાન’, ‘દુર્ગાખ્યાન’ અને હિન્દી ‘વિક્રમાખ્યાન’ લોકો સમક્ષ પ્રસ્તુત કરાવ્યાં. એ જમાનામાં રેડિયો કે છાપા આજના જેટલાં ન હતાં ત્યારે આ આખ્યાનોએ લોકોને યુદ્ધ વિષે સારી માહિતી આપી હતી. ભાવનગરનાં કુંવરી મનહરકુંવરબાને તેમણે સિતાર શિક્ષણ આપેલું. ભાવસિંહજી મહારાજને પોતાના રાજ્યકાળનો ઉત્સવ મોટાપાયે ઉજવવો હતો તેની તૈયારી ચાલતી હતી ત્યાં જ તેઓ અચાનક સ્વર્ગવાસ પામ્યા. આવા સદ્ભાવ અને હૂંફ આપનાર આ રાજવીના જવાનો આઘાત અતિલાગણીશીલ ડાહ્યાલાલથી જીરવી શકાયો નહીં. તેમની બધી પ્રવૃત્તિ બંધ કરી પંચકેશ ધારણ કર્યા. ૧૯૨૪માં તેમનો સ્વર્ગવાસ થયો. દલસુખરામ ઠાકોર ઃ રાજગાયક (૧૮૬૪–૧૯૪૫) એક વખત એવો હતો કે એક રાજવીના દરબારમાં કોઈ સારા કલાકાર હોય તો બીજા રાજવીઓ તેમને નિમંત્રણ આપી Jain Education International ૨૯૧ તેમની કલાનો લાભ લેતા. એ રીતે સૌરાષ્ટ્રના લીમડી ગામે ઠાકોર સાહેબે દલસુખરામજીને બોલાવેલા. રાજમહેલ જતાં રસ્તામાં આવેલા એક મકાનમાંથી “દલસુખરામભાઈ ઊભા રહો” બૂમ સંભળાઈ જોયું તો એક જૈન ઉપાશ્રયમાંથી સાધુ મહારાજે હાથ ઊંચા કરી બોલાવ્યા. “ઓળખાણ પડે છે?’’ સાધુવેશમાં વ્યક્તિ ક્યાંથી ઓળખાય? દલસુખરામજીએ નમસ્કાર કરી ઓળખાણ આપવા વિનંતી કરી. “આ વેષ તમેજ પહેરાવ્યો છે.” વાત છે મોરબી આર્ય સુબોધ નાટક મંડળીના ખેલ ‘ભર્તૃહરિ’ની. આ ખેલના સંવાદોમાં રહેલ વૈરાગ્યની વાતથી તે વખતે કેટલાક યુવકો વડોદરા-મુંબઈ જેવાં નગરમાં સાધુ થઈ ગયા હતા.” દલસુખરામભાઈએ મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં આરંભના બે વર્ષ કામ કરી કંપની ચાલુ થતાં છોડી દીધેલી. મોરબી આર્યસુબોધ નાટક મંડળીમાં થોડાં વર્ષ વિશેષ રહેલા. એ વખતના ભતૃહરિ–ત્રિયારાજ–વીરબાળા–વિબુધવિજય નાટકોથી તેમની ખ્યાતિ વધી. વડોદરામાં નાટક કંપનીમાં તેમની ધ્રુપદ ગાયકીથી પ્રસન્ન થઈ રાજગાયક પદ માટે તેમને પૂછવામાં આવ્યું પણ તેમણે સ્વીકાર કર્યો નહીં પણ ભાવનગરના મહારાજા સાહેબે માંગણી કરી તેનો સ્વીકાર કર્યો. તેઓ ૧૮૯૭થી રાજગાયક બન્યા. એ દરમિયાન અલાહાબાદ-બનારસ ઇત્યાદિ સ્થળોએ થતી સંગીતની કોન્ફરન્સમાં તેઓ જતા. નૈહર રાજ્ય તરફથી તેમને અલાહાબાદ કોન્ફરન્સમાં સુવર્ણ ચંદ્ર મળેલો. યુરોપની ખ્યાતિપ્રાપ્ત ગાયિકા ડેમ ક્લેરા બટ્ટ ભારતના પ્રવાસે આવી ત્યારે ઘણા ગાયકોને સાંભળી તેણે ભારતીય ગાયકો ગુંગણા છે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો. એ જાણી પોરબંદરના રાણા શ્રી નટવરસિંહજીએ તેમને પોરબંદર બોલાવ્યાં ને તેમની શંકાનું નિવારણ કરવા ભાવનગરથી દલસુખરામજીને અને તેમના પુત્ર વાસુદેવને બોલાવ્યા. તેમનું સંગીત સાંભળી ડેમ કલેરા બટ્ટ અવાક થઈ ગઈ. પોતાના અભિપ્રાય બદલ ક્ષમા માંગીને પિયાના પર પોતાનું સંગીત સંભળાવ્યું. એવી જ રીતે રવીન્દ્રનાથ ટાગોર શાંતિનિકેતન સંસ્થા માટે ફંડ એકઠું કરવા ગુજરાતના પ્રવાસે આવેલા ત્યારે જ્યાં જાય ત્યાંના સંગીતકારોને સાંભળતા. સૌરાષ્ટ્રમાં મોરબીની મુલાકાત વખતે સંગીત સાંભળવા માટે તેમણે ઇચ્છા વ્યક્ત કરી. ભાવનગરથી દલસુખરામજીને બોલાવ્યા ને તેમનું સંગીત સાંભળ્યું. ટાગોર ત્યાંથી પોરબંદર ગયા ત્યાં તેમણે કેદારરાગ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy