SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ રસિકલાલ પરીખે એકવાર પં. ભાતખંડે પાસે સારા સંગીતકારની માંગણી કરી ત્યારે વાડીલાલની તેમણે ભલામણ કરતાં કહ્યું કે મને જે કાંઈ આવડે છે તે બધું વાડીલાલને શીખવ્યું છે.” આ વાત શબ્દશઃ સાચી હતી. પંડિત ભાતખંડેના સ્વર્ગવાસ પછી તેમના ગ્રંથોનું સંપાદન કાર્ય વાડીલાલે કર્યું હતું. મુંબઈ ઉપરાંત વાંસદાના મહારાજા સાહેબે તેમને વાંસદાની સંગીતશાળામાં તથા કુટુંબના રાજકુમારોને કુંવરીઓને સંગીત શિક્ષણ આપવા રાખ્યા હતા. ત્યારબાદ તેઓ અમદાવાદ સારાભાઈ કુટુંબમાં સંગીતશિક્ષણનું કાર્ય કરવા ગયેલા. જ્યાં જીવનના અંતિમ ૧૯૪૭ સુધી રહેલા. તેમણે સંપાદિત કરેલા સંગીતગ્રંથો આપણને મળ્યા છે પણ સેંકડો નાટ્યગીતો આજે પણ કોઈ ગાયકની રાહ જુએ છે. તેમાંથી થોડાં ગીતોનું પ્રકાશન ‘ગુજરાતનાં નાટકો—ગીતની સારીગમ' નામક પુસ્તક જયશંકર ‘સુંદરી’–બાપુલાલ ભોજકચંપકલાલ નાયક દ્વારા સંપાદિત થયું ને સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયે પ્રસિદ્ધ કર્યું. ભારતીય સંગીતમાં મુસલમાનોએ જે ફાળો આપ્યો છે તેના તે જીવનભર પ્રશંસક રહ્યા. તાનસેનના વંશજ રામપુરના ખાંસાહેબ વઝીરખાં તથા મનરંગ ઘરાણાના જયપુરના ખાંસાહેબ મહમદઅલીખાં કોઠીવાલ પાસેથી મળેલા ધ્રુવપદ, ધમાર અને ખ્યાલનો ભંડાર ભાતખંડે સાહેબે તેમને પ્રત્યક્ષ ગળેથી ઘૂંટાવી શીખવ્યા હતા. વાડીલાલ કહેતા કે પ્રત્યેક ચીજ મોતી જેવી છે. ઉદયપુરના પ્રસિદ્ધ ધ્રુપદિયા અને આલાપ ગાયક ઝાકરુદ્દીનખાંના ગાયનની તેમના પર ખૂબ અસર હતી. તેઓ કહેતા ‘ઝાકરુદ્દીન ગાતા ત્યારે મારાં રૂંવાડાં ઊભાં થઈ જતાં.” મુસલમાન ગાયકોમાં ઔદાર્ય, પ્રેમ તથા માર્દવ હોય છે. તેથી તેઓ ઉત્તમ કલાકાર થાય છે એમ તેઓ કહેતા. “ગાયનમાં મુસલમાન થવું, શાસ્ત્રમાં બ્રાહ્મણ થવું” એ મુજબ તેમણે સંગીતનાં સંસ્કૃત પુસ્તકોનો અભ્યાસ કર્યો. ‘સંગીત રત્નાકર'ના સ્વરાધ્યાય અને ‘રાગ વિવેકાધ્યાય'નું તેમણે ગુજરાતી ભાષાંતર કર્યું હતું. સંગીત વિદ્યાના ગુજરાતના આ મહા વિદ્વાને જિંદગીભર સંગીતકલા અને શાસ્ત્રની ઉપાસના કરી. તેમના જ શિષ્ય ચંપકલાલ નાયકે પોતાના ગુરુની પરંપરા મુજબ ગાયનવિદ્યા અને શાસ્ત્રલેખન કર્યું હતું. સારાભાઈ કુટુંબનાં ગીતાબહેને પણ પંડિતજી પાસેથી સંગીતવિદ્યા મેળવી હતી. Jain Education International ધન્ય ધરા ડાહ્યાલાલ શિવરામ નાયક : સંગીતશાસ્ત્રી [૧૮૬૯-૧૯૨૪] ગુજરાત જેમને ‘સંગીત કલાધર’ના લેખક તરીકે જાણે છે તે ઉત્તર ગુજરાતના વડનગરના વતની ડાહ્યાલાલ શિવરામ ભાવનગરના મહારાજા ભાવસિંહજીના રાજગાયક હતા. તેમના પૂર્વજો પૈકી બહેચરદાસ, મનસુખરામ તથા શિવરામ અનુક્રમે ભાવનગરના મહારાજા વખતસિંહજી, વિજયસિંહજી અને તખ્તસિંહજીના રાજગાયક હતા. આ કુટુંબના રાજગાયકો કાવ્યશાસ્ત્રના પણ જ્ઞાતા હતા. ગુજરાતી, હિન્દી અને વ્રજભાષામાં તેમની કાવ્યરચનાઓ સચવાઈ છે. ડાહ્યાલાલને આમ કાવ્ય અને સંગીતનો વારસો તો મળેલો જ પણ તેમના પ્રતાપી પૂર્વજોને ભાવનગરના રાજવીઓએ વંશપરંપરાગતના રાજગાયકનું પદ આપી અભૂતપૂર્વ કૃપા કરેલી. આજે પણ તેમનાં વંશજ મનુભાઈ નાયક અમદાવાદમાં રાજગાયક તરીકેનું પેન્શન ભોગવે છે. તેમના પિતાશ્રીએ ડાહ્યાલાલને નાનપણથી જ સંગીતવિદ્યાનું જ્ઞાન આપવા માંડેલું, જેથી તેઓ સ્વર પારખવામાં, રાગ ઓળખવામાં ગાવામાં તથા વાજિંત્ર વગાડવામાં કુશળ બન્યા. ગુજરાતી રંગભૂમિનું એક વખતનું સંગીતપ્રધાન નાટક ‘સંગીત લીલાવતી’માં તેમણે સુમતિવિલાસનો પાઠ કરેલો. નાટક કંપની મુંબઈ હતી ત્યારે સંગીત વિષે તેમને ખૂબ જાણવા મળ્યું. ઘણા ગુણીજનો સાથે તેમને સંપર્ક થયેલો. એવામાં તેમના પિતાશ્રીનો સ્વર્ગવાસ થયો. વંશપરંપરાગતની રાજગાયકની જગા તેમને મળી. નાટકનો તખ્તો છોડ્યો પણ નાટક લખવાનું શરૂ કરી તેમણે કવિકાન્ત સાથે ‘સલીમશાહ', ‘દુઃખી સંસાર' અને ‘જાલિમ ટુલિયા’ નાટકો લખ્યાં. મહારાજા ભાવસિંહજીને સંગીતનો ખૂબ જ શોખ હતો. ભાવનગરની શાળાઓમાં નીતિવિષયક સુંદર કવિતાઓ શીખવાય તે હેતુથી સંગીતનીતિ વિનોદના ગ્રંથની રચના આરંભી. એ વખતે ભાવનગરમાં, જેને ઘોઘાગેટ (દરવાજો) કહે છે ત્યાં, બાવાના મઢમાં રહેતા હતા. મહારાજા અવારનવાર મળી શકે તથા ગ્રંથલેખનકાર્ય સારું થાય તે માટે પ્રથમ પેડોક બંગલો ને પછી ઇન્ફન્ટ્રી કમાંડવાળો બંગલો રહેવા માટે આપ્યો. અહીં રહીને ‘સંગીત કલાધર’ગ્રંથ સને ૧૯૦૧માં તૈયાર થયો. લેખન દરમિયાન તેઓ અસ્થિર ચિત્તના થવા માંડ્યા પરંતુ મહારાજાએ અંગત રસ લઈ તેમની સારવાર કરાવી ગ્રંથ પ્રસિદ્ધ કર્યો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy