SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૨૮૯ આવકનાં કાર્યો બંધ કર્યા છે. નિવૃત્તિકાળમાં ભક્તિ અને સંગીતશિક્ષણ બે જ પ્રવૃત્તિ તેમણે ચાલુ રાખી છે. તેમના બે પુત્રો હેમેન્દ્ર અને ગિરિરાજ સંગીતનું અધ્યાપનકાર્ય કરે છે. તેમની સંગીત સેવામાં તેમના લઘુબંધુ ડૉ. પ્રભાતદેવ પણ જોડાયા છે. ૧૯૦૬ની સાલમાં લંડન જઈને તેમણે સંગીત-શિક્ષણ ગુજરાતી સમાજમાં કર્યું તેનો ખૂબ જ સરસ પ્રતિસાદ મળ્યો છે. પોતાના કુટુંબ ઉપરાંત જયદેવભાઈના શિષ્ય વલસાડના સૌરભ ભાવસારે પણ વેકેશનમાં સંગીતશિબિર યોજી સંખ્યાબંધ ગુજરાતી સુગમસંગીતના વિદ્યાર્થીઓ, શિક્ષકોને વિશેષ જ્ઞાન આપી રહ્યા છે. આવા સંગીત સેવાના યાજ્ઞિકનું વડોદરાના રાજવી શ્રી રણજીતસિંહ ગાયકવાડની આગેવાની નીચે સંગીત પ્રેમીઓએ જયદેવભાઈનું રૂા. ૫૧૦૦૧/- એકાવન હજારને એકનો પુરસ્કાર તથા શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું. આ લેખકના જૈનાચાર્યો સાથેના આત્મિય સંબંધો લાંબા સમયથી રહ્યાં છે. ધન્યવાદ. -સંપાદક પંડિત વાડીલાલ શિવરામ નાયક [સને ૧૮૮૨-૩૦-૧૧-૧૯૪૭] ભારતના ખ્યાતનામ બે સંગીતકારો એટલે પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે અને પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કર. આ બંને સંગીતવિભૂતિના ગુજરાતી શિષ્યનાં નામ આજના સંગીતનાં વિદ્યાર્થીઓને પૂછીએ તો ઘણાને તો ખબર જ નથી હોતી તો થોડાને પં. વિષ્ણુદિગંબરના શિષ્ય ઓમકારનાથજીનું નામ ખબર છે, પણ ભાતખંડેના શિષ્ય પંડિત વાડીલાલ નાયકનું નામ મોટાભાગના વિદ્યાર્થીઓની જાણમાં IN E નાટક કંપનીમાં મુંબઈ જતા ત્યારે તેમના સૂરીલા મધુર કંઠે ગવાતાં ગાયનોથી જનતા પ્રભાવિત થઈ જતી. આથી નાટક કંપનીના માલિક દયાશંકર ભાઈએ શિવરામને મુંબઈ બોલાવી લીધા. મુંબઈમાં વાડીલાલને સંગીત-સાધનાની ખૂબ તક મળી. દયાશંકરે તેમને છત્રે સરકસના માલિકના ઉસ્તાદ રહેમતઅલીખાનું અનુકરણ કરવા સૂચવ્યું. નકલ કરવાની તેમની અપૂર્વ શક્તિ જોઈને દયાશંકરે ગાયક બળવંતરાય પાસે તાલીમ લેવાની ગોઠવણ કરી. બળવંતરાયે તેમને નઝીરખાંનો સંપર્ક કરાવ્યો. નઝીરખાં પાસે ચારેક વર્ષ તાલીમ લીધી. નાટકનો પ્રચાર અને સંગીતની તાલીમ બંને ચાલુ રહેવાથી વાડીલાલ શિક્ષણ કાર્ય પૂરું થતાં સને ૧૮૯૯માં નાટક કંપનીની ચીજોના ઢાળ બાંધવા માંડ્યા. મુંબઈ ગુજરાતી નાટક મંડળીના ‘અજબકુમારી' નાટકથી શરૂ કરી એજ કંપનીનાં ૩૭ નાટકોનાં ગીતો તૈયાર કર્યા. વચ્ચે લક્ષ્મીકાંત નાટક મંડળી અને સુબોધ નાટક મંડળીમાં પણ સંગીત આપ્યું હતું. સને ૧૯૦૭માં વાડીલાલ પંડિત ભાતખંડેના સંપર્કમાં આવ્યા ને તેમના દ્વારા સંગીતની તાલીમ શરૂ થઈ. ભાતખંડેના શિક્ષણ દરમિયાન તેમને સંસ્કૃત ભાષાના જ્ઞાનનું મહત્ત્વ સમજાયું. બાળપણના સંસ્કૃતના સંસ્કારો પ્રગટ થયા ને વ્યાકરણ શાસ્ત્રી જીવરામ શાસ્ત્રી અને તેમના શિષ્ય શિવજી પાસેથી વ્યાકરણ તર્ક અને કાવ્ય-નાટકો શીખ્યા. મોટીવયે તેમણે સંગીતના સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ તથા અનુવાદ કર્યા. નથી. પંડિત વાડીલાલનો જન્મ સને ૧૮૮૨માં સિદ્ધપુરમાં થયો. તેમના માતાજીનું નામ કાશીબાઈ, પિતાનું નામ શિવરામ. માતા પાસેથી નાની વયમાં સાંભળેલાં મધુર હાલરડાં અને સિદ્ધપુરના કર્મકાંડી બ્રાહ્મણોના વેદમંત્રો ને સંસ્કૃત સ્તોત્રગાનના સંસ્કારથી મોટી વયે તેઓ મધુરકંઠના ગાયક બન્યા અને સંસ્કૃત ભાષાના પ્રેમી બન્યા. વાડીલાલના પિતા શિવરામ ઘરનાં અને જ્ઞાતિનાં બાળકોને સંગીતની તાલીમ આપતા. આ છોકરાઓ વખત જતા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy