SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ સંગીતની દિવ્યજ્યોતિ પ્રગટાવનારા બૈજુ, આદિત્યરામ, ઓમકારનાથજી જેવા મહાન સંગીત જ્યોતિર્ધરોની કલાનાં તેજસ્વી કિરણોએ સદીઓનાં અંધારાં વચ્ચે આજ સુધી આ ધરાને ઝળહળતી રાખી દેદીપ્યમાન બનાવી છે. ડૉ. જયકુમાર આર. શુકલે એક જગ્યાએ નોંધ્યું છે કે ગુજરાતમાં વડનગર પ્રાચીન સમયથી સંગીતનું ધામ હતું. ભારતમાં વેદોના સમયથી સંગીતની ઉપાસના થાય છે. શહેનશાહ અકબરના દરબારના સંગીતસમ્રાટ તાનસેને બાદશાહના આગ્રહથી ‘દીપક' રાગ ગાયો અને તેના પરિણામે તેના શરીરમાં અગનજ્વાળા પ્રસરી. કોઈ મેઘમલ્હાર રાગ ગાય તો મેઘ વરસે તો તે અગન જ્વાળા શાંત થાય. મલ્હાર રાગ ગાનારની શોધમાં તાનસેન વડનગર આવ્યો. અહીંની તાના અને રીરી નામની બહેનોએ ‘મેઘમલ્હાર' ગાયો તેને પરિણામે આભથી મેઘ તૂટી પડ્યો અને તાનસેનની અગનજ્વાળા શાંત થઈ. આ બહેનોની સમાધિ નગરની દક્ષિણે મહાકાલેશ્વર મહાદેવના મંદિર પાસે છે.. ધન્ય ધરા આપણાં કેટલાક ગણમાન્ય સ્વરસાધકોનો સુપેરે પરિચય કરાવનાર શ્રી જયદેવભાઈ ભોજક ગુજરાતમાં આકાશવાણીના પ્રસારણના આરંભકાળથી સુગમસંગીત રેડિયો પરથી રજૂ કરતા રહ્યા છે. ૧૯૬૩માં વડોદરા આકાશવાણીના સંગીતવિભાગના વડા મ્યુઝિક પ્રોડ્યુસર' તરીકે તેમની નિમણૂક થયા પછી ગુજરાતના યુવા કલાકારોને શોધી શોધીને તેમણે આકાશવાણી ઉપર તક આપી. આજે વડોદરાથી જે ગાયકો ગાય છે તે તેમના વખતમાં નડિયાદથી વાપી અને પંચમહાલ, ડાંગ, સુધીના મોટા વિસ્તારોથી કલાકારો શોધવાનું કામ તેમના હાથે થયું. ૧૯૮૭માં આકાશવાણીની સેવામાંથી નિવૃત્ત થયા પછી ભાવનગર, વડોદરા, સુરત, ઊંઝા, મહેસાણા જેવા સ્થળોએ ‘ભોજક કલ્ચર ગ્રુપ'ના નામે તેમણે ઘણા બાળકલાકારો અને કવિઓને પ્રસ્તુત કર્યા. ગુજરાત સુગમ સંગીત ફાઉન્ડેશન'ના સ્થાપકોએ બહુ મોટી રકમ ઇનામ તરીકે આપવાની યોજના કરી ત્યારે તેમણે સંગીત-શિક્ષણનું મહત્ત્વ સમજાવી સૌપ્રથમ શિબિર વડોદરામાં યોજી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો ને પછી સૌરભ ભાવસારે વલસાડમાં આવી શિબિરો ઉનાળામાં ભરવાની શરૂઆત કરી. ગુજરાત યુનિવર્સિટી અને હેમચન્દ્રાચાર્ય યુનિવર્સિટીએ જયદેવભાઈનાં ગીતોના શિક્ષણની શિબિર રાજપીપળા અને ખેરાળુમાં યોજી આ યોજનાને પ્રોત્સાહન આપેલું. જયદેવભાઈનો જન્મ ૧૯૨૮માં સિદ્ધપુર મુકામે થયેલો. તેમના પિતા અને દાદા ભાવનગર રાજ્યના રાજગાયક હોવાથી તેમને સંગીત વારસામાં મળેલું છે. પ્રાથમિક અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ ગીજુભાઈ બધેકા પાસે દક્ષિણામૂર્તિ બાલમંદિર એ ભાવનગરની શાળામાં લીધા પછી મેટ્રિક સુધીનો અભ્યાસ ગુરૂકુળ સોનગઢમાં કર્યો. શામળદાસ કોલેજમાં ગ્રેજ્યુએટ થયા પછી ભાવનગરની સનાતન ધર્મ સ્કૂલ, બી.એમ. કોમર્સ સ્કૂલ, શ્રી નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયમાં શિક્ષણકાર્ય સાથે સંગીત શિક્ષણનું પણ કાર્ય કર્યું. ૧૯૬૩માં આકાશવાણીની સેવા દરમિયાન તેમણે મૂર્ધન્ય કવિઓની સંખ્યાબંધ રચનાઓને સ્વરબદ્ધ કરી. મધ્યકાલીન કવિઓની રચનાઓ પૈકી દયારામ, છોટમ, પ્રાણનાથજી, આનંદઘનજી જેવા કવિઓની સંખ્યાબંધ રચનાઓ આકાશવાણી પરથી રજૂ કરી જે પૈકી દયારામ અને આનંદઘનજીના કાર્યક્રમોએ ઘણી લોકચાહના પ્રાપ્ત કરી. શ્રી જયદેવભાઈ નિમણૂકથી નિવૃત્તિ સુધી આકાશવાણી વડોદરામાં જ રહ્યા, જે તેમની લોકચાહના અને ડિપાર્ટમેન્ટના સંતોષનું પરિણામ છે. હાલ સંગીતસેવા ખાતર જ તેમણે બધાં અંગત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy