SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ તેમની પાસે રાગનું ચીજનું ભંડોળ સમૃદ્ધ હતું. જીવન દરમિયાન ખૂબ કમાયેલા પરંતુ અતિશય પરિશ્રમ અને દારૂ પીવાથી તેમની તબિયત બગડી. પોતે એવા તો ઉદાર હતા કે ઘરના રસોડે જમનારા ક્યારેય ઓછા થયા ન હતા. પરિણામે એમના મૃત્યુ પછી તેમના કુટુંબની આર્થિક સ્થિતિ ખૂબ ચિંતાજનક થઈ ગઈ હતી. વડોદરાના કદરદાન રાજવી, કદરદાન પ્રજાએ તેમને સાચવી લીધા ને તેમના ઘરની સમીપના રસ્તાને ફૈયાઝખાન રોડ' નામ આપી તેમની સ્મૃતિ કાયમ રાખી છે. આજે પણ તેમની તિથિપ્રસંગે, તેમની મજાર પર લોકો તથા મ્યુનિસિપાલિટી તરફથી ચાદર ઓઢાડી ફૂલહાર કરવામાં આવે છે. એમની સ્મૃતિમાં સંગીતસમારોહ થાય છે, જેની કમિટીમાં વડોદરાના રાજવી રણજીતસિંહજી ગાયકવાડ, આર.સી. મહેતા (ભૂતપૂર્વ ડીન કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ') છે. પંડિત ઓમકારનાથજી (૧૮૮૭–૧૯૬૯) ભારતીય સંગીત પરંપરામાં ઘરાણાથી નિશ્ચિત ગાયકી જે સમાજમાં પ્રચલિત અને પ્રતિષ્ઠિત ગણાતી તે સમયમાં બધાથી ભિન્ન પ્રકારની રજૂઆતની શૈલી દાખવનાર ગુજરાતી સંગીતજ્ઞ પંડિત ઓમકારનાથજી હતા. તેમનો જન્મ સને ૧૮૮૭માં જહાજમાં (ખંભાત પાસે) થયેલો. બાળવયથી જ તેમને મધુરકંઠની બક્ષિસ હતી. તેમના પિતાએ તેમને જે કંઈ શિક્ષણ મળ્યું તે પછી ભરૂચના શેઠ શાપુરજી મંચેરજી ડુંગાજીની મદદથી મુંબઈમાં પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરની પાસે તાલીમ લીધી. તાલીમ પછી લાહોરના ગાંધર્વ મહાવિદ્યાલયના મુખ્ય આચાર્યપદે રહ્યા. લગ્નબાદ તેઓ ભરૂચમાં રહ્યા. ૧૯૩૩માં તેઓ યુરોપની યાત્રાએ ગયા. યુરોપી શ્રોતાઓ તેમના પ્રભાવશાળી માધુર્યપૂર્ણ અવાજથી ખૂબ આકર્ષાયા. એક વખત તેમના સંગીતશ્રવણથી એક શ્રોતાને ધ્યાન થઈ ગયું અને તેમાં ઓમકારનાં દર્શન થયાં જેનાથી તે શ્રોતા અપરિચિત હતા. તેમણે આકૃતિ ચીતરી ત્યારે પંડિતજીએ તે Jain Education International ધન્ય ધરા ઓમકાર છે તેમ કહ્યું. જાણીતા રાજવી મુસોલિનીને અનિદ્રાનો રોગ હતો તેમણે પંડિતજીનો માલકોસ રાગ સાંભળી નિદ્રા આવી. માલકૌંસ રાગનો શાંત સ્વભાવનો બીજો એક પ્રયોગ તેમણે વાઘની સમક્ષ કર્યો હતો. આ વિકરાળપ્રાણીને એ રાગ સાંભળી આંખમાં આંસુ આવી ગયેલાં. ઓમકારનાથજીએ રાગનો રસ સાથે સંબંધ છે તે વિષે ઊંડું અધ્યયન કરેલું, જેના પ્રતાપે તેમના પ્રયોગો સફળ થતા. વડોદરાની યુનિવર્સિટી દ્વારા ‘રાગ અને રસ' વિષે તેમના પ્રવચનનું પુસ્તક બહાર પડ્યું છે. જાણીતા વિજ્ઞાની જગદીશચંદ્ર બોઝની પ્રયોગશાળામાં રાગ બહાર ગાઈને મુરઝાયેલા છોડ ઉપર કુંપળ લાવી શક્યા હતા. તેમણે ‘સંગીતાજલિ’, ‘પ્રણવભારતી’ના કેટલાક ભાગો પ્રસિદ્ધ કર્યા છે. ૧૯૪૩માં તેમને ગુજરાતસભાનો રણજિતરામ સુવર્ણચંદ્રક અપાયો હતો. એ ઉપરાંત પણ તેમને ‘સંગીતપ્રભાકર’ ‘સંગીતમહોદય' ઇલ્કાબ મળ્યા હતા. ભારતસરકારનો ‘પદ્મશ્રી' ઇલ્કાબ પણ તેમને મળેલો. આવા ગુજરાતના ગૌરવ સમા સંગીતજ્ઞને વડોદરા, આણંદ ને અમદાવાદની યુનિવર્સિટી સંચાલિત કોલેજમાં સ્થાન અપાયું નહીં તે અતિ દુઃખદ ઘટના છે. પંડિત મદનમોહન માલવિયાજીની બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલયે ઓમકારનાથને ‘ડૉક્ટરેટ'ની પદવી એનાયત કરી મ્યુઝિક કોલેજનું પ્રિન્સિપાલપદ એનાયત કરી બહુમાન કર્યું હતું. તેમના ગાયેલા કેટલાક રાગોની ગ્રામોફોન રેકોર્ડ્ઝ બહાર પડી છે. ઘણા લાંબા સમય સુધી આકાશવાણી પર તેઓ ગાવા ગયા નહીં. તેમના જીવનના અંતિમ દિવસોમાં વડોદરાના મ્યુઝિક પ્રોડ્યુસર જયદેવ ભોજક અને કેન્દ્રનિયામક શ્રી પુરોહિત ભરૂચ જઈને તેમનું રેકોર્ડિંગ કરવા માટે પંડિતજીને સમજાવી શક્યા હતા. ટૂંક સમયમાં જ તેમને લકવા થઈ જવાથી વડોદરા કેન્દ્ર કરેલું જૈમિનીકલ્યાણનું રેકોર્ડિંગ એ તેમનું છેલ્લું રેકોર્ડિંગ હતું. તેઓનું જોગિયા રાગ પર જબરું પ્રભુત્વ હતું. ‘જોગી મત જા મત જા' ભજન તેમનું વિખ્યાત છે. તેમણે ગાયેલું ‘વંદેમાતરમ્’ અન્ય ગાયકોના કરતાં ઉત્તમ અને ભાવવાહી છે. ભારતને સ્વતંત્રતાનાં ૫૦ વર્ષની ઉજવણી વખતે પાર્લામેન્ટમાં એ જ ઢાળ લતામંગેશકરે ગાયેલો. તેમના ગુજરાતી શિષ્યો પૈકી અતુલ દેસાઈ અને બળવંત ભટ્ટ જાણીતા છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy