SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ ધન્ય ધરા માવદાનજી પણ હતા. આ રત્નના મૂળ પુરુષ બ્રાહ્મણ હતા તે આપણે હમીરજી રત્નના પરિચયમાં જોઈ ગયા. કવિ માવદાનજીએ અમદાવાદ આવી સ્વામિનારાયણની ગાદીના ધ. ધુ. આચાર્ય શ્રી વસુદેવ પ્રસાદજી મહારાજના હજૂરી પાર્ષદ કેશર ભક્ત પાસે કેટલાક છંદોના રાગોનો અભ્યાસ કર્યો. પોતે ઉંમર લાયક થતાં પોતાનાં ગામ રાજવડનો વહીવટ પોતાના કાકાની દેખરેખ નીચે ચાલવા લાગ્યો. પછી વિ.સં. ૧૯૬૯ કવિ ઘણો વખત લોધિકા તાલુકદાર દાનસંગભાઈ પાસે રહેતા. પછી સં. ૧૯૭૫માં નવાનગર સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સુપર- વાઈઝરનાં હોદ્દા ઉપર રહ્યા. સર પરસોત્તમદાસે કવિ માવદાનજીને સોનાનો ચાંદ અર્પણ કરેલ. આ ઉપરાંત ઘણા સુવર્ણ શિરપાવ પણ મળેલ. શારદા' માસિકના તંત્રી ગોકળદાસ રાયચુરા તેનાથી ઘણા નજદીક હતા. માવદાનજીએ અનેક કૃતિઓનું સર્જન કર્યું. “બ્રહ્મસંહિતા' સહિત આઠ કૃતિઓનું સર્જન કર્યું છે, આમ સંસ્કૃતિની મશાલ જલતી રાખી ૭૮ વર્ષની વયે સં. ૨૦૧૬માં તે સ્વર્ગવાસી થયા. શંકરદાનજી. કવિ શંકરદાનજીનો જન્મ દેથા શાખાના ચારણકુળમાં સં. ૧૯૪૮ના અષાઢ સુદ ૨–ને શનિવારે લીંબડીના વસતડી ગામે જેઠીભાઈ ખોડાભાઈને ત્યાં થયો. તેમનાં માતાનું નામ દલુબા પાટણ (ભાલ)ના પ્રતાપભાઈ મહેડુનાં પુત્રી હતાં કવિનાં લગ્ન પાટણના મહેડુ ગઢવી શિવાભાઈનાં પુત્રી નાગબાઈ સાથે સં. ૧૯૭૭ મહા વદ ૭ને મંગળવારે થયાં. જેઠાભાઈની સ્થિતિ સાધારણ હતી. કવિની ૧૦ વર્ષની વયે માતાનું અવસાન થયું. કવિરાજને કાવ્યના અભ્યાસ માટે ભૂજની વ્રજભાષા પાઠશાળામાં દાખલ કર્યા જ્યાં એક વરસ અભ્યાસ કર્યો. કવિને મોટેરાની સભામાં બેસવું ગમતું અને ડાયરામાં પાંડવ યશેન્દુ ચન્દ્રિકા'ની કથા સંભળાવે. લીંબડીના મહારાણા દોલતસિંહજીને મળવાનું થયું. મહારાણા કાવ્ય, કવિતા અને વાતો સાંભળી ખુશ થયા અને લીંબડીના રાજકવિ તરીકે નિમણૂક કરી. | ચારણ સત્ય વક્તા અને નીડર હોય તેમ તેમની કવિતા જોતાં લાગ્યા વગર રહેતું નથી, તે ઉદાર અને દાતાર હતા. કોઈ ગરીબ સાધુ સંત કે ભિક્ષુક આવે તો તેમને રોટી, દાળનું ભોજન આપતા. શંકરદાનની સ્વરચિત કવિતાની સંખ્યા ૩૧૧ની છે. સને ૧૯૬૯માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પાંચ ચારણ કવિઓનું સમ્માન કર્યું તેમાં શંકરદાનજી પણ હતા. કવિએ કુલ ૧૪ ગ્રંથોનું પ્રકાશન કરેલ છે. તેઓ ૮૦ વર્ષનું આયુષ્ય ભોગવી સં. ૨૦૨૮ આ. સુ. ૬, તા. ૧૩-૧૦-૭૨ના રોજ સ્વર્ગવાસી થયા. દુલેરાય કારાણી જેને કચ્છના મેઘાણીનું બિરુદ મળ્યું છે, કચ્છનું ગૌરવ જેમને હૈયે કાયમ વસેલું છે અને જીવનની ૮૦ વરસની સફરમાં કાર્યશીલ રહી કચ્છના ગૌરવશીલ ઇતિહાસ અને લોક સાહિત્યનાં એંશી જેટલાં પ્રાણવાન પ્રકાશનો કર્યા એવા કવિ લેખક અને સાહિત્યકાર દુલેરાય કારાણીના વડવા આજથી ૪૦૦ વરસ પહેલાં અજમેરથી આવી કચ્છમાં વસ્યા. દુલેરાય કારાણીનો જન્મ વિ.સં. ૧૯૫૨માં મહા વ. ૭ના રોજ થયો. તેમણે પ્રાથમિક શિક્ષણ ૭ ધોરણ સુધી લીધું. અંગ્રેજીનું જ્ઞાન અંગ્રેજી છાપા મારફત મેળવ્યું. શાળાના મુખ્ય શિક્ષક પાસેથી ફારસી અને ઉર્દૂ શીખ્યા અને સિંધના પ્રખ્યાત સૂફી શાહ અબ્દુલ લતીફ ભરાઈના મહાગ્રંથ “શાહજો રસાલા’ ગુજરાતીમાં ઉતાર્યો અને મુંદ્રાની ગુજરાતી શાળામાં રૂ. ૧૦ના પગારથી મદદનીશ શિક્ષક તરીકે જોડાયા અને તેમાં બઢતી મેળવી નિરીક્ષક બન્યા. આ અરસામાં પૂ. મુનિશ્રી કલ્યાણચંદ્રજી મુંદ્રા પધાર્યા. હાથીરામ નરસી સોની મારફત દુલેરાયની મુલાકાત થઈ. દુલેરાયના મુખેથી “જારાનો મેદાને જંગ’ કવિતા સાંભળી ખુશ થયા. સં. ૧૯૪૯માં સરકારી નોકરી છોડી મુનિ શ્રી કલ્યાણચંદ્રજી કારાણીને સોનગઢ લઈ આવ્યા અને મહાવીર જૈન ચરિત્ર રત્નાશ્રમમાં સુપ્રિ. સ્થાપિત કર્યા. કારાણીજીનાં ધર્મપત્નીનો સ્વર્ગવાસ થયો. કારાણીજી ભાંગી પડ્યા અને કલાકાર, કવિ, સાહિત્યકારના જીવનમાં અર્ધ સફરે આવું બને ત્યારે તેના હૃદયને ભારે આંચકો લાગે છે કવિએ “સોનલ બાવની' લખી. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy