SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ એટલે એ બધા લોકકવિઓ જ હતા કે જેને લોકોએ સ્વીકાર્યા છે. ન્હાનાલાલે અનેક કાવ્ય, નાટકો, ગઝલો, નવલકથાઓ લખી આમ ગુજરાતની જનતાને મોટું પ્રદાન કરેલ છે. નરસિંહ મહેતા પછી કવિ ન્હાનાલાલનું સ્થાન નિશ્ચિત છે. કવિ નાનાલાલ ગુજરાતના લોકકવિ જ છે, કવિના સ્વર્ગારોહણ અંગે જાણી શક્યો નથી. દાસ સત્તારશાહ સત્તારશાહ બાપુનાં પૂર્વજો અફઘાનિસ્તાનની સરહદનાં વતની. તેમના પિતાનું નામ ખેતગુલખાન (સ્વર્ગનું ફૂલ), કૌટુમ્બિક કારણોને લઈ વતનનો ત્યાગ કરી હિન્દુસ્તાનમાં આવેલા. તેમનાં માતાનું નામ નન્નીબીબી ઉન્હેં જાનબેગમ હતું. સત્તા૨શાહ બાપુનો જન્મ રાજપીપળામાં સં. ૧૯૪૮ સને ૧૮૯૨માં થયેલો. સત્તારશાહ સરસ ગાતા હતા, નાટક કંપનીવાળાને પણ દિવ્ય દૃષ્ટિ હોય. ઈ.સ. ૧૯૦૮માં દેશી નાટક સમાજવાળા શેઠ ચંદુલાલે સત્તારશાહને નડિયાદનવાસી નટ બબરુને બદલે વીણાવેલી'ના ખેલમાં કઠિયારાના પાઠ માટે તૈયાર કર્યાં. નાંદોદમાં આરબ હાંદી મુબારક નામના મુસલમાન ભાઈ હિન્દુ ભજનો ગાવા માટે પ્રખ્યાત હતા. એમના અવસાન પછી સત્તારશાહને થયું કે “આવો બીજો મુસલમાન જોઈએ તો કોઈક બદલે હું કેમ નહીં?" શ્રીમતી એની બેસન્ટે કહેલું કે, કોઈક આવો ! “ અને સત્તાશાહ બાપુને નર્મદા તટ નરખડીમાં સંત માધવદાસની પવિત્ર છાયામાં પ્રથમ ભજન ર્યું. “સફરડા સોઘ કરલે મુસાફિર અસલ વતન જાના પડેગા' વીસનગરવાળા અનવરમિયાં બૌધ ઉપદેશ કરવા વડોદરા દાંડિયાબજારમાં ધીંગુમિયાંને ત્યાં પધાર્યા ત્યારે સત્તાશાહે અનવરમિયાંને પૂછ્યું. મરના મરના સબ કહે, પણ કૌન ચીજ મર જાય. “પંચ મહાભૂતની બનેલી આ સૃષ્ટિ માત્ર પદાર્થમાં મળી જાય છે, મરી જતી નથી.” અનવરમાં ખુશ થયા અને એમને લાગ્યું “કોઈ Jain Education International પાણીદાર નંગ છે" ઉત્તર આપ્યો “પ્રેરીતેરી મરજાત હૈ, દૂસરા કુછ હૈ, દૂસરા કુછ મરતા નહીં, તેજી મરજાના ચાહિએ, જો જીતા હુઆ ભલા હો ગયા." ૨૮૩ સત્તારશાહને અનવરમિયાં સંગ ફક્ત પાંચ મિનિટ થો પણ દૃષ્ટિ ખૂલી ગઈ. આંખ મળી એનું નામ પુનર્જન્મ. એનો એવા જ્ઞાન નિમિત્તે પુનર્જન્મ થાય તે ખરો દ્વિજ. (બે વાર જન્મ લેવો). અનવરમિયાંએ પોતાના હાથમાં એક પ્યાલી લીધી. તેમાંથી પોતે કાંઈક પીધું અને બાકી રહેલું પી જવા સત્તારશાહને કહ્યું. સત્તારશાહે પ્યાલી પીધી અને પલટાયા એ વખતનું ભજનઃ એવી પ્યાલી પીધી મેં તો, મારા સદ્ગુરુને હાથે રે, પીતાં મારે પ્રીત બંધાણી, પ્રીતમજી સંગાથે રે." અને ઈ.સ. ૧૯૧૬માં છોટા ઉદેપુર ચિસ્તા થા નિજામી સંપ્રદાયના નિમાડ જિલ્લાના અલીરાજપુરના કાઇ સાહેબ અબ્દુલ હસન ઉર્ફે દાદામિયાં સાહેબને હાથે ફકીરી દીક્ષા લીધી. ફકીરીના બે પ્રકાર છે. (૧) સફાયા તરીકે, (૨) મશાલખાનું તરીકે. પ્રથમ વર્ગ સંપૂર્ણ સંન્યાસીનો છે, બીજો વર્ગ ગૃહસ્થ સંન્યાસીનો છે. સત્તારશાહનાં ભજનો નારાયણ સ્વામી ઘણા ભાવથી ગાતા. સત્તારશાહનાં ભજનનો સંગ્રહ પણ પુસ્તકરૂપે પ્રગટ થયો છે, તેમનો દેહવિલય ક્યાં અને કઈ સાલમાં થયો તે જાણી શકાયું નથી. માવદાન જાડેજા વંશના બૃહદ ઇતિહાસ યદુવંશ પ્રકાશના કર્તા, માવદાનજી નુ ઇતિહાસકાર, લેખક, કવિ, સંશોધક અને કલાકાર એમ બહુમુખી પ્રતિભા ધરાવે છે. માવદાનજીનો જન્મ રત્ન શાખાના ચારકુળમાં વિ.સં. ૧૯૪૮ના ભાદરવા શુદ ૨ને દિવસે ભીમજીભાઈ બનાભાઈ કાલાવડ (શીતળા) મુકામે થયો. તેમણે સાત ધોરણ સુધી કાલાવડમાં જ અભ્યાસ કર્યો. તેમની નાની વયમાં જ પિતાજીનો સ્વર્ગવાસ ધર્યો એટલે તેઓ તેમના કાકા દેવદાસ ભાઈની છત્રછાયામાં ઊછર્યા પછી ભૂજની વ્રજભાષા પાઠશાળામાં કાવ્ય શાસ્ત્રની કેળવણી પામ્યા. કવિ શ્રી ગૌરીશંકરભાઈ ગોવિંદજી પાસે કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કર્યો. કિવ ગૌરીશંકર વીરપુરના રાજકવિ હતા. તેમણે બાવીસ વિદ્યાર્થીઓને તૈયાર કર્યો તેમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy