SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ વિજાપુર તે વખતે વિદ્યાધામ હતું, જ્યાં ઘણા ભાટ (બારોટ) વિદ્વાન કવિઓ થયા. વિઝાપુર વિદ્યા વસે, નરા ઉતારા નાદ કાલા નર ઠાલા કરે, વિઝાપુર રો વાદ વિઝાપુર વડોદરા, દોનું બાન ઘર કામન છોતર ઘરા, ભાટ કુલ પતશાહ અથાહ આ વિઝાપુરમાં ચારસો ઘર બારોટનાં હતાં. ઘણા વિદ્વાન પુરુષ થયા. ઘણા કવિઓ થયા છે (અહીં લખ્યા નથી). સને ૧૭૮૧માં દેશમાં ભયંકર દુષ્કાળ પડ્યો. વિઝાપુરમાં કવિ દાૌદર મોબતસિંહનો જન્મ થયો. તે ઈડર રાજ્યના દીવાન હતા અને મહારાજ ગંભીરસિંહના કૃપાપાત્ર હતા. આ કવિએ બે ચાર લાખનું અનાજ ગરીબોને વહેંચી આપેલ. આ કવિ દાદર મૌસિંહના વંશમાં જ વાઘસિંહનો જન્મ ગેમરસિંહને ત્યાં થયો હતો.. કવિ વાઘસિંહ જોધપુર મહારાજા માનસિંહના પાટવી કુંવર તખ્તસિંહના મિત્ર હતા. કુમાર તખ્તસિંહ ગાદીનશીન થયા ત્યારે કવિરાજને મોટી નવાજેશ કરેલ. સને ૧૯૦૫માં કોઠાર, સૂતરખાના વગેરેનો અધિકાર આપ્યો. સને ૧૯૦૮માં લખપતરાવ અને બુડિયા અને સોજીતરા ગામ આપ્યાં, આ ઉપરાંત સોના, ચાંદી, હાથી, પાલખી, નિશાની, છડી, નેકી અને મહોર સિક્કા સાથે રાજકવિની પદવી આપી. પછી સને ૧૯૦૯માં માજી ચાવડીજીએ કવિને કામદારનો હોદો આપ્યો. કવિ વાઘસિંહે 'રઘુનાથ રૂપક' ગ્રંથ લખ્યો, જેનું પ્રકાશન થયું. પણ ઘણી કવિતા અપ્રસિદ્ધ રહી. સં. ૧૯૨૫માં કવિનો દેહાંત થયો. જ્યાં તેની દહન ક્રિયા થઈ, ત્યાં મહારાજ તખ્તસિંહજીએ ચોતરો બંધાવેલ છે, જે હાલ મોજૂદ છે. ગોવિંદ ગિલ્લાભાઈ કવિવર ગોવિંદ ગિલ્લાભાઈનો જન્મ ભાવનગર તાબાના શિહોર ગામે સં. ૧૯૦૫ શ્રા. સુ. ૧૧ને સોમવારે ચૌહાણ રાજપૂત (ખવાસ) જ્ઞાતિમાં ગિલ્લાભાઈને ત્યાં થયો. તેમનાં માતાનું નામ સાવિત્રીબહેન હતું. તેમના વડવા મારવાડના Jain Education International ૨૮૧ પીપલોદ ગામના વતની હતા. પછી તે સૌરાષ્ટ્રમાં આવી શિહોરમાં સ્થિર થયા. તેઓએ ઘણા વરસ સરકારી નોકરી કરી. ગુજરાતી સાહિત્યના મર્મજ્ઞ અને કવિ હતા. તેમણે હિન્દીમાં પણ સારા ગ્રંથોની રચના કરી છે. સં. ૧૯૨૫થી કવિતા કરવાનું શરૂ કર્યું. તેમણે હિન્દીમાં ૩૨ ગ્રંથો લખ્યા. તેમનો કવિતાકાળ સં. ૧૯૨૫થી ૧૯૭૭નો છે. તેમનો ચૌદ ગ્રંથનો એક સંગ્રહ "ગોવિંદ ગ્રંથમાલા' નામનો છે. કિશન બાવનીના બાવનીના કર્તા કિશનદાસ વિષે પણ ગોવિંદભાઇએ સારો પ્રકાશ પાક્યો છે. કવિ ગોવિંદભાઈ ખાત્રીપૂર્વક કહે છે કિશનકવિ બારોટ હતા અને તેના વહીવંચાના ચોપડામાં તેમના બાપ-દાદાનાં નામ પણ છે. કવિ આપણા માટે સારો ખજાનો મૂકી ગયા છે પ્રવીણસાગરની બે આવૃત્તિ પ્રગટ થઈ હતી. તેમાં એક રાજકોટના રિશંકરભાઈની અને બીજા શિહોરના ગોવિંદ ગિલાભાઈની. કવિનો સ્વર્ગવાસ સં. ૧૯૮૨માં ધો. પિંગળશી પાતાભાઈ કવિ શ્રી. પિંગળશીભાઈનો જન્મ ભાવનગર તાબાના શિહોર ગામે ચારણ જ્ઞાતિની નરેલા શાખામાં રાજકવિ પાતાભાઈને ત્યાં સં. ૧૯૧૨માં આસો સુદ ૧૧ના થયો. તેમનાં માતુશ્રીનું નામ આઈબા હતું અને તેમનું મોસાળ શૈવાળિયા ગામે હતું. તેઓશ્રી ભાવનગરના રાજકવિ હતા, મહારાજ તખ્તસિંહજી મહારાજ, ભાવસિંહ અને કૃષ્ણકુમાર આમ ત્રણ પેઢી સુધી આ કુળે. ભાવનગરનું રાજવિ પદ શોભાવ્યું. આમ તો પિંગળશીભાઈમાં લોહીના સંસ્કાર હોય જ એટલે કવિતાશક્તિ તેમનામાં કુદરતી હતી એટલે તેણે કવિતાના માપને જાળવી શબ્દસ્વરનું સંગીત રેલાવ્યું. આમ તો ચારણ, બારોટની કવિતા ઝમઝકવાળી અને શબ્દાડંબર અને નાદવૈભવથી ભરપુર હોય. કવિ શબ્દાદિક ચમત્કારને વશ નથી થયા, છતાં કવિતા એટલી રસાળ રહી છે. મેઘાણીના શબ્દોમાં સપ્તરંગી ડાયરા વચ્ચે એક રંગીલો ખોબો મેઘાવી કંઠ અને અંગને વિચલિત થવા દીધા ડોલાવનાર વાગ્ધારા વહાવનાર કવિ એટલે પિંગળશીભાઈ. વગર વિ શ્રી ન્હાનાલાલે અને મેઘાણીજીએ તેમને મધ્યયુગના છેલ્લા સંસ્કારમૂર્તિ અને ચારણ ક્યા છે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy